________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૩૧
ખોટ હોય પણ સરવાળે નફાવાળી આઈટમ છે એવું લોક જાણે છે. જ્યારે ખરી હકીકતમાં તદ્દન ખોટ જ છે. એ જ્યારે ઈન્કમટેક્ષ’ ઑફિસમાં જાય ત્યારે ખબર પડે કે આ બધી જ ખોટ હતી. અને તે ય આપણા હાથમાં સત્તા નથી ને ? આ ભવમાં આપણા હાથમાં નથી ને? આ ભવમાં તો અત્યારે હવે નવેસરથી આપણને ‘ડિસીઝન’ આવી જાય, એટલે ચોખ્ખું થઈ જાય.
શ્રીમદ્ રાજચંદ્રે એટલા માટે કહ્યું કે, ‘દેખત ભૂલી ટળે' તો સર્વ દુ:ખનો ક્ષય થાય. એ પોતે જ કહે છે કે અમારા જ્ઞાનમાં તો વર્તે જ છે કે આમાં પડવા જેવું નથી, છતાં જોઈએ છીએ ને ભૂલ થાય છે. દેખીએ છીએ ને ભૂલ થાય છે. અને આપણું જ્ઞાન તો એવું છે કે દેખે અને ભૂલ થાય નહીં. કારણ કે દેખ્યું એટલે ‘શુદ્ધાત્મા’ એને દેખાવો જોઈએ ને ‘શુદ્ધાત્મા’ દેખાય પછી રાગ ના થાય.
‘જુવાતી’ સચવાઈ જાય તો
આ જગતમાં બીજું કોઈ જાતનું જોખમ નથી, આટલું જ જોખમ છે. કેટલાકને એવું હોય છે કે પ્રતિક્રમણ કરે એટલે જે ડાઘ પડ્યો હોય તે ધોવાઈ જાય અને કેટલાકને પ્રતિક્રમણ કરતાં ય ડાઘ ના ઊખડે. પણ એવું બે-ચાર હોય. તેને માટે મારી પાસે સમજવા આવવું પડે, તો હું બધું સમજાવું કે હકીકતમાં આમ છે.
....
આ ‘વૉર’માંથી તમે બચી જાવ. આ ‘વૉર’ બહુ મોટી છે. આ યુવાનીની ‘વૉર’ તો બહુ જબરી છે, પાકિસ્તાન કરતાં ય જબરી.
પ્રશ્નકર્તા : કુરુક્ષેત્ર કરતાં ય મોટું ?
દાદાશ્રી : હા, તેના માટે એકાંતમાં પૂછવું જોઈએ. બે-પાંચ જણ હોય તો વાંધો નહીં, પણ પૂછીએ તો બધો ઉકેલ જડે.
પ્રશ્નકર્તા : આપને પૂછેલું કે જ્ઞાનનો અપચો એટલે શું ? તો આપે કહેલું કે આ વાત તો જુવાન છોકરાઓ માટે છે. જ્ઞાનનો અપચો એમને થઈ જાય, તો એ શું છે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : જુવાનોને જ્ઞાન જાગૃતિ ઉપર આવરણ આવતાં વાર ના લાગે. એ આવરણ આવે છે, તે જ જ્ઞાનનું અજીર્ણ છે. જ્યારે મોટાને એવાં આવરણ ના આવે. પેલાને જવાનીના જોશથી આવરણ આવે, એ સ્વભાવિક કહેવાય. આપણે એમને એમ ના કહી શકીએ કે તું આમ કેમ કરું છું ? કારણ કે આપણે જાણતાં હોઈએ કે નવ વાગ્યે પાણી આવે છે, એટલે પછી તે ટાઈમે પાણી આવ્યા વગર રહે જ નહીં ને ! પછી બાર વાગ્યે પાણી આવે ? ના, નથી આવતું. એવું આ જવાનીમાં એ જોશ હોય. એટલે એ જોશ થયું કે તરત મહીં અંધારું ઘોર કરી નાખે. એવું તમને મોટી ઉંમરનાને અંધારું ઘોર ના થાય. તમારે જાગૃતિ રહે.
૩૩૨
આ તો ઉપયોગ નહીં, તેને લીધે ભૂલો થાય. ઉપયોગ દે તો ભૂલ ના થાય. જેમ આ પૈસા કમાઈએ, તેમાં ખોટ ના જાય ને દરેક ચીજનો નફો રહેવો જ જોઈએ. એટલા માટે દરેક ચીજ ભાવતાલ જોઈને વેચીએ છીએ, નહીં તો ગપ્પુ મારીએ તો દુકાનમાં પછી ખોટ જ જાય. એવી રીતે દરેકમાં શુદ્ધ ઉપયોગ રાખીને કામ લેવું પડે. ત્યાં વ્યાપારમાં એ જાગૃતિ રહે છે અને અહીં કેમ ના રહી ? આ મોટો વેપાર છે અને પાછો આ પોતાનો વેપાર છે, જ્યારે પેલો તો પા૨કો, ચંદ્રેશનો વેપાર છે. એમાં ‘આપણે’ લેવા ય નહીં ને દેવા ય નહીં. આ તો પોતાનો વેપાર, એમાં દરેક વખતે ઉપયોગ વગર ના થવું જોઈએ. વખતે પા-અડધો કલાક થયું કો'ક જગ્યાએ કો'કની વાત ઉપરથી ગૂંચાઈ ગયા, તો પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કરો એટલે ફરી જાગૃતિ આવશે, પણ ગૂંચાય ગૂંચાય કરો તો પાર જ ના આવે ને ? કો'ક અવતારમાં જ્ઞાની પુરુષ ભેળા થાય અને ત્યાં આપણે કાચા પડીએ, તે આપણી જ ભૂલ છે ને ?
પ્રશ્નકર્તા : જ્ઞાનનો અપચો ના થાય અને એમાંથી ‘સેફસાઈડ’માં નીકળી જવાય, એ કેવી રીતે ?
દાદાશ્રી : એવું છે ને, કે એમાં તો એવી રીતે આજ્ઞા પાળવી પડે, પુરુષાર્થ માંડવો પડે. અમે એક જ ફેરો કહ્યું હતું કે આ વિષયનું જોખમ કેટલું છે, તે સાંભળીને તો બધા છોકરાઓએ પુરુષાર્થ માંડી દીધો.
આ ‘અક્રમ વિજ્ઞાન’ તો બહુ ઊંચી ક્વૉલિટીનું છે. આજે તમને