________________
પર
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ભવનો જે બગાડ થયેલો હોય, તે ચૂકવી નાખો.
એક ચેતવા જેવું તો વિષય બાબતમાં છે. એક વિષયને જીતે તો બહુ થઈ ગયું. એનો વિચાર આવતાં પહેલાં જ ઉખેડી નાખવું પડે. મહીં વિચાર ઊગ્યો કે તરત જ ઉખેડી નાખવું પડે. બીજું, આમ દ્રષ્ટિ મળી કો’કની જોડે, તો તરત ખસેડી નાખવી પડે, નહીં તો એ છોડવો આવડો અમથો થાય કે તરત એમાંથી પાછાં બીજ પડે. એટલે એ છોડવો તો ઊગતાં જ કાઢી નાખવો પડે. આપણને ખબર પડે કે આ ગુલાબનો છોડ ન હોય; આ બીજો છે. એટલે તરત ઉખેડીને ફેંકી દેવું.
જે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરે, માટે ત્યાંથી ભાગવું. લપસવાની જગ્યા હોય ત્યાંથી ભાગવું, તો લપસી ના પડાય. સત્સંગમાં તો બીજી ‘ફાઈલો’ ભેગી નહીં થવાની ને ? એક જાતના વિચારવાળા બધા ભેગા થાય ને?!.
બે પાંદડે જ તિંદી નાખવું ! મનમાં વિષયનો વિચાર આવ્યો કે તરત તેને ઉખેડી નાખવો જોઈએ અને કંઈક આકર્ષણ થયું કે એનું તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. આ બે શબ્દ પકડે તેને બ્રહ્મચર્ય કાયમ રહે. આપણને એમ લાગે કે આ વિષય-વિકારનું આકર્ષણ થયું કે તરત પ્રતિક્રમણ કરવું જોઈએ અને કોઈ વિષય-વિકારનો મહીંથી વિચાર ઊગ્યો તો એ છોડવો તરત જ ઉખેડીને બહાર ફેંકી દેવો. બસ, આ બે કરે, એને પછી વાંધો ના આવે.
પ્રશ્નકર્તા : પણ જાગૃતિ અને આ બે એકી સાથે રહે ? દાદાશ્રી : ના, જાગૃતિ હોય તો જ આ થાય, નહીં તો થાય નહીં
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એવી રીતે ફેંકી દેજો. એવું આ મિશ્રચેતનના વિચાર આવે તો ઉગવા જ ના દેશો. એને તો નિંદી જ નાખજો, તો એક દહાડો આનાથી ઉકેલ આવશે. નહીં તો એક જો ઉગ્યું તો કેટલાંય અવતાર બગાડી નાખે. ભગવાને વિષયના છોડવાને જ નિંદી નાખવાનું કહ્યું છે. બીજા છોડવા તો છો ને ઊગે, એ જોખમી નથી. પણ મિશ્રચેતન જોખમી છે. અનાદિકાળનો અભ્યાસ એટલે મન પાછું આનું આ જ ચિંતવન કરે. ત્યારે પાછો વિષયનો છોડવો ઊગે. આ મગને પાણી નાખે તો ઊગે, તે નીચે મૂળિયું નાખે. એટલે ત્યાંથી આપણે જાણીએ કે આ તો છોડવો થશે. એટલે આવું આમાં વિચાર આવ્યો એટલે ત્યાંથી જ એને ઉખેડીને ફેંકી દેવો. આ વિષય એકલો જ એવો છે કે આવડો સહેજ છોડવો મોટો થયા પછી જતો નથી. એટલે એને મૂળમાંથી જ ઉખેડીને ખેંચી કાઢવું.
હવે જો આવી જાગૃતિ રહે તો માણસ આરપાર જઈ શકે, નહીં તો આ તો બેભાનપણું છે. આ તો ચાદરે વીટેલું માંસ છે. આખી દુનિયાનો બધો કચરો આ શરીરમાં છે, છતાં ય આ ચાદરને લીધે કેવો મોહ થાય છે ! એ મોહ શાથી ઉત્પન્ન થાય છે ? અજાગૃતિથી ! પછી પાછળથી પસ્તાવું ય પડે છે ને ? પસ્તાવો એટલે શું ? પશ્ચાતાપ. પશ્ચાતાપ એટલે મહીં ડંખ્યા કરે. એના કરતાં જાગૃતિ હોય તો કેવું સરસ ! જાગૃતિ જો ના રહેતી હોય તો પછી શાદી કર. આપણને તેનો વાંધો નથી. શાદી એટલે નિકાલી બાબત. નહીં તો જાગૃતિ રાખવી પડે. અત્યાર સુધી નરી અજાગૃતિ જ હતી. આ તો તેમાંથી આ જાગૃતિ કરવાની બાકી રહી. એકસો ને આઠ દીવા હોય, તે બાર દીવા તો સળગાવ્યા. પછી તેરમો, ચૌદમો એમ સળગાબે જવાના.
પ્રશ્નકર્તા જાગૃતિપૂર્વક ભાનમાં હોવા છતાં ખેંચાઈ ગયા, આપણું ત્યાં આગળ કશું ચાલ્યું નહીં, તો શું કરવું ? એનો કેટલો દોષ બેસે ?
દાદાશ્રી : દોષ તો ખરો જ ને ! વૈદે કહ્યું હોય કે મરચું ના ખાશો ને આપણે મરચું ખઈએ, તો શું થાય ? પણ એવાં તો કંઈ બહુ ફૂલિશ નીકળે નહીં, થોડાંક જ નીકળે અને એણે મરચું ખાધું, તે પછી એનો રોગ વધે.
પ્રશ્નકર્તા : પણ હવે એણે કરવું શું ? ઉપાય તો હોવો જોઈએને ?
ને !
આ છોડવો ઉગતો હોય તો, ત્યાંથી જ સમજી જવું કે આ છોડવો કંચનો છે. એટલે એને ઉગતાંની સાથે જ ઉખેડીને ફેંકી દેવું. નહીં તો ચોંટશે, તો એ કૂંચથી આખા શરીરે લ્હાય બળશે. માટે ફરી ઊગે નહીં