________________
૧૨૩
૧૨૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ડૂબી જવાશે ને મરી જવાશે એવું જાણે, છતાં ય કોઈ જાય તો એને કંઈ દરિયો ના કહે ? દરિયો તો કહેશે, “આય ભઈ, હું તો મોટા પેટનો છું. બહુ જણને સમાવી લીધા છે.'
પ્રશ્નકર્તા : છેલ્લા એક વર્ષથી હું રેઝિસ્ટ કર્યા કરતો હતો.
દાદાશ્રી : મન તો બહુ મજબૂત છે, પણ તારી જાત નબળી હોય તો ફરી પૈણી જાય.
પ્રશ્નકર્તા : આવું બને, તે મન મજબૂત કહેવાય ?
દાદાશ્રી : માણસ એ નબળો જ કહેવાયને બધો ! મન નબળું ના કહેવાય. મન ઉલટું એને ખેંચી ગયું. મન તો જબરું કહેવાય.
પ્રશ્નકર્તા : આમાં આના કેસમાં તમે મનને “જબરું' કહ્યું અને માણસ ‘નબળો’ કહ્યો. એટલે માણસ એટલે કોણ નબળું કહેવાય ?
દાદાશ્રી : અહંકાર અને બુદ્ધિ નબળા. આમાં ખરું ગવર્મેન્ટનું રાજ છે, તે આમાં બુદ્ધિ ને અહંકારનું છે. તે એમાં મનનું રાજ થઈ જાય એટલે ખલાસ. મનનું તો પાર્લામેન્ટરી પદ્ધતિથી, એનો એક રોલ છે ખાલી. તે વળી બુદ્ધિ માને-સ્વીકાર કરે, તો અહંકાર સહી કરે. નહીં તો ત્યાં સુધી સહીએ ના થાય.
પ્રશ્નકર્તા: આમ એકલા સૂઈ ગયા હોય ને, તો પેલા વિચારો ફૂટે કે આવું બને તો ? આવી રીતે આ વિષય ભોગવાય તો ? પછી મને એ વખતે નવાઈ લાગે કે આપણે તો બ્રહ્મચર્ય પાળવું છે ને આ બધું ફૂટયું કંઈથી ? તે આ ગમે ખરા વિચારો.
દાદાશ્રી : ફૂટે તેનો વાંધો નહીં, પણ એ તો તને ગમે છે ? પ્રશ્નકર્તા : એ કો'કને તો ગમતા હશે ને અંદરથી ? દાદાશ્રી : ઓહો, તારે કો'કની જોડે લેવાદેવા છે ?! પ્રશ્નકર્તા : એ જેને ગમે, એને ય કાઢવો જ પડશે ને !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : એને વઢવાનું. ‘અહીં શી રીતે ધમાલ માંડી છે અમારે ઘેર ? અમારા પવિત્ર ઘરમાં, હોમમાં ?”
પ્રશ્નકર્તા : ત્યારે એની દવા શું ? દાદાશ્રી : તારે દવા કરીને કામ શું છે ?
પ્રશ્નકર્તા : પણ આ તો બહુ મોટો રોગ છે. આ તો પછી પાછું એ માટલીમાં બિલાડી પછી મોટું ઘાલે ને, એ લઈને ફરવું પડે પછી પેલું.
દાદાશ્રી : એ તો છૂટકો જ નહીં ને ! પછી તો કોણ કાઢી આપે ? ચલી ગઈ આ આખી જીંદગી ! આવી ફસાયા ભઈ, આવી ફસાયા. દુ:ખ ગમતું હોય તો, પછી એનો ઉપાય જ નહીં ને !
પ્રશ્નકર્તા : દુઃખ નથી ગમતું. પણ પેલો વિષયનો ઈન્ટરેસ્ટ ગમે છે, એ દુઃખ ક્યાં છે?
દાદાશ્રી : નહીં, એ એનું ફળ જ દુઃખ આવે ને ! જેનું ફળ દુઃખ આવે, એ વસ્તુ ગમવી ના જોઈએ. એ દુ:ખ જ છે.
પ્રશ્નકર્તા વિચારો આવો આવી ગયા, પછી સહેજે ય ના ગમે કે આ વિચારો કેમ આવ્યા આવાં ?
દાદાશ્રી : એ તો માટલીમાં મોટું ઘાલ્યા પછી ને ? ફસાયા પછી આવવાના વિચારો ! અરે, એક ફેરો વિચારોને ઉખેડીને-કાઢી નાખીને, આ બધા ય લોકો પસ્યા જ છે ને,’ કહીએ.
પ્રશ્નકર્તા : પૈણવાના વિચાર આવતા હોય તો સારું, એક ફેરો પૈણી નાખીએ. આ તો વિષયના વિચાર આવે છે. આમાં જોખમદારી કેટલી પણ !! પછી એવો વિચાર આવે કે દાદા તો કહે છે કે આવું ચલાવી નહીં લે, તો શું થશે મારું ? - દાદાશ્રી : શું થવાનું છે ? આ નર્મદાનો ગોલ્ડન બ્રીજ પડી ગયો કંઈ ? ગોલ્ડન બ્રીજ બાંધનારા જતાં રહ્યાં, બધા ય જતાં રહ્યાં ! થવાનું છે શું? પડી જવાનું છે ? આપણી તૈયારી જોઈએ.