________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૬૭ આ લગ્ન એ તો બધું સંડાસ છે. સ્ત્રીએ એક જ વખત પરપુરુષ જોડે દોષ કર્યો હોય તો તેણે પાંચસો-હજાર અવતાર સ્ત્રી થવું પડે. વિષયમાં લપસ્યા એટલે નર્કની વેદના ભોગવવી પડે. માટે દ્રષ્ટિ માંડવી જ નહીં. બીજા દોષ ચલાવી લેવાય, પણ આ અત્યંત દુઃખદાયી છે. નર્કમાં પડ્યા જેવું દુ:ખ લાગે. અરે, આના કરતાં નર્કમાં પડવું સારું. એની મેળે લગ્ન સામું આવે તો તે ઘડીએ પૈણવું. જગતનાં લોકો નિંદ્ય ગણે એનાં તો ભયંકર દુ:ખો પડે, એ હોવું ના જોઈએ. માટે પ્રતિક્રમણ તરત કરી લેવું જોઈએ. પણ જો શક્તિ હોય તો સંયમ લો ને શક્તિ ના હોય તો પૈણજો. પૈણ્યાનો કંઈ દોષ નથી. બાકી વિષયના જેવો માર જ જગતમાં બીજો કોઈ નથી. વિષયનો વિચાર આવ્યો કે ત્યાંથી વેદના ઉત્પન્ન થઈ, બળતરા ઊભી થયા કરે. વિષય જીત્યો એટલે બધું જીત્યું.
એટલે ધણી હોય તો ભાંજગડ ને ? પણ જો બ્રહ્મચર્ય વ્રત લીધું હોય, તો આ વિષયસંબંધી ભાંજગડ જ નહીં ને ! અને આવું જ્ઞાન હોય તો તે કામ કાઢી નાખે ! પણ સ્ત્રીને સ્ત્રી-જાતિનો જબરજસ્ત અવરોધ, એટલે શ્રેણી બહુ ઊંચે ચઢે પણ સ્ત્રી-જાતિ એટલે અટકી જાય ને ! એટલે સ્ત્રી-જાતિ કેટલી બધી બાધક છે !! સ્ત્રી-જાતિને બાધકતા ઉત્પન્ન થાય, તે ક્યારે એનું લેવલ ખસી જાય, તે કહેવાય નહીં. જ્યારે પુરુષને તો પોતે ‘એક્કેક્ટનેસ'માં આવી ગયેલો હોય, એ પછી ખસે નહીં એની ગેરેન્ટી !!
તને સારું રહે છે ?
પ્રશ્નકર્તા : આમ સારું છે, પણ દાદા સ્ત્રી-પ્રકૃતિ તો ખરી ને ! ઉપર નહીં આવવા દે એવું થાય.
દાદાશ્રી : પણ એ તો બહુ જો પ્રતિક્રમણ કરશે ને સ્ટ્રોંગ રહે તો કશું ન થાય. સ્ટ્રોંગ રહેવું જોઈએ. એક ફેરો લપસ્યા પછી માર ખઈ-ખઈને મરી જાય. એક જ વખત લપસ્યા તો ખલાસ થઈ ગયું. એટલે વિષય એ ભોગવવાની ચીજ જ ન્હોય એવું માની લેને તો ચાલે ! ભોગવવાની ઘણી ચીજો છે બહાર. આ તો નર્યો એંઠવાડો ગંદવાડો બધો. આંખને ગમે નહીં, કાનને ગમે નહીં, જીભને ગમે નહીં.
3६८
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પેલું વાંચું છું? પ્રશ્નકર્તા : વાંચન નથી થતું ખાસ.
દાદાશ્રી : એ તો વાંચવાથી બધી પ્રકૃતિ છૂટી થઈ જાય નહીં તો પછી લગ્ન કરવું સારું. તારે તો ચાલે એવું છે ને ?
પ્રશ્નકર્તા : પ્રકૃતિ ટેન્શનવાળી ખરીને એટલે જ્ઞાનનું પરિણામ જોઈએ એવું નથી આવતું.
દાદાશ્રી : એ તો જ્ઞાનનું પરિણામ સત્સંગ હોય ને તો જ આવે. એ તો સત્સંગ નહીં એટલે. એ તો આપણે ત્યાં આગળ બંધાશે તો આ બધાની જોડે રહેવાથી વિચાર જ ના ઊભા થાય અને આનંદ થાય ઊલ્ટો. તે આ બંધાશે ત્યાં આગળ બ્રહ્મચારિણીઓ રહેશે, નહીં તો પછી લગ્ન કરવાનું કહી દેવું.
સારા સત્સંગમાં આવે તો ય ટેન્શનવાળી પ્રકૃતિ કાયમ હોતી નથી, એ તો બધું વળી જાય. એ તો કુસંગમાં પેસી જાય તો જ નડે બધું.
એ પણ આ વિષય ગમતો જ ના હોય તો આ છૂટકારો થાય. છતાં કોઈની ઉપર દ્રષ્ટિ ખેંચાય પ્રતિક્રમણથી ઉડી જાય. પણ અંદરખાને વિષય ગમતો હોય તો પૈણવું સારું.
પ્રશ્નકર્તા : પોતાનું હિતનું ના વિચારે.
દાદાશ્રી : હિત તો હોય જ નહીં, ભાન જ ના હોય. ગલીપચીમાં જે માણસ ભેરવાઈ જાય, એનું તો હિતનું જ ઠેકાણું ના હોય ને !
પ્રશ્નકર્તા : એ વખતે પોતે નિશ્ચય કરેલો એ ક્યાં જતો રહે ?
દાદાશ્રી : જેવો પોતે થઈ જાય એવો થઈ જાય નિશ્ચય. પોતે કાચો થઈ જાય, તો થઈ ગયો અનિશ્ચય.
પ્રશ્નકર્તા : પણ આ બાજુનો નિશ્ચય કરતાં આટલી બધી વાર લાગે અને પેલો નિશ્ચય તરત જ ફરી જાય એવું કેમ ?