________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પાડવા જાય ને, તો નરી ઊલટીઓ થાય !!!
આ શરીરની રાખોડી થાય છે અને એ રાખોડીનાં પરમાણુથી ફરી શરીર બંધાય છે. તે અનંત અવતારની રાખોડીનાં આ પરિણામ છે. નર્યો એંઠવાડો છે ! આ તો એંઠવાડાનો એંઠવાડો ને તેનો ય એંઠવાડો !! એની એ જ રાખોડી, એના એ જ પરમાણુ બધા, એનું ફરી ફરી બંધાયા કરે છે !!! વાસણને બીજે દહાડે અજવાળીએ એટલે એ દેખાય ચોખ્ખાં પણ અજવાળ્યા વગર એમાં જ રોજ રોજ ખા ખા કરે તો ગંદવાડો નથી ?
પુદ્ગલના જે ગુણો છે ને, જે સ્થૂળ ગુણો કે જે આંખે દેખાય એવા છે, કાનથી સંભળાય, આમ સ્પર્શથી અનુભવમાં આવે, નાકને સુગંધ આપે, જીભને સ્વાદ આપે એવા છે. પુદ્ગલના ગુણો અને આ પ્રાકૃતિક ગુણો બે ભેગા થયા છે. પ્રાકૃતિક ગુણો એ મિશ્ર ચેતનના છે અને પુદ્ગલના જે ગુણો છે, એ બધું ભેગું થઈને આ લોહી-પરુને આ બધું ઊભું થઈ ગયું ને સંસાર ઊભો થઈ ગયો છે. તેથી આ જગત બધું મૂંઝાયું છે. પોતાની અજ્ઞાનતાને લઈને એને આ બધી અશુચિનું ભાન રહેતું નથી ને ભાન નથી રહેતું એટલે આ સંસાર ઊભો રહ્યો છે.
રાતે જલેબી ખાય છે, તે સવારમાં જલેબીની શી દશા થશે ? એવું ભાન રહે છે લોકોને ? શાથી ભાન નથી રહેતું ? કારણ પુદ્ગલના ગુણમાં જ અનુરાગ છે એને. આ તો પુદ્ગલ છે, આ પૂરણ થયું છે અને પેલું ગલન થાય છે એવું ભાન જ નથી ને ? જ્યારે ગલન થાય છે, સવારના પહોરમાં ત્યારે ચીતરી ચઢે છે ?! અલ્યા, બેઉ પુદ્ગલ જ છે. બેઉ પુદ્ગલના જ ગુણો છે, પણ એને અશ્િચનું ભાન નથી એટલે જલેબી ખાતી વખતે ટેસ્ટથી ભોગવે છે ને ?!
પ્રશ્નકર્તા : આત્મા ને પુદ્ગલનો સંયોગ થાય એટલે દરેકને આમ જ થાય ને ?
દાદાશ્રી : ના, પણ એને ભ્રાંતિ છે ત્યાં સુધી જ. બાકી ‘હું કોણ છું' એનું ભાન નથી રહ્યું એટલે બેભાનપણે આવું ચાલ્યા કરે છે. ભાન થયા પછી પોતે છૂટો પડી ગયો. પછી એને વિષયસુખ મોળાં લાગે. જલેબી
૧૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
ખાધા પછી ચા પીધેલી ? તો મોળી લાગે ને ? પછી આપણે ચામાં ઘણો ટેસ્ટ કરવા જઈએ, પણ ટેસ્ટ ના બેસે. એવું આ જગત અસરવાળું છે !!!
અરે, આમ સરસ દૂધપાક ખાધો હોય, તે ય ઊલટી કરી નાખે તો કેવો દેખાય ? રૂપાળું હાથમાં ઝલાય એવું દેખાય ? હમણાં મહીં રેડ્યું હતું તે જ પાછું નીકળ્યું, તે હાથમાં કેમ ના ઝલાય ? એટલે આ મહીં અશુચિનું સંગ્રહસ્થાન છે. મહીં રેડતાંની સાથે જ અશુિચ થઈ જાય છે. વાડકો ચોખ્ખો હોય, દૂધપાક સારો હોય પણ મહીં રેડીએ, ને એનો એ જ દૂધપાક પછી ઊલટી કરીને આપે કે ફરી પી જાવ, તો ના પી જાય ને કહેશે, જે થવાનું હશે તે થશે, પણ નહીં પીઉં. એટલે આ બધું ભાન રહેતું નથી ને !!!
સાચો કેરીનો ભોગ, વિષય કરતાં !
આ જલેબી નીચે ધૂળમાં પડી હોય. પછી એ આપે કે ખાઈ જાવ તો ખાય કે ના ખાય ? ના. કેમ ? આમ મોઢામાં તો ગળી લાગે છે તો ય ? જોઈને જ ના પાડી દે ને ? આમ રૂપાળી કેરી હોય પણ ખાટી નીકળી તો ? તો ય કહેશે, ના, નથી ખાવી. એટલે આટલું બધું આ લોકો જોઈને ખાય છે. જીભ ના પાડે તો ય ફેંકી દે, આંખ એકલી ના પાડે તો ય ના પાડી દે છે, નાક એકલું ના પાડે તો ય છોડી દે છે. એટલે આમાં પાંચેય ઇન્દ્રિયો ખુશ થાય ત્યારે એ વસ્તુને ખાય છે. પણ આ વિષય એકલો એવો છે કે બધી ઇન્દ્રિયને એ ગમતું જ નથી. છતાં ‘એને’ વિષયમાં મઝા આવે છે, એ ય અજાયબી છે ને !!
પાંચ ઇન્દ્રિયના વિષયમાં એક જીભનો વિષય એકલો સાચો વિષય
છે. બીજા બધા તો બનાવટ છે. શુદ્ધ વિષય હોય તો આ એકલો જ ! ફર્સ્ટ ક્લાસ હાફૂસની કેરીઓ હોય, તે કેવો સ્વાદ આવે ?! ભ્રાંતિમાં જો કદી શુદ્ધ વિષય હોય તો આટલો જ છે. ચોખ્ખો ખોરાક મળતો હોય ને એનો સ્વાદ બેભરમો ન થયો હોય, તો એ વિષય સ્વીકારાય એવો છે. છે તો આ પણ કલ્પિત જ, પણ ઊંચામાં ઊંચું કલ્પિત છે. આની મહીં વિચારણા કરીએ તો ઘૃણા ના છૂટે ને વિષયમાં તો વિચાર કરીએ તો ઘૃણા છૂટે.