________________
૧૭
દાદા ભગવાન ? દઈશ. હાથ કાપેલા, તે અનંત અવતારમાં હાથ હતા જ ને, ક્યાં નહોતા તે ? અને કોઈક ધારિયાથી હાથ કાપી નાખે ત્યારે કપાવા દો છો જ ને ? તે અહીં આગળ ગુરુ કાપે તો ના કાપવા દેવું ? કોઈક બહારવટિયો કાપી લે, તો લોક ત્યાં કાપવા દે ને ? અને ગુરુ કાપે તો ? પણ ગુરુ કાપે જ નહીં બિચારા ! પણ વખતે એ કાપવાનું કહે તો આપણે એમ ન કરવાનું કંઈ કારણ છે ?
તેથી મધરે કહ્યુંને, કે તને ‘નગરો’ કહેશે. ત્યારે ‘નગરો’ શબ્દ એટલે. આજે અમુક ઉંમર પછી સમજી ગયેલો કે નુગરો એટલે કહેવા માગે છે. પણ તે દહાડે તો હું સમજું કે આ શબ્દ, એ લોકોનું કંઈ એડજસ્ટમેન્ટ હશે, તે એને ‘નુગરો' કહીને ફજેત કરતા હશે. પણ ‘ન ગુરુ” એમ તે દહાડે ખબર નહીં કે ‘ગુરુ વગરનો' એવી ખબર નહીં. એટલે મેં કહ્યું, કે આ મને ‘નગરો’ કહેશે, મને ફજેત કરશે, બહુ ત્યારે શું કહેશે તે ?
તા, એવો મોક્ષ ન ખપે ! અને તેર વર્ષ પછી, સ્કૂલમાંથી ટાઈમ મળે એટલે પછી ત્યાં આગળ, સંત પુરુષનું આશ્રમ જેવું હતું, ત્યાં દર્શન કરવા જતો. તે ઉત્તરના સંત હતા, એક-બે. બહુ ચોખ્ખા સંત પુરુષ એટલે એમના પગ દબાવતો હું, તેર વર્ષની ઉંમરે. ત્યારે એ મને કહે છે કે, “બચ્ચા, ભગવાન તુમકુ મોક્ષે લે જાયેગા ? મેં કહ્યું કે, “સાહેબ, આ વાત ન કરો તો મને સારું લાગશે. આ વાત મને અનુકુળ નથી !” એટલે એમના મનમાં એમ કે આ બચ્યું છે ને, સમજે નહીં ને ! તે મને કહે છે. ધીમે ધીમે તને સમજાશે ?” એવું ગુજરાતીમાં પછી કહ્યું. ત્યારે મેં કહ્યું કે, “સારું, સાહેબ પણ મને તો મોટા મોટા વિચાર આવ્યા કે આ ભગવાન મોક્ષે લઈ જાય, પછી ત્યાં આગળ મને બેસાડ્યો, પછી એના ઓળખાણવાળા આવે તો ‘ઊઠ અહીંથી' કહેશે. તો બળ્યો તારો મોક્ષ ! એના કરતાં બાયડી જોડે ડુંગળીનાં ભજિયાં ખાઈએ-કરીએ એ શું ખોટું છે? આ મોક્ષ સારો એના
દાદા ભગવાન ? કરતાં તો ! પેલો ત્યાં આગળ “ઊઠ' કહેનારો હોય અને ઉપરી હોય, તો એ મોક્ષ આપણે નથી જોઈતો.
એટલે તેર વર્ષની ઉંમરે આ સ્વતંત્રતા જાગેલી. ઉપર કોઈ બાપો હોય તો એવો મોક્ષ આપણે જોઈતો નથી. અને જો ના હોય તો આપણે એ જ જોઈએ છે કે ઉપરી કોઈ નહીં અને અંડરહેન્ડ મારે જોઈતો નથી. અંડરહેન્ડ મને પસંદ જ નથી.
જ્યાં ઊઠાડે એવો મોક્ષ માટે ના જોઈએ. જ્યાં ઉપરી નહીં, અંડરહેન્ડ નહીં, એવો આ વીતરાગોનો મોક્ષ મને ખપે છે. તે દહાડે ખબર નહીં પડેલી કે વીતરાગોનો આવો મોક્ષ છે. પણ મને ત્યારથી જ સમજણ પડે કે ઉપરી ના જોઈએ. ઊઠ અહીંથી કહે, એ મારે નથી જોઈતો તારો મોક્ષ ! એ ભગવાન, એને ઘેર જાય. મારે શું કામ છે તારું ? તું ભગવાન છે, તો હુંય ભગવાન છું ! ભલે ને, તું મને થોડો વખત તારા કાબૂમાં લેવા ફરતો હોય ! આઈ ડોન્ટ વોન્ટ ! પણ શેને માટે ભૂખ ? આ પાંચ ઈન્દ્રિયની લાલચો માટે ? શી લાલચો છે આમાં ? જાનવરનેય લાલચ છે ને આપણનેય લાલચ છે, તો તેમાં ને આપણામાં ફેર શું રહ્યો ?
પરવશતા, આઈ ડોન્ટ વોર ! કોઈની નોકરી નહીં કરું એવો પહેલેથી ખ્યાલ ! નોકરી કરવી એ મને તો બહુ દુ:ખ લાગ્યા કરે. એમ ને એમ મરી જવું સારું, પણ નોકરી એટલે બોસ મને ટૈડકાવે ? એ મોટામાં મોટો રોગ. પણ તે એ રોગે મને બચાવ્યો બહુ રીતે ! આ રોગ તો બહુ મોટો રોગ કે નોકરી નહીં કરું. છેવટે એક ભાઈબંધ કહે છે, “મોટાભાઈ કાઢી મેલશે ત્યારે શું કરશો ?” મેં કહ્યું, ‘પાનની દુકાન કરીશ.” પણ તે દશ વાગ્યા સુધી પાન ખવડાવી અને ઘેર અગ્યાર વાગે જઈને, ખઈને સૂઈ જવાનું એમાં ત્રણ રૂપિયા મળે તો ત્રણમાં ચલાવવાનું ને બે મળે તો બેમાં ચલાવવાનું, મને ચલાવતાં બધું આવડે છે, પણ મને આ પરતંત્રતા સહેજ પણ પસંદ નથી. પરવશતા આઈ ડોન્ટ વોન્ટ !!