________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૬૧ ને ! સરવૈયું કાઢે ને બળ્યું ! એક દહાડો સરવૈયું કાઢતાં આવડે કે ના આવડે બળ્યું !
પ્રશ્નકર્તા : આવડે.
દાદાશ્રી : આ જગતનું સરવૈયું કાઢવું. સરવૈયું કાઢતા આવડે તો નરી ખોટ જ કાઢે ને ! પણ લોકો ના જ કાઢે ને કોઈ દહાડો ય. સરવૈયું કાઢતા ના આવડતું હોય, એ તો નફો જ જુએ આમાં. ‘બેફામ નફો છે', કહેશે.
પ્રશ્નકર્તા : તમારી હાજરીમાં એડજસ્ટમેન્ટ કરી લેવાનું.
દાદાશ્રી : હા. આ તો આપ્તપુત્રો તો જ્ઞાનને લઈને બ્રહ્મચર્ય રાખી ગયા, નહીં તો બ્રહ્મચર્ય રાખવું એ તો મહામુશ્કેલ વસ્તુ છે. આ તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા, શું ના કરી શકે ? એટલે મનમાં વિચાર અવળો નહીં આવવાનો.
મારી પાસે છોકરા બધા આવે છે ને હિન્દુસ્તાનમાં. ‘અલ્યા ભઈ, પૈણોને.' કહ્યું. આટલી બધી છોકરીઓ, લોકોની છોકરીઓ ક્યાં જશે ? ના, અમે તો બધું સુખ જોયું ને અમારા માબાપનું, લઢે છે એ તો અમે જોઈએ છીએ ને સુખ, એટલે અમે જાણી લીધું કે ‘ભઈ, આમાં સુખ નથી.”
અમે આ મા-બાપનો અનુભવ જોયો, એટલે હવે અમારે પૈણવું નથી.” કહે છે. મારી પાસે સોએક છોકરાં છે. હા, બ્રહ્મચર્ય પાળે છે, જબરજસ્ત. કડક બ્રહ્મચર્ય પાળે છે. સ્ત્રી પર દ્રષ્ટિ ના કરે, દ્રષ્ટિ થઈ તો પ્રતિક્રમણ તરત.
છોકરીઓએ બ્રહ્મચર્ય વ્રત પાળનારી છે એવી મજબૂત. અમુક ના પાળી શકે, અમુક લોકો જ. સ્ત્રીઓને મોહ વધારે હોય, છોકરીઓને તે ના પાળી શકે. જેને મોહ ઓછો અને જે અમે પછી એને દવા આપીએ, તે ઓલરાઈટ થઈ જાય.
આ લગ્નસંબંધતાં સ્વરૂપ તો જુઓ !!! બધાં લોકો કહે ત્યારે એક ફેરો આપણને ઠીક લાગે તો પૈણી જવું.
૩૬૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આ તે કંઈ હજાર-બે હજાર વર્ષનું લગ્ન નથી. આ તો પચ્ચીસ વર્ષના કે પચાસ વર્ષના કરાર. કંઈ લાંબા કરાર નહીં ને ? લાંબા કરાર હોય તો ના પૈણવું જોઈએ. આ તો ટૂંકા કરાર, શોર્ટ કરાર છે. આ કંઈ લાંબા કરાર છે ? અને તે છૂટું થવાની ય સરકારે છૂટ કરી આપી છે ને ? છૂટ નથી કરી આપી ?
પ્રશ્નકર્તા : હા, આપી છે.
દાદાશ્રી : એટલે પરણી જવું સારું. ગમે તેવો નહીં, તમને પસંદ પડે તેની જોડે. લગ્ન હંમેશાં સુખ આપે એવું નક્કી નથી હોતું. લગ્ન દુ:ખે ય આપે. હજુ સંસારનો મોહ છે ત્યાં સુધી દુ:ખ ભોગવવું પડે ને? નહીં તો બ્રહ્મચર્ય જેને પાળવું હોય તેને કશું દુ:ખ જ નથી, ભાંજગડ જ નથી ને ! પણ જો નિર્બળતા ઊભી થતી હોય, એના કરતાં ઘણી કરી લેવો સારો, નહીં તો એમ કરતાં કરતાં ચાળીસ વર્ષ થઈ જાય અને પછી એકુંય છોકરો મળે નહીં. અત્યારે તમને ત્રીસ-બત્રીસ વર્ષ થયાં છે, તે હજુ બત્રીસ-પાંત્રીસ વર્ષના છોકરા મળી આવે.
પ્રશ્નકર્તા : પણ મારે બ્રહ્મચર્ય જ પાળવું હોય તો શું કરવાનું ?
દાદાશ્રી : તો પછી મનમાં વિષયનો વિચાર આવે તે વખતે એ વિચારને, અમે સાબુ આપીએ તેનાથી ધોઈ નાખવાના અને કોઈની દ્રષ્ટિ જોડે આપણી દ્રષ્ટિ મિલાવવી નહીં અને દ્રષ્ટિ મિલાવાઈ જાય તો એને ધોઈ નાખવાની. અમે બધો સાબુ આપીએ છીએ એટલે બ્રહ્મચર્ય પાળી શકે, વિચાર તો ઉત્પન્ન થાય. ‘એટ્રેક્શન’ ઉત્પન્ન થાય છે એ કુદરતી છે, પણ ‘એટ્રેક્શન’ થયા પછી સાબુથી ધોઈ નાખે એટલે ‘એટ્રેક્શન’ ફરી ના થાય.
આકર્ષણ અમુકતું જ શાને ? પ્રશ્નકર્તા : મનમાં નક્કી કર્યું હોય કે કોઈ છોકરા માટે ખરાબ વિચાર ના કરવા, અને મને ખરાબ વિચાર ના આવે પણ એનું મોઢું દેખાયા કરે, પ્રતિક્રમણ કરું તો ય પાછું એ તો એવું દેખાયા કરે છે તો શું કરવું ?