________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૩૫
આનંદ ઊભો થાય અને ત્યાં તો પૌદ્ગલિક આનંદને જ આત્માનો આનંદ માનવામાં આવે છે. છતાં એનાથી એમને આનંદ રહે, મહીં ક્લેશનું વાતાવરણ કરે, એવું બધું ના હોય. કારણ કે એમના હાથમાં પુદ્ગલસાર આવી ગયો ને ! બ્રહ્મચર્ય એટલે પુદ્ગલસાર અને આધ્યાત્મસાર એટલે શુદ્ધાત્મા. અને આ બે, જેને ભેગું થાય તેનું તો કલ્યાણ જ થઈ ગયું ને ! પણ જેને પુદ્ગલસાર એકલો હોય તો તેને, થોડોઘણો ય આનંદ આવે ને ? એટલે આ બ્રહ્મચર્યના બળ આગળ, એને બીજી વૃત્તિઓ હેરાન ના કરે.
પ્રશ્નકર્તા : પેલા બ્રહ્મચારીઓને કષાયો હેરાન ના કરે ?
દાદાશ્રી : ના કરે. બ્રહ્મચારી કોઈ દહાડો ય ચિઢાય જ નહીં. આ સંસારના બ્રહ્મચારી હોય તે ય કોઈ દહાડો ચિઢાય નહીં. એમનું મોઢું જુઓ તો ય આનંદ થાય. બ્રહ્મચર્યનું તો તેજ આવે. તેજ ના આવ્યું તો બ્રહ્મચર્ય શાનું ? એટલે સંસારમાં ય બ્રહ્મચર્ય માનવું હોય તો કોનું માનજો કે જેનાં મોઢા પર તેજ હોય. બ્રહ્મચારી તો તેજવાન પુરુષ હોય.
બ્રહ્મચર્ય આત્માના સ્વાભાવિક ગુણોને પ્રગટ થવા દે, આત્માનો અનુભવ થવા દે, બધા ગુણોનો અનુભવ થવા દે. અને અબ્રહ્મચર્યભાવને લઈને આત્માના બધા ગુણોનો અનુભવ થાય છતાં, અનુભવ થયો નથી એવું લાગવા દે, સ્થિરતા ના રહે. ‘આ’ એક વસ્તુમાં અનુકૂળતા આવી તો, બધામાં અનુકૂળતા આવી જાય છે. બધું અનુકૂળ થઈ જાય છે. વ્યવહાર, મઠારે બ્રહ્મચારીઓને....
આ બ્રહ્મચારીઓને બધી પીડા જ મટી ગઈ ને છતાં એમને વ્યવહાર શીખતાં ઘણો ટાઈમ લાગશે. વ્યવહારિકતા આવડવી જોઈએ ને ? આત્મા
જાણ્યો પણ તે વ્યવહાર સમેત હોવો જોઈએ. પોતાનું એકલાંનું કલ્યાણ થઈ જાય, એમાં શો દહાડો વળે ? આ લોકો તો કહે છે કે ‘અમને તો જગતકલ્યાણમાં દાદાને પૂરેપૂરો સાથ દેવો છે.’ તેથી બ્રહ્મચર્ય પાળે છે. આ તો મેં નહીં ધારેલો એવો નવો જ ફણગો ફૂટ્યો છે.
હું તો એવું જાણતો હતો કે આ કાળમાં બ્રહ્મચર્ય રહી શકે જ નહીં. પૂર્વ ભવે ભાવના કરેલી હોય, તેને તો રહી જ શકે અને આપણા સાધુ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આચાર્યોને રહે જ છે ને ! પણ બીજા સામાન્ય માણસોનું ગજું જ નહીં ને ! જ્યાં નિરંતર બળતરામાં બળ્યા કરે છે, ત્યાં આગળ કોઈ બ્રહ્મચર્યની વાતો કરવા જાય ખરું ? અને કરે તો કોઈ સાંભળે ય નહીં ! પણ આવા
કાળમાં આપણે ત્યાં આ નવું જ નીકળ્યું. આવું બ્રહ્મચર્યનું નીકળશે એવું તો મને સ્વપ્ને ય ખ્યાલ નહીં. આ જગતનું કલ્યાણ થવાનું હોય ત્યારે જ આવું ભેગું થાય ને ? નહીં તો આવું બધું ક્યાંથી ભેગું થાય ? અમે તો કોઈ દહાડો ય કહ્યું નહોતું કે અમારે આવું જોઈએ છે, કે અમારે આવું કરવું છે. આ તો બ્રહ્મચર્ય માટે છોકરાઓ સામેથી આવી આવીને
પડે છે.
૩૩૬
ઉર્ધ્વ રેત થાય ને, તો કામ થઈ ગયું. ત્યાર પછી જે વાણી છૂટે, ત્યારે પછી જે સંયમ સુખ હોય, એની તો વાત જ જુદી છે. એટલે હું એવું કરવા માંગું છું આ બ્રહ્મચારીઓને. એને વાળ વાળ કરી અને જ્ઞાને કરીને બ્રહ્મચર્યમાં વળી જાય એવું કરી આપું છું અને વળી શકે છે.
પ્રશ્નકર્તા : વળી શકે એ શબ્દ તો યોગ્ય નથી લાગતો. કારણ કે વળી શકે છે, દબાવી પણ શકે અને ઉછળી પણ શકે, પણ જ્ઞાને કરીને આપ એમને કૃપા કરો તો બહુ સરસ થાય.
દાદાશ્રી : હા, કૃપા જ. એ તો આ મોંઢે શબ્દ બોલવા પડે, બાકી કૃપાએ કરીને થાય.
પ્રશ્નકર્તા : એ કૃપા વગર સાધ્ય નથી, દાદા.
દાદાશ્રી : અને તૈયાર થાય તો આ દેશનું કંઈક કલ્યાણ કરી શકે. એટલે તૈયાર થઈ જશે બધા.
આ બ્રહ્મચર્ય માટે દાદાએ કેવી સુંદર વાડ કરી આપી છે અને એ વાડ ઉપર કેટલા તટસ્થ રહ્યા છે, નિરીક્ષક તરીકે કામ કરે છે !! બોલો હવે, આવું બને ? આ કળિયુગમાં બનવા પામે છે તે આની પાછળ કંઈ નવી જ જાતનું સર્જન છે, એવું નક્કી જ છે ને ? આ તો મારી કલ્પનામાં ય નહીં કે આવાં અત્યારે બ્રહ્મચારી પાકે. આ દાદામાં એટલો બધો ત્યાગ વર્તે છે કે બધી ય જાતના જીવો અહીં ખેંચાઈને આવશે. આ દાદાનું