________________
દાન
૧૦
દાન
દાદાશ્રી : અન્નદાન સારું ગણાય છે. પણ અન્નદાન કેટલું આપે ? કંઈ કાયમને માટે આપે નહીં ને લોકો. એક ટંકેય ખવડાવે તો બહુ થઈ ગયું. બીજે ટંકે પાછું મળી રહેશે. પણ આજનો દિવસ, એક ટંકેય જીવતો રહ્યોને ! હવે એમાંય આ લોકો વધ્યું-ઘટ્યું આપે છે કે નવું બનાવીને આપે
પ્રશ્નકર્તા : વધેલું હોય તે જ આપે. પોતાની જાન છોડાવે. વધી પડે એટલે હવે શું કરે ?
દાદાશ્રી : છતાં એનો ઉપયોગ કરે છે, મારા ભઈ ! પણ નવું બનાવીને આપે ત્યારે હું કહું કે કરેક્ટ છે. કંઈ વીતરાગોને ત્યાં કાયદા હશેને કે ગપ્પગપ્પ ચાલશે ?
પ્રશ્નકર્તા : ના, ના, ગપ્પાં હોય ?! દાદાશ્રી : વીતરાગને ત્યાં ના ચાલે, બીજે બધે ચાલે.
ઔષધદાત ! અને બીજું ઔષધદાન. એ આહારદાનથી ઉત્તમ ગણાય. ઔષધદાનથી શું થાય ? સાધારણ સ્થિતિનો માણસ હોય તે માંદો પડ્યો હોય ને દવાખાનામાં જાય એટલે ત્યાં આગળ કોઈ કહેશે કે, “અરે, ડૉક્ટરે કહ્યું છે પણ દવા લાવવાના પચાસ રૂપિયા મારી પાસે નથી. એટલે દવા શી રીતે લાવું? ત્યારે આપણે કહીએ કે “આ પચાસ રૂપિયા દવાના અને દસ રૂપિયા બીજા. અગર તો ઔષધ આપણે મફત આપીએ ક્યાંકથી લાવીને. આપણે પૈસા ખર્ચાનિ ઔષધ લાવીને એને ફ્રી ઑફ કોસ્ટ (મફત) આપવું. તો એ ઔષધ કરે તો એ બિચારો કંઈ ચાર-છ વર્ષ જીવે. અન્નદાન કરતાં ઔષધદાનથી વધારે ફાયદો છે. સમજાયું તમને ? કયો ફાયદો વધારે ? અન્નદાન સારું કે ઔષધદાન ?
પ્રશ્નકર્તા: ઔષધદાન.
દાદાશ્રી : ઔષધદાનને આહારદાનથી વધારે કિંમતી ગણ્યું છે. કારણ કે એ બે મહિના ય જીવતો રાખે. માણસને વધુ ટાઈમ જરા જિવાડે. વેદનામાંથી થોડી ઘણી મુક્તિ કરે.
બાકી, અન્નદાન ને ઔષધદાન એ તો સહેજે આપણે ત્યાં બૈરાંછોકરાં બધાં કર્યા કરે. એ કંઈ બહુ કિંમતી દાન નથી, પણ કરવું જોઈએ. આવું કંઈ આપણને ભેગો થાય તો આપણે ત્યાં દુખીયો માણસ આવ્યો, તેને જે તૈયાર હોય તે તરત આપી દેવું.
ઊંચું જ્ઞાતદાત ! પછી એનાથી આગળ જ્ઞાનદાન કહ્યું. જ્ઞાનદાનમાં પુસ્તકો છપાવવાં, લોકોને સમજણ પાડી સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવાં એવું તેવું એ જ્ઞાનદાન. જ્ઞાનદાન આપે તો સારી ગતિઓમાં, ઊંચી ગતિઓમાં જાય અગર તો મોક્ષે પણ જાય.
એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનદાન ભગવાને કહેલું છે અને જ્યાં પૈસાની જરૂર નથી ત્યાં અભયદાનની વાત કહી છે. જ્યાં પૈસાની લે-દે છે, ત્યાં આગળ આ જ્ઞાનદાન કહ્યું છે અને સાધારણ સ્થિતિ, નરમ સ્થિતિનાં માણસોને ઔષધદાન ને આહારદાન બે કહ્યું છે.
પ્રશ્નકર્તા : પણ તે પૈસા વધ્યા હોય તો તેનું દાન તો કરે ને ?
દાદાશ્રી : દાન એ ઉત્તમ. જ્યાં દુઃખ હોય ત્યાં દુઃખ ઓછાં કરો અને બીજું સન્માર્ગે વાપરવા. લોકો સન્માર્ગે જાય એવું જ્ઞાનદાન કરો. આ દુનિયામાં ઊંચું જ્ઞાનદાન ! તમે એક વાક્ય જાણો તો તમને કેટલો બધો લાભ થાય ! હવે એ પુસ્તક લોકોના હાથમાં જાય તો કેટલો બધો લાભ થાય !
પ્રશ્નકર્તા: હવે બરાબર સમજાયું.
દાદાશ્રી : હા, એટલે આ જેની પાસે પૈસા વધારે હોય તેણે જ્ઞાનદાન મુખ્ય કરવું જોઈએ.