________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : એ ફરે, એને આપણે પાછું ફરી ફેરવવું. એ ફરે ને આપણે ફરી ફેરવવું. પણ કાળ કે બધું જ છે, તે આપણને નહીં પહોંચી વળે. કારણ કે આપણે પુરુષ જાતિ છીએ. બીજી બધી જાતિઓ જુદી છે. એટલે આ આપણને પુરુષ જાતિને નહીં પહોંચી શકે.
૧૦૪
પ્રશ્નકર્તા : પણ આપણે આમ ફેરવ ફેરવ કરીએ, એના કરતાં એક્ઝેક્ટ સમજી લઈએ તો ફરે જ નહીં ને, નિશ્ચય.
દાદાશ્રી : ના. સમજી લેવું, તેની તો વાત જ જુદી. સમજ્યા વગરનું કશું કરવાનું હોય જ નહીં ને ? પણ એટલી બધી સમજણ પડવી મુશ્કેલ છે, એના કરતાં નિશ્ચય લઈને ચાલવું.
પ્રશ્નકર્તા : આપે એવું કીધેલું છે કે આ અબ્રહ્મચર્ય એ સમજથી જ ઊડે એવું છે, બીજી કોઈ વસ્તુથી ઊડે એવું છે નહીં.
દાદાશ્રી : સમજથી હોય તો એ વિચારતાં જ ચિતરી ચડે એવું છે. પણ નથી ચિતરી ચડતી ને કેમ રાગ થાય છે, ભાવ થાય છે, એ બાજુનો ? કારણ કે હજુ સમજ્યો નથી બરાબર.
પ્રશ્નકર્તા : એટલે એ સમજ નથી એટલે એનો નિશ્ચય પણ એટલો બરાબર નથી.
દાદાશ્રી : હા, પણ સમજણ આવવી એ જરા વાર લાગે એવી છે. સમજવા ઉતરે તો ઉતરે એવું છે, સમજાય એવું છે. સમજમાં આવે ત્યારે તો નિશ્ચય-બિશ્ચય કશું કરવાનું રહ્યું નહીં.
કેમ ગાડીઓતે તથી અથડાતો ?
વિષયનો સ્વભાવ શું છે ? જેટલો સ્ટ્રોંગ એટલા વિષય ઓછાં. એમાં જેટલો નબળો એટલા વિષય વધ્યા. જે સાવ નબળો હોય, તેને બહુ વિષય હોય. એટલે નબળાને ફરી ઊંચો જ ના આવવા દે એટલા બધા વિષય વળગ્યા હોય અને જબરાને અડે જ નહીં.
પ્રશ્નકર્તા : એ નબળાઈ શેનાં આધારે ટકી રહી છે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૦૫
દાદાશ્રી : પોતાની મહીં એમાં પ્રતિજ્ઞા ના હોય, પોતાની કોઈ દહાડો ય સ્થિરતા ના હોય એટલે એ લપસતો જાય. લપસતો, લપસતો ખલાસ થઈ જાય. બ્રહ્મચર્ય તૂટે તો ઝેર ખાઈને માવજત કરજે, કહે છે, પણ બ્રહ્મચર્ય તોડીશ નહીં, એ ક્રમિક જ્ઞાનમાં આવે.
પ્રશ્નકર્તા : ધ્યેય ઉપર પહોંચવું હોય તો અક્રમ માર્ગમાં પણ નિશ્ચય તો આવો જ રાખવો પડે ને ?
દાદાશ્રી : નિશ્ચય મજબૂત રાખવાનો, જબરજસ્ત નિશ્ચય મજબૂત જોઈએ.
તારું કંઈ રાગે પડશે, લખીને આપવાનો છું ? એમ ! તો સ્ટ્રોંગ રહો. કેમ આટલી બધી ગાડીઓમાં અથડાતો નથી ? સામો અથડાવા ફરે તો ય નહીં અથડાવું એવો નિશ્ચય કર્યો છે ને તો કેવો નીકળી જાય છે ને, અથડાતો નહીં ને ?
પ્રશ્નકર્તા : ના....
દાદાશ્રી : આટલાં સારુ રહી જાય છે ને ! અથડામણ ચાર આંગળ માટે રહી જાય છે ને ? રસ્તામાં ગાડી-બાડીઓને બધાને !
પ્રશ્નકર્તા : એ તો આમ થવાની હોય, તો પોતે ઝડપથી ખસી જાય. ગાડી અથડાઈ પડવાની હોયને, તો પોતે ઝડપથી ખસી જાય. દાદાશ્રી : એટલે આ બધું આમ તમારો નિશ્ચય હોયને તો કશું ય
થાય નહીં.
દાતત ચોર, ત્યાં તહીં નિશ્ચય....
પ્રશ્નકર્તા : દાનત ચોર હોવી એ નિશ્ચયની કચાશ કહેવાય ? દાદાશ્રી : કચાશ ના કહેવાય, આ નિશ્ચય જ નહીં. કચાશ તો નીકળી જાય બધી, પણ એ તો નિશ્ચય જ નથી.
પ્રશ્નકર્તા : પણ આમ દાનત થોડીક થોડીક ચોર હોય કે આખી