________________
દાન
૨૪
દાન
આ શી રીતે, આ શું છે, એનું સોલ્વ કરવા મોકલીએ કે ભઈ અમારે આ શું છે ? આ ધાબળા દાનમાં આપ્યા તે ક્યાં ગયા ? એની શોધખોળ કરો. ત્યારે કહે કે સી.આઈ.ડી. લાવો. અલ્યા, ન હોય આ સી.આઈ.ડી.નું કામ. અમે તો આ વગર સી.આઈ.ડી. એ પકડી પાડીશું. આ પઝલ ઈન્ડિયન પઝલ છે. તમને સોલ્વ નહીં થાય. તમારા દેશમાં સી.આઈ.ડી. થી પકડી લાવો. અમારા દેશવાળા શું કરે એ અમે જાણીએ, બા ! બીજે દહાડે જા વેપારીને ત્યાં.
એટલે પૈસાની બરકત ક્યારે આવશે ? કંઈક નિયમ હોવો જોઈએ કે નીતિ હોવી જોઈએ. સાધારણ તો હોયને ! કાળ વિચિત્ર છે જરા. તે સાધારણ નીતિ તો હોવી જોઈએ ને ! હપુ એમ કંઈ ચાલે ?
બધું વેચી ખાય ત્યારે છોડીઓ હઉ વેચી ખાય, લક્ષ્મીની બાબતમાં છોડીઓ હઉ વેચેલી. ત્યાં સુધી આવી ગયા છે અંતે ! અલ્યા, આવું ના થાય.
દાનમાં રોકડા રૂપિયા આપવા નહીં. એને મેઈન્ટેનન્સીની હેલ્પ કરવી. ધંધે ચઢાવવો. હિંસક માણસને રૂપિયા આપશો તો તે હિંસા વધારે કરશે.
દાત, પણ ઉપયોગપૂર્વક ! પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય.
ઉપયોગ એ જાગૃતિ છે. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું ? જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય. કીર્તિ-નામ આપણને પ્રાપ્ત ના થાય એટલા માટે ઢાંક્યું આપીએ. એ જાગૃતિપૂર્વક કહેવાયને ! એનું નામ ઉપયોગ કહેવાય. પેલું તો નામ ના છપાયું હોય તો ફરી આપે નહીં.
એવું છે, શુભમાર્ગમાં પણ જાગૃતિ ક્યારે કહેવાય ? આ ભવમાં
ને પરભવમાં લાભકારી થાય એવું શુભ હોય ત્યારે એને જાગૃતિ કહેવાય. નહીં તો એ દાન આપતો હોય, સેવા કરતો હોય, પણ આગળની જાગૃતિ એને કશી જ ના હોય. જાગૃતિપૂર્વક બધી ક્રિયા કરે તો આવતા ભવનું હિત થાય, નહીં તો ઊંઘમાં બધુંય જાય. આ દાન કર્યું તે બધું ઊંઘમાં ગયું ! જાગતાં ચાર આનાય જાય તો બહુ થઈ ગયું ! આ દાન આપે ને મહીં અહીંની કીર્તિની ઇચ્છા હોય તો તે બધું ઊંઘમાં ગયું. પરભવના હિતને માટે જે દાન અહીં આપવામાં આવે છે એ જાગતો કહેવાય. હિતાહિતનું ભાન એટલે પોતાનું હિત શેમાં છે ને પોતાનું અહિત શેમાં છે એ પ્રમાણે જાગૃતિ રહે તે ! આવતા ભવનું કંઈ ઠેકાણું ના હોય ને અહીં દાન આપતો. હોય, તેને જાગૃત કઈ રીતે કહેવાય ?
આમ અંતરાય પડે ! આ ભાઈ કોઈ એક જણને દાન આપતા હોય, ત્યાં આગળ કોઈ બુદ્ધિશાળી કહેશે કે, “અરે, આને ક્યાં આપો છો ?” ત્યારે આ ભાઈ કહેશે. ‘હવે આપવા દોને, ગરીબ છે.” એમ કરીને એ દાન આપે છે ને પેલો ગરીબ લઈ લે છે. પણ પેલો બુદ્ધિશાળી બોલ્યો, તેનો તેણે અંતરાય પાડ્યો. તે પછી એને દુઃખમાં ય કોઈ દાતા ના મળી આવે. અને જ્યાં પોતે અંતરાય પાડે છે તે જગ્યાએ જ આ અંતરાય કામ કરે છે.
પ્રશ્નકર્તા : વાણીથી અંતરાય ના પડ્યા હોય, પણ મનથી અંતરાય પડ્યા હોય તો ?
દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે. એ તો બીજે અવતારે અસર કરે અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. વાણી થઈ કે રોકડું થયું, કૅશ થયું. તે ફળેય કૅશ આવે અને મનથી ચીતર્યું તે તો આવતે અવતારે રૂપક થઈને આવશે.
તે આમ અંતરાય ઊડે ! પ્રશ્નકર્તા : એટલે એટલી જાગૃતિ રાખવી જોઈએ કે જરાય આડો