________________
૨૨
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય દાદા ભગવાન ! મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો !' અને પેલો વિષયનો વિચાર ઉત્પન્ન થતાં જ કાઢી નાખવો. નહીં તો એનું બીજ પડે. એ બીજ બે દહાડા થાય તો તો મારી જ નાખે પછી. ફરી ઊગે, એટલે વિચાર ઊગતાં જ ઉખાડીને ફેંકી દેવો અને કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ ના માંડવી. દ્રષ્ટિ ખેંચાય તો ખસેડી લેવી ને દાદાને યાદ કરી માફી માંગવી. આ વિષય આરાધવા જેવો જ નથી એવો ભાવ નિરંતર રહે એટલે પછી ખેતર ચોખ્ખું થઈ જાય. અને અત્યારે ય અમારી નિશ્રામાં રહે તો એનું બધું પૂરું થઈ જાય.
પ્રશ્નકર્તા : હા, બરાબર.
દાદાશ્રી : એના ભવે ય બધા ઓગળી જાય, કેટલાંય ભવના ઊભા થયેલાં લફરાં ય ઓગળી જાય.
હરૈયા વિચાર એ તો પાશવતા કહેવાય. જુએ ત્યાં વિચાર આવે, એ હરેયા ઢોર જેવું કહેવાય. એના કરતાં આપણે એક ખીલે બાંધી દેવું સારું. સ્ત્રી એ પુરુષનું સંડાસ છે અને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે. તે સંડાસ જાઓ છો ત્યારે જાજરૂમાં બેસી રહેવાનું મન થાય છે ? તેવું આ ય સંડાસ જ છે. તેમાં શું મોહ રાખવાનો હોય ?! વિષય વિષયને ભોગવે છે, એ તો પરમાણુનો હિસાબ છે.
જેને બ્રહ્મચર્ય જ પાળવું છે, એણે તો સંયમને બહુ રીતે ચકાસી જોવો, તાવી જોવો, ને જો લપસી પડાય તેવું લાગે તો પૈણવું સારું. છતાં પણ તે કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ. પૈણનારીને કહી દેવું પડે કે મારે આવું કંટ્રોલપૂર્વકનું છે.
જ્ઞાત કોને વધુ રહે, બેમાંથી ? પ્રશ્નકર્તા : પૈણેલાં હોય, એ લોકોને જ્ઞાન મોડું આવે ને ? અને બ્રહ્મચર્ય પાળે છે, એ લોકોને જ્ઞાન વહેલું આવે ને ?
દાદાશ્રી : ના. એવું કશું નથી. પૈણેલાં હોય અને જો બ્રહ્મચર્યવ્રત લે તો આત્માનું કેવું સુખ છે, એ એને પૂરેપૂરું સમજાય. નહીં તો ત્યાં
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય સુધી સુખ વિષયમાંથી આવે છે કે આત્મામાંથી આવે છે એ સમજાતું નથી અને બ્રહ્મચર્યવ્રત હોય તો, એને આત્માનું સુખ મહીં પાર વગરનું વર્ત. મન સારું રહે, શરીર બધું સારું રહે !!
પ્રશ્નકર્તા અને બ્રહ્મચર્યવ્રત પરણ્યા પહેલાં જેણે લીધું હોય, એને કઈ રીતનો અનુભવ થાય ?
- દાદાશ્રી : આને પૂછી જો ને ! બહુ સુખ વર્તે અને તેથી જ બધો બહુ ફેરફાર થઈ ગયો.
પ્રશ્નકર્તા : તો બંનેને જ્ઞાનની અવસ્થા સરખી હોય કે એમાં ફેર હોય ? પૈણેલાની અને બ્રહ્મચર્યવાળાની ?
દાદાશ્રી : એવું છે ને, બ્રહ્મચર્યવ્રતવાળો કોઈ દહાડો ય પડે નહીં. એને ગમે તેવી મુશ્કેલી આવે તો ય પડે નહીં. પછી એને સેફસાઈડ કહેવાય.
શરીરનો રાજા કોણ ? બ્રહ્મચર્ય તો શરીરનો રાજા છે. જેને બ્રહ્મચર્ય હોય તેનું મગજ તો કેવું સુંદર હોય. બ્રહ્મચર્ય એ તો આખો પુદ્ગલનો સાર છે.
પ્રશ્નકર્તા : આ સાર અસાર નથી થતો ને ?
દાદાશ્રી : ના, પણ એ સાર ઊડી જાય, ‘યુઝલેસ’ થઈ જાય ને !! એ સાર હોય, એની વાત તો જુદી ને ? મહાવીર ભગવાનને બેતાળીસ વર્ષ સુધી બ્રહ્મચર્યસાર હતો. આપણે જે ખોરાક લઈએ છીએ, એ બધાનો સારનો સાર એ વીર્ય છે, એ એક્સ્ટ્રકટ છે. હવે એકસ્ટ્રેકટ જો બરોબર સચવાઈ રહે તો આત્મા જલદી પ્રાપ્ત થાય, સાંસારિક દુ:ખો ના આવે, શારીરિક દુઃખો ના આવે, બીજાં કોઈ દુઃખો આવે નહીં.
પ્રશ્નકર્તા : પણ એ શારીરિક છે કે એને આત્માની સાથે પણ સંબંધ
દાદાશ્રી : ના, આત્માની સાથે કોઈ સંબંધ નથી, એ શારીરિક છે.