________________
દાન
દાન
છોકરાંએ ખાધું, એ બધી તમારી સિલક ન હોય, એ બધું ગટરમાં ગયું. ત્યારે ગટરમાં જવાનું બંધ કરાય નહીં, એ તો ફરજિયાત છે. એટલે કંઈ છૂટકો છે ? પણ જોડે જોડે સમજવું જોઈએ કે પારકાંને માટે નહીં વપરાયું એ બધું ગટરમાં જ જાય છે.
મનુષ્યોને ના જમાડો ને છેવટે કાગડાને જમાડો, ચકલીને જમાડો, બધાંને જમાડો તોય એ પારકાને માટે વાપર્યું ગણાય. મનુષ્યોની થાળીની કિંમત તો બહુ વધી ગઈ છેને ? ચકલીઓની થાળીની કિંમત ખાસ નહીંને ? ત્યારે જમા પણ એટલું ઓછું જ થાયને ?
મત બગડેલાં તેથી... પ્રશ્નકર્તા : હું અમુક સમય સુધી મારી આવકમાંથી ત્રીસ ટકા ધર્માદામાં આપતો હતો પણ એ બધું અટકી ગયું. જે જે આપતો હતો, તે હવે આપી શકતો નથી.
દાદાશ્રી : એ તો તમારે કરવું છે તો એ બે વર્ષ પછી પણ આવશે જ ! ત્યાં કંઈ ખોટ નથી. ત્યાં તો ઢગલાબંધ છે. તમારા મન બગડેલાં હોય, તે શું થાય ?
આવે તો આપે કે આપે તો આવે ? એક માણસને ત્યાં બંગલામાં બેઠા હતા તે વંટોળિયો આવ્યો. તે બારણાં ખડખડ ખડાખડ થયાં. તે મને કહે, ‘આ વંટોળિયો આવ્યો. બારણાં બધાં બંધ કરી દઉં ?” કહ્યું, ‘બારણાં બધાં બંધ ના કરીશ. અંદર પ્રવેશ કરવાનું એક બારણું ખુલ્લું રાખ અને નીકળવાનાં બારણાં બંધ કરી દે. એટલે મહીં હવા પસે કેટલી ? ભરેલું ખાલી થાય તો હવા પેસેને ? નહીં તો ગમે તેવો વંટોળિયો પસે નહીં. પછી એને અનુભવ કરાવ્યો. ત્યારે મને કહે છે, ‘હવે નથી પેસતું.”
તે આ વંટોળિયાનું આવું છે. લક્ષ્મીને જો આંતરશો તો પછી નહીં
આવે. એટલું ભરેલું ને ભરેલું રહેશે. અને આ બાજુથી જો જવા દેશો તો બીજી આવ્યા કરશે. નહીં તો આંતરેલી રાખશો તો એટલી ને એટલી રહેશે. લક્ષ્મીનું કામ એવું છે. હવે કયા રસ્તે જવા દેવું એ તમારી મરજી ઉપર આધાર રાખે છે કે બૈરાં-છોકરાંના મોજશોખ ખાતર જવા દેવું કે કીર્તિ માટે જવા દેવું કે જ્ઞાનદાન માટે જવા દેવું કે અન્નદાન માટે જવા દેવું? શેને માટે જવા દેવું એ તમારી પર છે પણ જવા દેશો તો બીજું આવશે. જવા ના દે તેનું શું થાય ? જવા દે તો બીજું ના આવે ? હા, આવે.
બદલાયેલા વહેણની દિશાઓ ! કેટલા પ્રકારના દાન છે એવું જાણો છો તમે ? ચાર પ્રકારનાં દાન છે. જો એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન.
પહેલું આહારદાત ! પહેલા પ્રકારનું દાન છે તે અન્નદાન. આ દાનને માટે તો એવું કહ્યું છે કે ભઈ, અહીં કોઈ માણસ આપણે ઘેર આવ્યો હોય તે કહે, “કંઈક મને આપો, હું ભૂખ્યો છું.” ત્યારે કહીએ, ‘બેસી જા, અહીં જમવા. હું તને મૂકું.' એ આહારદાન. ત્યારે અક્કલવાળા શું કહે, આ તગડાને પણ અત્યારે ખવડાવશો પછી સાંજે તમે શી રીતે ખવડાવવાના હતા ? ત્યારે ભગવાન કહે છે, તું આવું ડહાપણ ના કરીશ. આ ભાઈએ ખવડાવ્યું તો આજનો દહાડો તો એ જીવશે. કાલે પછી એને જીવવા માટે કોઈ મળી આવશે. પછી કાલનો વિચાર આપણે નહીં કરવાનો. તમારે બીજી ભાંજગડ નહીં કરવાની કે કાલે એ શું કરશે ? એ તો કાલે એને મળી આવે પાછું. તમારે એમાં ચિંતા નહીં કરવાની કે કાયમ અપાય કે ના અપાય ? તમારે ત્યાં આવ્યો એટલે તમે એને આપો, જે કંઈ અપાય છે. આજ તો જીવતો રહ્યો, બસ ! પછી કાલે વળી એને બીજું કંઈ ઉદય હશે, તમારે ફિકર કરવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા: અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે ?