________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જાગૃતિ ઉત્પન્ન થાય છે. નહીં તો જાગૃતિનો બીજો ઉપાય જ નથી. આ બહારના લોકો બ્રહ્મચર્ય પાળે જ છે ને ?! પણ એમાં જાગૃતિ નથી હોતી.
- બ્રહ્મચર્ય આ જાગૃતિના આધારે છે ને ? જાગૃતિ ‘ડિમ” થવાથી જ આ મોહ ઉત્પન્ન થાય છે ને ! નહીં તો આમાં હાડ, પરું ને માંસ નથી ભરેલું ?
પ્રશ્નકર્તા : એટલે આ વિષયની બાબતમાં કપડાને લીધે મોહ ઉત્પન્ન થાય છે ને ? આમ આ દ્રષ્ટિ પડે, તે પહેલાં કપડાં પર પડે છે, એટલે ત્યાંથી મોહ ઉત્પન્ન થાય છેને ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જ આરપાર ચોખ્ખું દેખાય ?
દાદાશ્રી : આ જ શોર્ટકટ ! મોટામાં મોટો શોર્ટકટ જ આ ને ! આ શ્રી વિઝનથી અભ્યાસ કરતો કરતો આગળ જાય એટલે “જેમ છે તેમ' એને દેખાય, પછી વિષય છૂટી જાય. શ્રી વિઝન સિવાયનો રસ્તો ઊંધે રસ્તે ચાલવાનો શોર્ટ રસ્તો કહેવાય, નહીં તો પૈણવું હોય તો કોણે ના પાડી છે ? નિરાંતે પૈણો ને ! કોણે બાંધ્યા છે તમને ?!
અમને આરપાર બધું દેખાય. આ જ્ઞાન એવું છે કે જ્યારે ત્યારે તમને આવી દ્રષ્ટિ કરાવશે. કારણ કે જ્ઞાનના આપનારાની દ્રષ્ટિ આવી છે, મારી આવી દ્રષ્ટિ છે. એટલે જ્ઞાનના આપનારાની જેવી દ્રષ્ટિ હોય તેવી દ્રષ્ટિ થાય. જેને આરપાર દેખાયા કરે, તેને કેમનો મોહ થાય છે ?
ખરું બ્રહ્મચર્ય, જાગૃતિપૂર્વકનું ! પ્રશ્નકર્તા : સ્ત્રી-પુરુષનો ભેદ ભૂલવો પડશે ને ?
દાદાશ્રી : ભેદ ભૂલવાનો નથી. ભેદ તો આપણને મૂર્છાને લઈને લાગે છે અને એમ ભૂલવાથી એ ભૂલાય એવો છે નહીં. એણે જાગવું પડશે, એવી જાગૃતિ જોઈશે.
આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે “આત્મદ્રષ્ટિ' થયો ને, એટલે હવે જાગૃતિ વધશે ને તેમ તેમ એ ય આરપાર જોતો થશે. આરપાર જોતો થયો કે એની મેળે જ વૈરાગ આવે. જોયું એટલે વૈરાગ આવે જ છે અને તો જ વીતરાગ થઈ શકાય, નહીં તો વીતરાગ થઈ શકાતું હશે ? અને ખરેખર એક્ઝક્ટ એમ જ છે.
“ફૂલ’ જાગૃતિ થાય, ત્યારે એ જાગૃતિ જ કેવળજ્ઞાનમાં પરિણામ પામે છે.
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવું છે એવો નિશ્ચય થાય છે ને, ત્યારથી જ જાગૃતિ વધી જાય છે.
દાદાશ્રી : ના, જાગૃતિ એ તો, આપણે “જ્ઞાન” આપીએ છીએ ત્યારે
દાદાશ્રી : મૂળ તો પોતે વિષયી છે, તેથી કપડાં વધારે મોહ કરે છે. પોતે વિષયી ના હોય તો કપડું કશું મોહ ના કરે. આ અહીં સારાં સારાં કપડાં પાથરીએ તો મોહ ઊભો થાય ? એટલે પોતાને વિષયની મઝા-આનંદ છે, એની ઈચ્છા છે, તેથી પેલો મોહ ઉત્પન્ન થાય છે. વિષયની ઈચ્છા વગરના માણસોને શી રીતે મોહ ઉત્પન્ન થાય ? આ મોહ કોણ ઊભો કરે છે ? પાછલાં પરિણામ મોહ ઊભા કરે છે. તે એને આપણે ધોઈ નાખીએ. બાકી કપડાં બિચારા શું કરે ? પહેલાંનું બીજ નાખેલું છે, તેનું આ પરિણામ આવ્યું. પણ એ બધા ઉપર મોહ ના થાય. હિસાબ હોય ત્યાં જ મોહ થાય. બીજે મોહનાં નવાં બીજ પડે ખરાં, પણ મોહ ના થાય. આ તો કપડાંને લીધે મોહ ઉત્પન્ન થાય છે, નહીં તો કપડા કાઢી નાખે તો ઘણો ખરો મોહ ઓછો થઈ જાય. ફક્ત આપણી ઊંચી નાતોમાં જ મોહ ઓછો થઈ જાય. આ તો બિચારાના કપડાને લીધે ભ્રાંતિ રહે છે અને કપડાં વગરનું જુએ તો એમ ને એમ વૈરાગ આવી જાય. તેથી આ દિગંબરીઓની શોધખોળ છે ને?!
ઉપયોગ જાગૃતિથી, ટળે મોહ પરિણામ ! શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, ‘દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય.” શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો અને પાછા સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને ‘દેખત ભૂલી” કહેવાય. મેં તો તમને એવું જ્ઞાન આપ્યું છે કે હવે તમને ‘દેખત ભૂલી’ ય રહી નહીં,