________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : એ તો તમને એમ લાગે કે સામો દાવો નથી માંડતું. સામો માણસ દાવો ના માંડે તો તેનો ય કંઈ સવાલ નથી, પણ એ તો પરમાણુઓ દાવો માંડે છે અને આ પરમાણુઓની તો એટલી બધી ઇફેક્ટ થાય છે કે ઓહોહો, કંઈ અજબ ઇફેક્ટ થાય છે !!
૩૪૭
પ્રશ્નકર્તા : પણ એ પરમાણુઓનું તો તમે કહો છો ને, કે જૂનું લઈને આવ્યા છે એટલે એ પ્રમાણે અસર તો થતી હશે ને ?
દાદાશ્રી : મારું શું કહેવાનું છે કે અસર થતી હોય તો ય તમે એનાથી છેટા રહો, એના દુશ્મન થઈ જાવ કે જેથી એમાં મિત્રતા ના રહે, નહીં તો એ તમને ધવડાવી ધવડાવીને પાછા પાડી નાંખશે !!
અમે વિષયની વાત કરી ત્યારે આમણે પહેલામાં પહેલું કહ્યું કે આ વિષયનું સેવન એ ખોટું છે, એવું અમને આજે જ્ઞાન થયું. લોકોને તો ‘આ ખોટું છે' એવું ય જ્ઞાન નથી. અરે, ભાન જ નથી ને ! જાનવરોમાં ને આમનામાં ફેર કેટલો છે ? અમુક જ ટકાનો, લાંબો ફેર જ નથી. એટલે ‘આ ખોટું છે’ એમ જાણવું તો પડશે ને ?!
પ્રશ્નકર્તા : ‘વિષયોનું સેવન એ ખોટું છે' એવું તો મોટા ભાગના હિન્દુસ્તાનમાં બધા જાણે છે.
દાદાશ્રી : ના, બધાને ખબર નથી. હજુ તો તમને ય ખબર નથી ને ! ‘શું ખોટું છે ?’ એની ખબર ના પડે. તમે તમારી સમજણ પ્રમાણે એને ખોટું માનો કે ‘ઓહોહો, મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી’ એવું તમે સમજો છો. અરે, મિયાં-બીબી લાખ રાજી હોય તો ય પણ એમાં જોખમ શું છે ? એ તમે ના સમજો. અને પૈણત અને હરૈયું, એમાં શું ફેર છે ? એ તમે ના સમજો. પૈણત કે હરૈયું બધી જોખમદારી જ છે. આમાં જોખમદારીનું ભાન છે કોઈને ? જોખમદારીનું ભાન તો એકલો હું જ જાણું છું. હરૈયો શબ્દ ના સમજે માણસ, એ પછી ક્યાં જાય ? નર્કગતિના અધિકારી થાય. પૈણવું જ હોય તો પૈણોને, દસ પૈણો. તેની કોણ ના પાડે છે ! પણ દ્રષ્ટિ બધે બગાડે છે તે જોખમ છે અને એ તો હરૈયા ઢોર જેવી અવસ્થા કહેવાય. દેહ હરૈયું ના હોય, તો મન હરૈયું હોય. એટલે અત્યાર સુધી જે ભૂલો થઈ હોય, તેનું
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રતિક્રમણ કરી કરીને ય ચોખ્ખું કરી નાખવું અને એને માફ કરાવવાનું મારી પાસે હથિયાર છે. પછી નવેસરથી ચોખ્ખું રહે.
આલોચતા, આપ્તપુરુષ પાસે જ !
પ્રશ્નકર્તા : આપની પાસે એવા લોકો આવે છે કે જે પોતાના પાછલા દોષો થયા હોય તેની આપની પાસે આલોચના કરે, તો આપ એને છોડાવો છો ?
૩૪૮
દાદાશ્રી : મારી પાસે આલોચના કરે એટલે મારી સાથે અભેદ થયો કહેવાય. અમારે તો છોડાવવા જ પડે. આલોચના કરવાનું સ્થળ જ નથી, જો સ્ત્રીને કહેવા જાય તો સ્ત્રી ચઢી બેસે, ભઈબંધને કહેવા જઈએ તો ભઈબંધ ચઢી બેસે, પોતાની જાતને કહેવા જઈએ તો જાત ચઢી બેસે ઉલટું, એટલે કોઈને કહે નહીં. અને હલકું થવાતું નથી. એટલે અમે આલોચનાની સિસ્ટમ (પદ્ધતિ) રાખી છે.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ સમક્ષ આ ભવમાં જે દોષો આપણે કર્યા હોય, તેની માફી માંગી શકાય ?
દાદાશ્રી : હા. એ દોષો પછી મોળા થઈ જાય. જ્ઞાની પુરુષ પાસે આલોચના કરવામાં આવે, તે પોતે મોઢે કહે તો ઉત્તમ. અમને રૂબરૂ કહે, બધાની હાજરીમાં કહે એ ઓર્કેસ્ટ્રા ક્લાસ. પછી તમે કહો કે ના, હું એકલો હોઈશ, ત્યારે દાદાને કહીશ, એ ફર્સ્ટ ક્લાસ. અને પછી તમે કહો કે દાદા મોઢે નહીં કહું, કાગળમાં આપીશ, તો સેકન્ડ ક્લાસ. અને તમે કહો કાગળમાં ય નહીં, હું મનમાં ત્યાં ને ત્યાં ઘેર કરી લઈશ, એ થર્ડ ક્લાસ. જે ક્લાસમાં બેસવું હોય તેને છૂટ છે. પણ બધાને મારી જોડે એકતા આવી જાય છે કારણ કે હાર્ટ ‘પ્યૉર’ જ છે ને ! મને તો અભેદ જ લાગે બધા. અને પોતાનું જે એફીડેવીટ (ગુનાની કબૂલાત) લખે છે, તેમાં એકે ય દોષ લખવાનો બાકી નથી રાખતાં. પંદર વર્ષની ઉંમરથી માંડીને ચાલીસ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીના બધા જ દોષો લખીને આપી દે છે, આ છોકરાં,
છોકરીઓ બધાં ય જાહેર કરી દે છે.
જેને દોષ કાઢવા હોય તેણે અમારી પાસે આલોચના કરવી જોઈએ.