________________
૧૪૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : સામાયિક કરતા હોય અને સામાયિક કરવાનું મન ના પાડે ત્યાં ઉદયકર્મ ખરો ?
દાદાશ્રી : ઉદયકર્મ ક્યારે કહેવાય કે નિશ્ચય હોવા છતાં નિશ્ચયને ઝંપવા ના દે, ત્યારે ઉદયકર્મ કહેવાય.
પ્રશ્નકર્તા : વિચાર ઉદયકર્મને આધીન તો ફૂટતાં નથી ને ?
દાદાશ્રી : પણ આપણો નિશ્ચય હોય તો સામાયિક કરવું. ના નિશ્ચય હોય, મહીં પ્રકૃતિને અનુકૂળ ના આવતું હોય, તો નહીં કરવું.
બાકી વિચાર એ ઉદયકર્મને આધીન થાય છે. ‘તે આપણે જોવું,’ એ આપણા પુરુષાર્થની વાત છે. વિચારો જોઈએ તો, એ ઉદયકર્મ પૂરું થઈ ગયું ત્યાં. જોઈએ એટલે ખલાસ ! એમાં પરિણમીએ એટલે ઉદયકર્મ શરુ થઈ ગયું !
ધ્યેય પ્રમાણે હાંકો.... હજુ નાની બાબતમાં, એક નક્કી કર્યું કે મનનું નથી માનવું એટલે કામનું હોય એટલું માનવું ને ના કામનું હોય એ નહીં. ગાડું આપણા ધાર્યા રસ્તે જતું હોય તો આપણે ચાલવા દેવું. અને પછી આમ ફરતું હોય તો આપણે ધ્યેય પ્રમાણે ચલાવવું. દરેક બાબતમાં એવું કરવાનું હોય. આ તો કહેશે, એ આ બાજુ દોડે છે. હવે હું શું કરું ? હવે એ ગાડાંવાળાને કોઈ ઘરમાં પેસવા દે ?
પ્રશ્નકર્તા: ના. પણ મહીં ગમતી હોય એ વસ્તુ કરવાની નહીં ?
દાદાશ્રી : કોને ગમતું હોય એ કરવાનું ? આ હું નાસ્તો નથી કરતો. પણ ના ગમતું રાખવાનું એને.
પ્રશ્નકર્તા : અમે તો સવારે ઊઠીને તમારી પાસે આવવાનું એવું રાખીએ. બીજો કોઈ નિશ્ચય નહીં. અમુક બાબતોમાં મન કહે એમ માનવું. વ્યવહાર જે માન્ય હોય એમ.
દાદાશ્રી : આપણા કહ્યા પ્રમાણે ચાલવું. આપણે જરૂર હોય,
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૧ આપણો ધ્યેય હોય, એ પ્રમાણે ચાલવું. આપણે બોરસદ જવા નીકળ્યા, પછી અડધો માઈલ ચાલ્યા, પછી મન કહેશે, ‘આજે રહેવા દોને !' એટલે પાછો ફરે આ તો. તો ત્યાં પાછું ના ફરવું. લોકો ય શું કહે ? અક્કલ વગરનાં છો કે શું ? જઈને પાછા આવ્યા. તમારું ઠેકાણું નહીં કે શું ? એવું કહે કે ના કહે લોકો ?
મોક્ષે જવાનો નિશ્ચય ખરો કે તારો ? એમાં કશું આડું આવે તો? મન મહીં બૂમાબૂમ કરે તો ?
પ્રશ્નકર્તા : તો ય નિશ્ચય ના ડગે.
દાદાશ્રી : એનું નામ માણસ કહેવાય. આમને કુરકુરિયાને શું કરવાનાં બધાં ને ? તને આ બધી વાતો સમજાય ?
પ્રશ્નકર્તા : થોડું થોડું સમજાય છે. મને તો એવું જ લાગે છે કે મારો નિશ્ચય છે.
દાદાશ્રી : શાનો નિશ્ચય તે ? મનના કહ્યા પ્રમાણે ચાલે છે તે ! નિશ્ચયવાળાને આવું મન હોતું હશે ? મન હોય પણ હેલ્પીંગ હોય, ફક્ત પોતાને જરૂરિયાત પુરતું જ. જેમ બળદ હોય, તે પોતાના ધણીના કહ્યા પ્રમાણે ચાલે ને ! પણ આપણે આમ જવું હોય ને એ આમ જતા હોય તો ?
છો તે બૂમો પાડે ! પ્રશ્નકર્તા: મનને ઈન્ટરેસ્ટ ના પડે, તો એ બૂમો તો પાડેને ?
દાદાશ્રી : છોને બૂમો પાડે તે ! બધાંયને એવું બૂમો પાડે. મન તો બૂમો પાડે. એ તો ટાઈમ થાય એટલે બૂમો પાડે. બૂમો પાડે, તેથી શું કશું દાવા માંડવાના છે? ઘડીવાર પછી પાછું કશું ય નહીં, એની મુદત પૂરી થાય એટલે. પછી આખો દહાડો બૂમ ના પાડે. જો મહીં તું ફસાયો તો ફસાયો. નહીં તો ના ફસાયો તો પછી કશું ય નહીં. તું સ્ટ્રોંગ રહે ને !
પ્રશ્નકર્તા : કેટલીક વખત સ્ટ્રોંગ રહેવાય. દાદાશ્રી : તારું મન તો શું કહેશે, ‘આ ભણતરે ય પૂરું નથી કરવું.