________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૬૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : આ અક્રમ વિજ્ઞાનમાં પણ એવું જ હોય ?
દાદાશ્રી : જ્ઞાન ને ધ્યાન ટળી જાય. વિચાર આવે તો જ્ઞાન ને ધ્યાન એકલું જ નહીં પણ આત્મા જ જતો રહે. ક્રમિકમાં તો જ્ઞાન, ધ્યાન જતું રહે ને અક્રમમાં તો આત્મા આપેલો છે, તે જતો રહે. એટલે અંકુર સુધી કરાય નહીં.
લીંક ચાલુ, તેનું જોખમ આમાં છે કશું નહીં. જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો સમજાય કે વિષયમાં છે કશું ય નહીં.
પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી અમે આ અવતારમાં જ વિષય બીજથી એકદમ નિગ્રંથ થઈ શકીએ ?
દાદાશ્રી : બધું જ થઈ શકે. આવતા ભવ માટે બીજ ના પડે. આ જૂનાં બીજ હોય એ તમે ધોઈ નાખો, નવાં બીજ પડે નહીં.
પ્રશ્નકર્તા: એટલે આવતા અવતારમાં વિષય માટે એકે ય વિચાર નહીં આવે ?
દાદાશ્રી : નહીં આવે. થોડું ઘણું કાચું રહી ગયું હોય તો પહેલાના એટલા થોડા વિચાર આવે પણ તે વિચાર બહુ અડે નહીં. જ્યાં હિસાબ નહીં, તેનું જોખમ નહીં. એ તો લીંક ચાલુ હોય તેનું જોખમ આવે. અમથા અમથા તો માણસને એની મા જોડેનો ય વિષયનો વિચાર આવે. પણ તે લીંક નહીં એટલે ઊડી જાય પછી.
વિષયનું સહેજ ધ્યાન કરે કે જ્ઞાન ભ્રષ્ટ થઈ જાય. ‘હતો ભ્રષ્ટ, તતો ભ્રષ્ટ’ થઈ જાય. જલેબીનું ધ્યાન કરે તો એવું ના થાય, આ યોનિ વિષયનું ધ્યાન કરે તો તેવું થઈ જાય.
હાર જીત, વિષયતી કે પોતાની ? અમે તો કેટલાંય અવતારથી ભાવ કરેલા. તે અમને તો વિષય માટે
બહુ જ ચીઢ, તે એમ કરતાં કરતાં છુટી ગયા. વિષય અમને મૂળથી જ ના ગમે. પણ શું કરવું ? કેમ છૂટવું ? પણ અમારી દ્રષ્ટિ બહુ ઊંડી, બહુ વિચારશીલ, આમ ગમે તેવાં કપડાં પહેરેલાં હોય તો ય બધું આરપાર દેખાય નયું, એમનું એમ દ્રષ્ટિથી ચોગરદમનું બહુ દેખાય. એટલે રાગ ના થાય ને ? અમને બીજું શું થયું કે આત્મસુખ પ્રાપ્ત થયું. જલેબી ખાઈએ, ત્યાર પછી ચા મોળી લાગે. એમ આત્માનું સુખ જેને પ્રાપ્ત થઈ ગયું, તેને વિષયસુખ બધા મોળાં લાગે, તને મોળું નથી લાગતું? પહેલાં જે લાગતું હતું, એવું હવે ના લાગે ને ?
પ્રશ્નકર્તા : મોળું લાગે તો ખરું, પણ પાછો મોહ ઉત્પન્ન થઈ જાય.
દાદાશ્રી : મોહ તો ઉત્પન્ન થઈ જાય. એ તો કર્મના ઉદય હોય. કર્મ બંધાયેલાં છે, તે મોહ ઉત્પન્ન કરાવે. પણ તમને આમ લાગે ખરું કે ખરું સુખ તો આત્મામાં છે ?
પ્રશ્નકર્તા : હા, એ બરાબર લાગે. આ વિષયમાં સુખ નથી, એ તો પાકું સમજાઈ ગયું છે.
દાદાશ્રી : બીજી કોઈ સ્ત્રીને જોઉં, તો તને વિચાર નથી થતો ને ? પ્રશ્નકર્તા : થાય કોઈ વાર. દાદાશ્રી : એવું થાય એટલે કે હજુ કચાશ છે. પ્રશ્નકર્તા : ખાલી આમ સાધારણ મોહ જ થાય, બીજું કંઈ નહીં.
દાદાશ્રી : મોહ તો પછી ઢસડી જ જાય ને ! આ વિષયની બાબત તો જીતવી બહુ અઘરી વસ્તુ છે. આ આપણા જ્ઞાનથી જીતી શકે એમ છે. આ જ્ઞાન કાયમ સુખદાયી છે ને તો જીતાય.
એ સેવતથી પાત્રતા ! પછી કૃપાળુદેવ તો શું કહે છે કે, પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિ માન.'
- શ્રીમદ્ રાજચંદ્ર