________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૭૧ ગયું ! એક શુદ્ધચેતન છે અને એક મિશ્રચેતન છે. તે મિશ્રચેતનમાં જો સપડાયો તો આત્મા પ્રાપ્ત કર્યો હોય, તો પણ એને રખડાવી મારે. એટલે આમાં વિકારી સંબંધ થયો તો રઝળપાટ થાય. કારણ કે આપણે મોક્ષે જવું છે અને એ ભાઈ છે, તે જાનવરમાં જવાનાં હોય તો આપણને ત્યાં ખેંચી જાય. સંબંધ થયો એટલે ત્યાં જવું પડે. માટે વિકારી સંબંધ ઊભો જ ના થાય એટલું જ જોવાનું. મનથી ય બગડેલા ના હોય ત્યારે ચારિત્ર કહેવાય. ત્યાર પછી આ બધા તૈયાર થઈ જાય. મન બગડેલાં એ તો પછી ફ્રેકચર થઈ જાય, નહીં તો એક-એક છોકરીમાં કેટલી કેટલી શક્તિ હોય ! એ કંઈ જેવી તેવી શક્તિ હોય ? આ તો હિન્દુસ્તાનની બહેનો હોય અને વીતરાગનું વિજ્ઞાન પાસે હોય, પછી શું બાકી રહે ?
ચારિત્ર સંબંધી વાતચીત મા-બાપ પોતાની છોકરીને શી રીતે કરી શકે ? તો એ કોણ વાતચીત કરી શકે ? એક ‘જ્ઞાની પુરુષ' એકલાં જ વાતચીત કરી શકે. કારણ કે જ્ઞાની કોઈ લિંગમાં ના હોય. એ પુરુષ લિંગમાં ના હોય, સ્ત્રી લિંગમાં ના હોય કે નપુંસક લિંગમાં ના હોય. એ તો આઉટ ઑફ લિંગ હોય. જમાનો બહુ વિચિત્ર આવ્યો છે, લપસણો કાળ છે, છોકરીઓને કોઈ જ્ઞાન છે નહીં, આગળનું માર્ગદર્શન નથી. આ છોકરીઓને કેટલી બધી મુશ્કેલીઓ છે !! એટલે આ માર્ગદર્શન આપું
૩૭૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આનંદ ઓટોમેટિક છૂટી જાય.
દાદાશ્રી : હા, કારણ કે જલેબી ખાધા પછી ચા પીવો, તો એની મેળે જ ન્યાય થઈ જશે ને ! એમ આત્માનો આનંદ ચાખ્યા પછી વિષયો એની મેળે જ મોળા પડી જાય. આ છોકરીઓને મોળું જ પડી ગયું ને ! ત્યારે જ તો રાગે આવ્યું ને ! આ છોકરીઓને બ્રહ્મનો આનંદ ઉત્પન્ન થયો અને આરોપિત આનંદ ફ્રેકચર થઈ ગયો ! તેથી જ પોતાના દોષ ઉપર રડવું આવ્યું ને ? અને છોકરીઓ તો અહીં આવીને મને કહે કે બહુ જ શક્તિ વધી ગઈ, જબરજસ્ત શક્તિ વધી ગઈ !!! પોતાનું સુખ પોતાની પાસે છે, એવું લોક સમજ્યા જ નથી ને ? અને સુખ બહાર ખોળવા જાય છે !
પ્રશ્નકર્તા : પણ સુખને કોઈ ને કોઈ આધાર છે જ, મનનો, વચનનો...
દાદાશ્રી : પરાવલંબી સુખને સુખ કહેવાય જ કેમ કરીને ? પ્રશ્નકર્તા : એકલી બહેનોની શિબિર કરાવો.
દાદાશ્રી : તો તો બહુ પ્રભાવ પડી જાય. એ જ્યારે સાચું બ્રહ્મચર્ય પાળશે, એ લાઈટ જુદી જાતનું હોય. આ તો જન્મ્યા ને મરી ગયા અહીંયા આગળ, જાનવરની પેઠ એ શું કામનું ? બેનો સાંભળો છો કે, મારી વાત કડવી લાગે તો ય મહીં ઉતારજો. ભલે કડવી લાગે, પણ છેવટે મીઠી નીકળશે. મીઠી નીકળે કે ના નીકળે ?
પ્રશ્નકર્તા : નીકળે.
તેથી આ જ્ઞાન નીકળ્યું. મારી ઘણા વખતથી ઇચ્છા હતી કે આવું જ્ઞાન નીકળે, પણ તેનો ટાઈમ બાઝવો જોઈએ ને ? આ જ્ઞાન આટલાંને તો મળ્યું. બધાંને ય જરૂર તો ખરી ને ? આ જ્ઞાનની તો બધાંને જરૂર હોય !
આ તો બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, એ કંઈ નાનાં છોકરાંના ખેલ નથી ! વિષય વિચાર જ ના આવવો જોઈએ અને આવે તો તેને તરત પ્રતિક્રમણ કરી ધોઈ નાખવાનું. વિચાર તો આવે જ. આ કળિયુગમાં તો નર્યા એવા વિચારો આવે જ ! પણ એને ધોઈ નાખવાના.
પ્રશ્નકર્તા : વિષયમાં આનંદનું આપણે આરોપણ કરેલું છે, એટલે એ આવે છે, પણ આપણને બ્રહ્મના આનંદની અનુભૂતિ થાય તો પેલો
દાદાશ્રી : અત્યારે તો કડવી લાગે. મેં કહ્યું છે આ એકલી જ સેફસાઈડ, બીજી બધી ફસામણ છે.
કલ્યાણ કરવાનું કે લ્યાણ સ્વરૂપ થવાતું ?
પ્રશ્નકર્તા: આ દીક્ષા લેનારી બહેનો છે, એમને ધર્મનું રહસ્ય એવું કંઈક સમજાવો કે જેથી ફરીને એમનું કલ્યાણ થાય અને સમાજને, લોકોને