________________
આ અક્રમ વિજ્ઞાન પણેલાંઓને ય મોક્ષે લઈ જાય તેવું છે !
જેને પહેલેથી જ બ્રહ્મચર્ય પાળવાની ભાવના હોય તેણે દાદા પાસે શક્તિ માંગવી, ‘હે દાદા ભગવાન મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો.' વિષયનો વિચાર આવતાં જ તત્ક્ષણે જ ઉખેડીને ફેંકી દેવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ માંડવી નહીં. દ્રષ્ટિ ખેંચાય કે તરત જ ખસેડી લેવી અને પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ કરી લેવું. વિષય જોઈએ જ નહીં એવો નિશ્ચય નિરંતર રહેવો જોઈએ અને પ્રખર આત્મસ્થ જ્ઞાની પુરુષની નિશ્રામાં રહીને એમાંથી છૂટી જવાય !
હરૈયા ઢોરની જેમ જીવવું તેના કરતાં એક ખીલે બંધાવું સારું. દ્રષ્ટિ ઠેર ઠેર ના બગડવી જોઈએ. સ્ત્રી એ પુરુષનું સંડાસ છે કે પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે. સંડાસમાં શું મોહ રાખવાનો હોય ? બ્રહ્મચર્યનો નિશ્ચય કરતાં કરતાં જાતને ખૂબ ચકાસી જોવી પડે. તાવવી પડે. જો ના પહોંચી વળાય એવું હોય તો પૈણી જવું ઉત્તમ, પણ પછી ય કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ.
બ્રહ્મચર્ય આત્મસુખ માટે કેવી રીતે મદદ કરે ? બહુ મદદ કરે. અબ્રહ્મચર્યથી તો દેહબળ, મનોબળ, બુદ્ધિબળ, અહંકારબળ બધું ય ખલાસ થઈ જાય ! જ્યારે બ્રહ્મચર્યથી આખું અંતઃકરણ સુદ્રઢ થઈ જાય !
બ્રહ્મચર્ય પળાય તો ઉત્તમ ને ના પળાય તો અબ્રહ્મચર્ય એ ખોટું છે, એવું જાણે તો ય બહુ થઈ ગયું.
બ્રહ્મચર્ય મહાવ્રત વત્યું તેને કહેવાય. વિષય જેને યાદે ય નથી આવતો, બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી રહ્યો તેને વ્રત વત્યું કહેવાય.
બાકી આત્મા તો સદા બ્રહ્મચર્યવાળો જ છે. આત્માએ વિષય ક્યારે ય ભોગવ્યો નથી. આત્મા સૂક્ષ્મતમ છે અને વિષય ચૂળ છે. માટે સ્થળને સૂક્ષ્મ ભોગવી જ ના શકે !
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “આ જ્ઞાન પછી વિષયનો ક્યારે મને વિચારે ય નથી આવ્યો !' ત્યારે જ આવું વિષય રોગને ઉખેડીને
ખલાસ કરી નાખે એવી વાણી નીકળી છે !
૨. વિકારોથી વિમુક્તિતી વાટ... અક્રમ માર્ગમાં વિકારી પદ જ નથી. પોલીસવાળો જેમ પકડીને કરાવે એના જેવું હોય. સ્વતંત્ર મરજીથી ના હોય. વિષય છે ત્યાં ધર્મ નથી. નિર્વિકાર હોય ત્યાં જ ધર્મ છે ! કોઈ ધર્મ વિકારનો સ્વીકાર કર્યો નથી. હાં, કોઈક વામમાર્ગી હોય.
બ્રહ્મચર્ય એ તો ગતભવની ભાવનાના પરિણામરૂપે કો'ક મહા મહા પુણ્યશાળી મહાત્માને પ્રાપ્ત થાય. બાકી સામાન્યપણે તો અબ્રહ્મચર્ય જ ઠેર ઠેર જોવા મળે ! જેને ભૌતિક સુખોની વાંછના છે, તેણે તો પરણવું જ જોઈએ અને જેને ભૌતિક નહીં પણ સનાતન સુખ જ જોઈએ તેણે પૈણવું નહીં. તેણે બ્રહ્મચર્ય મન-વચન-કાયાથી પાળવું જોઈએ.
ભગવાન મેળવવા વિકારમુક્ત થવું પડે ને વિકારમુક્ત થવા શું સંસારમુક્ત થવું પડે ? ના. મન તો જંગલમાં જાય તો ય જોડે ને જોડે જ જવાનું ! એ કંઈ છોડવાનું છે ? જો જ્ઞાની પુરુષ મળી જાય તો નિર્વિકાર હેજે રહેવાય.
તૃષ્ણા એનું નામ કે ભોગવ્ય તો વધતી જ જાય ને ના ભોગવે તો મટી જાય ! તેથી બ્રહ્મચર્યની શોધખોળ થઈ છે ને વિકારથી મુક્ત થવા !
વિષયી કોણ ? ઈન્દ્રિયો કે અંતઃકરણ ? પાડો કોણ ને પખાલી કોણ ? સામાન્ય પણે ઈન્દ્રિયોનો દોષ ગણાય ! ખસી કરવાથી કંઈ વિષય છૂટે ? ‘તારી દાનત કેવી છે વિષયમાં ?” ચોર દાનતથી જ વિષય ટક્યો છે ! જ્ઞાનથી બધું જતુ રહે ! વિષયનો વિચાર સરખો ય ન રહે !
મનનો સ્વભાવ કેવો ? વરસ, બે વરસ કોઈ વસ્તુથી વેગળા રહ્યા કે એ વસ્તુ વિસરાઈ જાય, કાયમને માટે !
વામમાર્ગી શું શીખવાડે કે જે વસ્તુ ધરાઈને ભોગવી લો તો જ તેનાથી છૂટાય ! વિષયની બાબતમાં ઉલ્લું વધારે સળગતું જાય. દારૂની બાબતમાં ધરાવો થઈને છૂટાય ?
16