________________
દાન
અવળો વિચાર ના થાય.
દાદાશ્રી : એવું બને એવું નથી. વિચાર તો એવાં થયા વગર રહેવાના જ નથી. એને આપણે ભૂંસી નાખીએ એ આપણો ધંધો. એવાં વિચાર ના થાય એવું આપણે નક્કી કરીએ એ નિશ્ચય કહેવાય. પણ વિચાર જ ના આવે એવું ત્યાં આગળ ચાલે નહીં. વિચાર તો આવે પણ બંધ પડતાં પહેલાં ભૂંસી નાખવાનો. તમને વિચાર આવ્યો કે, “આને દાન ના આપવું જોઈએ.’ પણ તમને જ્ઞાન આપ્યું છે એટલે જાગૃતિ આવે કે આપણે વચ્ચે ક્યાં અંતરાય પાડ્યો ? એમ તે પાછો તમે એને ભૂંસી નાખો. પોસ્ટમાં કાગળ નાખતાં પહેલાં ભૂંસી નાખો તો વાંધો નહીં. પણ એ તો જ્ઞાન વગર કોઈ ભૂંસે નહીંને ! અજ્ઞાની તો ભૂંસે જ નહીંને ?! ઊલટું આપણે એને એમ કહીએ કે “આવો ઊંધો વિચાર શું કામ કર્યો ?” ત્યારે એ કહેશે કે, “એ તો કરવો જ જોઈતો હતો. એમાં તમને સમજણ ના પડે.” તે પછી પાછો એવું ડબલ કરે ને જાડું કરી આપે. અહંકાર બધું ગાંડું જ કરે, નુકસાન કરે, એનું નામ અહંકાર. પોતે પોતાના જ પગ પર કુહાડી માર માર કરે, એનું નામ અહંકાર.
હવે તો આપણે પશ્ચાતાપથી બધું ભૂંસી શકાય અને મનમાં નક્કી કરીએ કે આવું ના બોલવું જોઈએ. અને બોલ્યો તેની ક્ષમા માગું છું, તો ભૂંસાઈ જાય. કારણ કે તે કાગળ પોસ્ટમાં પડ્યો નથી તે પહેલાં આપણે ફેરફાર કરી નાખીએ કે પહેલાં અમે મનમાં વિચાર કર્યો હતો કે, ‘દાન આપવું ના જોઈએ’ તે ખોટું છે પણ હવે અમે વિચાર કરીએ છીએ કે આ દાન આપવામાં સારું છે. એટલે એનું આગળનું ભૂંસાઈ જાય.
દાન આપવું, લોકોની ઉપર ઉપકાર કરવો, ઓબ્લાઈઝિંગ નેચર રાખવો, લોકોની સેવા કરવી એ બધાને રિલેટિવ ધર્મ કહ્યો. એનાથી પુણ્ય બંધાય. અને ગાળો ભાંડવાથી, મારામારી કરવાથી, લૂંટી લેવાથી પાપ બંધાય. પથ્ય અને પાપ જ્યાં છે ત્યાં રિયલ ધર્મ જ નથી. પુણ્ય-પાપથી
રહિત રિયલ ધર્મ છે.
પાંચમો ભાગ પાક્કા માટે ! પ્રશ્નકર્તા : આવતા જન્મના પુણ્યના ઉપાર્જન માટે આ આ જન્મમાં શું કરવું ?
દાદાશ્રી : આ જન્મમાં જે પૈસા આવે, તેમાં પાંચમો ભાગ ભગવાનને ત્યાં મંદિરમાં નાખી આવવો. પાંચમો ભાગ લોકોના સુખને માટે વાપરવો. એટલે એટલું તો ત્યાં આગળ ઓવરડ્રાફટ પહોંચ્યો ! આ ગયા અવતારના ઓવરડ્રાફટ તો ભોગવો છો. આ જન્મનું પુણ્ય છે તે આગળ પછી આવે. અત્યારની કમાણી આગળ ચાલશે.
રિવાજ, ભગવાન માટે જ ધર્માદા ! આ મારવાડી લોકોને ત્યાં જાઉં છું તે પૂછું, ધંધો કેમનો ચાલે છે ? ત્યારે કહે, “ધંધો તો સારો ચાલે છે.’ નફો-બસો ? ત્યારે કહે, “બે-ચાર લાખનો ખરો !' ભગવાનને ત્યાં આપવા-કરવાનું ? “વીસ-પચ્ચીસ ટકા નાખી આવવાના ત્યાં, દર સાલ.’ એમને શું કહેવાનું ? ખેતરમાં વાવીએ તો દાણા નીકળેને, બળ્યા ! વાવ્યા વગર દાણા શેના લેવા જઉં ? વાવીએ જ નહીં તો ? આ મારવાડી લોકોને ત્યાં આ જ રિવાજ કે ભગવાનના કામમાં નાખવા. જ્ઞાનદાન ભગવાનમાં, બીજી-ત્રીજી જગ્યાએ દાનમાં આપવા અને પેલા દાનમાં નહીં, એ હાઈસ્કૂલને, ફલાણાને, એમાં નહીં, આ એકલું જ ખાલી.
મંદિરોમાં કે ગરીબોમાં ? પ્રશ્નકર્તા : આપણે મંદિરોમાં ગયા’તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને કીધું કે આ જીવતા જાગતા અંતર્યામી અને તે દરેક જીવમાત્રમાં બિરાજમાન છે. અને