________________
દાન
દાન
દાદાશ્રી : ધર્મમાં દાન કરવાનો વાંધો નથી. પણ જ્યાં આગળ ધર્મની સંસ્થા હોયને અને એ લક્ષ્મીનો ધર્મમાં સદુપયોગ થતો હોય તો ત્યાં આપો. દુરુપયોગ થતો હોય ત્યાં ના આપો, બીજી જગ્યાએ આપો.
પૈસો સદુપયોગમાં જાય એવો ખાસ ખ્યાલ કરો. નહીં તો તમારી પાસે પૈસો વધારે હશે તો એ તમને અધોગતિમાં લઈ જશે. માટે એ પૈસાનો ગમે ત્યાં આગળ સદુપયોગ કરી નાખો, પણ ધર્માચાર્યોએ પૈસા લેવા ના જોઈએ.
વાળવી લક્ષ્મી, ધર્મ ભણી ! પૈસા સાચવવા એ તો બહુ મુશ્કેલી ! એના કરતાં ઓછું કમાઈએ તે સારું. અહીં બાર મહિને દસ હજાર કમાયા અને એક હજાર ભગવાનને ત્યાં મૂકી દે, તો એને કંઈ ઉપાધિ નથી. પેલો લાખો આપે અને આ હજાર આપે, બે ય સરખાં, પણ હજારેય કંઈક આપવા જોઈએ. મારું શું કહેવાનું કે લખ્યું ના રાખવું, ઓછામાંથી પણ કંઈક આપવું અને વધારે હોય અને તે આ ધર્મ બાજુ વળી ગયું એટલે આપણે પછી જવાબદારી નથી, નહીં તો જોખમ. બહુ પીડા એ તો ! પૈસા સાચવવા એટલે બહુ મુશ્કેલી. ગાયોભેંસો સાચવવી સારી, ખીલે બાંધી તો સવાર સુધી જતી તો ના રહે. પણ પૈસા સાચવવા બહુ મુશ્કેલી. મુશ્કેલી, ઉપાધિ બધી.
શાતે ન ટકે, લક્ષ્મી ? પ્રશ્નકર્તા: હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું, પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી ?
દાદાશ્રી : ૧૯૪૨ની સાલ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. હવે પછીનાં બે-પાંચ વરસ પછીની લક્ષ્મી ટકશે. ‘અમે’ ‘જ્ઞાની” છીએ તો પણ લક્ષ્મી આવે છે, છતાં ટતી નથી. આ તો ઇન્કમટેક્ષ ભરાય એટલી લક્ષ્મી આવે એટલે પત્યું.
પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ?
દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે જાય છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં
ક્લેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો ક્લેશ ને ઝઘડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઈ પુણ્યશાળીના હાથે લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય ને, તે બહુ ભારે પુણ્ય કહેવાય.
૧૯૪૨ની સાલ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી. અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી. યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય.
સાત પેઢી સુધી ટકે લક્ષ્મી ! પ્રશ્નકર્તા : જેમ ઇન્ડિયાની અંદર કસ્તુરભાઈ લાલભાઈની પેઢી હોય તો એ બે-ત્રણ-ચાર પેઢી સુધી પૈસા ચાલ્યા કરે, એનાં છોકરાંઓના છોકરા સુધી. જ્યારે અહીંયા (અમેરિકામાં) કેવું છે કે પેઢી હોય, પણ બહુ બહુ તો છ-આઠ વર્ષમાં બધું ખતમ થઈ જાય, કાં તો પૈસા હોય તો જતાં રહે અને ના હોય તો પૈસા આવી પણ જાય. તો એનું કારણ શું હશે ?
દાદાશ્રી : એવું છેને, ત્યાંની જે પુણ્ય છેને, ઇન્ડિયાની પુણ્ય, એ પર્ય એવી ચીકણી હોય છે કે ધો ધો કરીએ તો ય જાય નહીં અને પાપે ય એવાં ચીકણા હોય છે કે ધો ધો કરીએ તો ય જાય નહીં. એટલે વૈષ્ણવ હોય કે જૈન હોય, પણ એણે પુણ્ય એવી સજ્જડ બાંધેલી હોય છે કે ધો ધો કરે તો ય જાય નહીં. તે પેટલાદના દાતાર શેઠ, રમણલાલ શેઠ તે સાત પેઢીથી એ ઘર આવેલું. પાવડેથી ખોંપી ખોંપીને ધન આપ આપ કરે લોકોને, તો ય કોઈ દહાડો ખૂટ્યું નહીં. એમણે પુણ્ય સજજડ બાંધેલી, સચોટ. અને પાપેય એવા સચોટ બાંધે, સાત-સાત પેઢી સુધી ગરીબાઈ ના