________________
દાન
દાન
એ છે કેમોક્લેગ સમ ! પ્રશ્નકર્તા : બે નંબરના જે પૈસા છે એ જ્યાં જાય ત્યાં ડખો થાય કે નહીં ?
દાદાશ્રી : પૂરી હેલ્પ નહીં કરે. આપણે ત્યાં આવે છે, પણ તે કેટલા ? દસ-પંદર ટકા, પણ વધારે નથી આવતા.
પ્રશ્નકર્તા : ધર્મમાં હેલ્પ ના કરે, જ્યાં જાય ત્યાં હેલ્પ ના થાય એટલી ?
બે નંબરનું અમુક કાયદેસર વાંધો આવે, બીજી રીતે વાંધો નથી આવતો. એ નાણું હોટલવાળાને આપે તો એ લે કે ના લે ?
પ્રશ્નકર્તા : લઈ લે. દાદાશ્રી : હા, તે વ્યવહાર ચાલુ જ થઈ જાય.
પ્રશ્નકર્તા : ધર્મમાં બે નંબરનો પૈસો છે તે વપરાય છે હમણાંના જમાનામાં, તો એનાથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ?
દાદાશ્રી : ચોક્કસ થાયને ! એને ત્યાગ કર્યોને એટલો ! પોતાની પાસે આવેલાનો ત્યાગ કર્યોને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ પુણ્ય એવું થઈ જાય, હેતુવાળું ! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી. પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ. બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું. એનો હેતુ શો કે સરકાર લઈ જશે, એના કરતાં આમાં નાખી દોને !
નિરપેક્ષ લૂંટાવો ! પ્રશ્નકર્તા : ઑનના પૈસા ભલે વપરાતા, છતાંય ધર્મની ધજા લાગી જાય છે, કે ધર્મના નામે ખર્ચા.
દાદાશ્રી : હા, પણ ધર્મના નામે ખર્ચે તો સારું છે. પણ ઑનના નામથી એ કરે ને. કારણ કે ઑન એ બહ ગુનેગાર નથી, ‘ઑન’ એટલે શું કે સરકારનો પેલો ટેક્ષ છે તે લોકોને ભારે પડી જાય છે, કે તમે અમારા ધાર્યા કરતાં વધારે મૂકો છો એટલે આ લોકો છુપાવે છે.
પ્રશ્નકર્તા : કંઈ મેળવવાની અપેક્ષાએ જે દાન કરે છે, તે પણ શાસ્ત્રમાં મનાઈ નથી. એને વખોડતા નથી.
દાદાશ્રી : એ અપેક્ષા ના રાખે તો ઉત્તમ છે. અપેક્ષા રાખે છે એ દાન નિર્મૂળ થઈ ગયું, સત્ત્વહીન થઈ ગયું કહેવાય. હું તો કહું છું કે પાંચ જ રૂપિયા આપો પણ અપેક્ષા વગર આપો.
દાદાશ્રી : હેલ્પ ના કરે. આમ દેખાવમાં હેલ્પ કરે પણ પછી આથમી જતાં વાર ના લાગે. એ બધાં વૉર ક્વૉલિટીનાં અચર, વૉર. ક્વૉલિટીનાં સ્ટ્રક્વર બંધાયેલાં બધાં ! તમે જોયેલાંને ! એ બધાં કેમોક્લેગ છે. મનમાં શું ખુશ થવાનું કેમોક્લેગથી ?
શ્રેષ્ઠિ - શેટ્ટી - શેઠ - શઠ ! પહેલાંના કાળમાં, તે વખતે દાનેશ્વરી હોય. તે દાનેશ્વરી તો મનવચન-કાયાની એકતા હોય ત્યારે દાનેશ્વરી પાકે અને તેને ભગવાને શ્રેષ્ઠિ કહ્યા હતા. એ શ્રેષ્ઠિને અત્યારે મદ્રાસમાં શેટ્ટી કહે છે. અપભ્રંશ થતું થતું શ્રેષ્ઠિમાંથી શેટ્ટી થઈ ગયેલું છે ત્યાં આગળ, એ આપણે અહીં અપભ્રંશ થતું થતું શેઠ થઈ ગયું છે.
તે એક મિલના શેઠને ત્યાં સેક્રેટરી જોડે હું વાત કરતો હતો. મેં કહ્યું કે, “શેઠ ક્યારે આવવાના છે ? બહારગામ ગયા છે તે ?” એ કહે છે. ‘ચાર-પાંચ દિવસ લાગશે.” પછી મને કહે છે, “જરા મારી વાત સાંભળો.” મેં કહ્યું, ‘હા, ભઈ’તો એ કહે છે, “ઉપરથી માતર કાઢી નાખવા જેવા છે.’ મેં એને સમજણ પાડી કે અત્યારે તું પગાર ખાઉં છું ત્યાં સુધી બોલીશ નહીં. બાકી માતર કાઢી નાખીએ એટલે શું રહ્યું બહાર સિલકમાં