________________
૧%
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નિશ્ચય માંગે સિન્સીયારિટી ! અત્યારે તો ઉંમર નાની ને, તે મોહનીય પરિણામ હજુ આવ્યો નથી. પેલા કર્મના ઉદય એ તો આવેલાં જ નહીં ને ? એટલે અત્યારથી આપણે આ ગોઠવી રાખેલું હોય તો કશી ભાંજગડ ના આવે. આ જ્ઞાન, આ નિશ્ચય બધું આપણે એવું ગોઠવી રાખીએ કે આ મોહનીય પરિણામમાં ય આપણને ડગાવે નહીં. આ કાળની બહુ વિચિત્રતા છે કે આ કાળના લોકો બધા મહા મોહનીયવાળા છે. માટે તેમને મોઢે ‘કેમ છો ?” બોલવું. પણ એમની જોડે આંખ પણ ના માંડવી, આંખ મીલાવીને વાતચીત પણ ના કરવી. આ કાળની વિચિત્રતા છે, તેથી કહીએ છીએ. કારણ કે આ એક જ વિષયરસ એવો છે કે સર્વસ્વ ખોવડાવી નાખે તેમ છે. અબ્રહ્મચર્ય એકલું જ મહા મુશ્કેલીવાળું છે, નહીં તો સવારના પહોરમાં નક્કી કરી નાખવું કે આ જગતની કોઈ પણ ચીજ મને ખપતી નથી, પછી તેને સિન્સીયર રહેવું. મહીં તો બહુ લબાડો છે કે જે સિન્સીયર ના રહેવા દે, પણ જો એને સિન્સીયર રહે તો પછી એને કોઈ ચીજ નડતી નથી.
જેટલો તું સિન્સીયર એટલી તારી જાગૃતિ. આ તને સૂત્રરૂપે અમે આપીએ છીએ ને નાનો છોકરો ય સમજે એવું ફોડવાર પણ આપીએ છીએ. પણ જે જેટલો સિન્સીયર, એની એટલી જાગૃતિ. આ તો સાયન્સ છે. જેટલી આમાં સિન્સીયારિટી એટલું જ પોતાનું થાય અને આ સિન્સીયારિટી તો ઠેઠ મોક્ષ ભણી લઈ જાય. સિન્સીયારિટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. જે થોડો થોડો સિન્સીયર હોય અને જો એ સિન્સીયારિટીના પથ પર ચાલ્યો, એ રોડ ઉપર ચાલ્યો, તો એ મોરલ થઈ જાય. સંપૂર્ણ મોરલ થઈ ગયો, એટલે પરમાત્મા પ્રાપ્ત થવાની તૈયારી થઈ ગઈ, એટલે પહેલા સિન્સીયારિટી જોઈએ. મોરાલિટી તો પછી આવે.
એક વખત તું સિન્સીયર થા. જેટલી વસ્તુને તું સિન્સીયર, એટલી એ વસ્તુ જીત્યા અને જેટલી વસ્તુને અનસિન્સીયર, એટલી જીત્યા નથી. એટલે બધે સિન્સીયર થાઓ તો તમે જીતી જશો ! આ જગત જીતવાનું છે. જગત જીતશો તો મોક્ષે જવાશે. જગત જીત્યા સિવાય કોઈ મોક્ષે જવા દેશે નહીં.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૦૧ રીજ પોઈન્ટ' પહેલાં જોખમો જો ! પ્રશ્નકર્તા : તે દિવસે આપ કંઈ કહેતા હતા કે જવાનીમાં ય ‘રીજ પોઈન્ટ’ હોય છે, તો એ “રીજ પોઈન્ટ' શું છે ?
દાદાશ્રી : “રીજ પોઈન્ટ' એટલે આ છાપરું હોય છે, તે એમાં ‘રીજ પોઈન્ટ’ ક્યાં આગળ આવ્યું ? ટોચ ઉપર.
દરેક વસ્તુનું ઉદયાસ્ત હોય છે, ઉદય ને અસ્ત. કર્મોનો ય ને બધાનો ય, ઉદય ને અસ્ત હોય છે. સૂર્યનારાયણને પણ ઉદય-અસ્ત હોય છે કે નથી હોતો ? એ જ્યારે સેન્ટરમાં હોય છે, તેના કરતાં ઉદય થાય ત્યારે નીચે હોય અને અસ્ત થાય ત્યારે પણ નીચે હોય અને વચ્ચે જ્યારે બહુ ટોપ ઉપર જાય ત્યારે એ “રીજ પોઈન્ટ' કહેવાય. એવી રીતે દરેક કર્મ ‘રીજ પોઈન્ટ” ઉપર પહોંચે ને પછી ઊતરી જાય. તેમ યુવાનીનો ઉદય અને યુવાનીનો અસ્ત હોય છે. યુવાની જ્યારે ‘રીજ પોઈન્ટ' ઉપર જાય એ વખતે જ બધું પાડી નાખે. એમાંથી એ ‘પાસ’ થઈ ગયો, પસાર થઈ ગયો તો જીત્યો. અમે તો બધું ય સાચવી લઈએ, પણ એનું જો પોતાનું મન ફેરફાર થાય તો પછી ઉપાય નથી. એટલા માટે અમે એને અત્યારે ઉદય થતાં પહેલાં શીખવાડીએ કે ભઈ, નીચું જોઈને ચાલજો. સ્ત્રીને જોશો નહીં, બીજું બધું ભજિયાં-જલેબી જો જો. આ તમારે માટે ગેરેન્ટી ના અપાય. કારણ કે યુવાની છે. યુવાની ‘રીજ પોઈન્ટ” પર ચઢે ત્યારે પછી શાં પરિણામ આવે, એ શું કહેવાય ? જો કે અમારા પ્રોટેકશનમાં કશું બગડે નહીં, પણ સેંકડે પાંચ ટકા બગડી ય જાય. એવા નીકળે કે ના નીકળે ?
પ્રશ્નકર્તા : એટલે અમે અમારું ‘રીજ પોઈન્ટ’ ક્રોસ કરી જઈએ, ત્યાં સુધી એકદમ જાગૃતિ રાખવાની ?
દાદાશ્રી : “રીજ પોઈન્ટ’ થતાં થતાં તો બહુ ટાઈમ લાગે. ‘રીજ પોઈન્ટ’ આવે તો તો બહુ થઈ ગયું ! તો ય પણ આનો ભય તો ઠેઠ સુધી રાખવા જેવો છે. પછી એની મેળે સેફસાઈડ થયેલી આપણને માલમ પડશે.
પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભને ત્રણ વર્ષ ખોરાક ના મળે તો તે ભૂગર્ભમાં જતાં રહે, એવું આ વિષયોમાં ખરું કે નહીં ?