________________
ચેત રે બ્રહ્મચારી... કેશવ કરી લે વિચાર,
કેશવ કરી લે વિચાર, લક્ષ્મી રતિ મોહાવનાર,
આહાર વિહાર છે અસાર, માથું જાય ના ચુકનાર,
વિર્યનું સૂક્ષ્મ લીક થનાર, માટે ચેતીને ચાલ.
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષયો મા છે વિકરાળ, લપસ્યો ગરકી જાય કાળ, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
ક્યાં ફસાણો આ છે નાર, તારા (દિલના) ટુકડા થાય હજાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
અમુલ ખજાનો લાગ્યો હાથ, હવે છોડે તો થાય અનાથ,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, નખરાળી નજરે હો તુચ્છકાર, કડક આંખે છે ઉપકાર,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, માત્ર ખપે શુધ્ધાહાર, શુધ્ધ વિચાર ને ઉચ્ચાર,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, તીર્થંકર ગૌત્રનો છે કરાર, કલ્યાણનો છે. અવતાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
બ્રહ્મચર્ય ખુલ્યાં દ્રાર, પામી રાત રાત હજાર,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
સાનિધ્ય ઝંખે જે પલવાર, લપસે લપસાવે તલવાર,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, સરવૈયામાં શું છે સાર, કલેશ તાયફાનો છે સંસાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, ધ્યેયનો મહાન છે ચિતાર, ડગ નાના ને પ્રમાદ અપાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
બ્રહ્મચારી વિષે અચરજકાર, ક્રમ અક્રમને તું સાંધનાર,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
હસીને વાત ના લગાર, દૃષ્ટિ એ દૃષ્ટિ ના અડાડ,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, જો જો મહીં પોલનો માર, આત્મા ભૂલાવે તતવાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, દાદાનો વેડફાય ના ઉદગાર, જગના સાદને પડકાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
આપોયું ગયે પૂર્ણ થનાર, નિરાલંબ સ્વમાં વર્તનાર,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, વિષયો ચિત્ત ઉપચાર, નિદિધ્યાસન એક જ સાર,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, બત્રીસ ભાત છોડયો થાળ, ચટણી ચટાકે ચમકાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, પ્રકૃતિનો આ મિત્રચાર, છોડી દે, રાખના લગાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
વિષય છૂટ્યો જય જયકાર, ઊંડે સંપૂર્ણ જગતાધાર,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર,
બ્રહ્મચર્ય છે મોક્ષાધાર, સીક્કો લાગે બેડા પાર,
માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, નયનોના લાગે ગોળીબાર, બખતર બૂઠાં થયે હાર, માટે ચેતીને ચાલ.
કેશવ કરી લે વિચાર, ચિત્તને વિખેર ના લગાર, આત્મઐશ્વર્ય હણનાર, માટે ચેતીને ચાલ.