________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૧૧
ચાલોને, કઢી બેઉને સરખી ભાવી, પણ પછી શાકમાં શું ? ત્યાં મન એક થાય નહીં ને દહાડો વળે નહીં. મતભેદ હોય ત્યાં સુખ હોય નહીં.
જેના વિષય છૂટ્યા, એને મઝા ! એ આનંદ પણ એવો જ લૂંટવાનો હોય ને ?! એ ય અપાર આનંદ !! એ આનંદ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય, એવો આનંદ ઉત્પન્ન થઈ જાય. પાંત્રીસ વર્ષનો પીરિયડ કાઢી નાખે ત્યારે અપાર આનંદ ઉત્પન્ન થાય. વિચારક હોય, તેને તો વિષય ગમે જ નહીં ને ? આ બ્રહ્મચારીઓને ઉદય આવ્યો છે, એ જ ધન્યભાગ્ય કહેવાય ને ? પાંસરી રીતે પાર પાડવું પડે. પહેલાં પોતાની જાત પર શ્રદ્ધા હોવી જોઈએ. બાકી, વિષયની જરૂરિયાત તો જે સુખી હોય, તેને હોય જ નહીં. બહુ માનસિક મહેનતવાળાને વિષયની જરૂરિયાત છે. બહુ મહેનત કરતા હોય, તેને બહુ બળતરા ઊભી થાય. તે સહન થાય નહીં, તેથી વિષયમાં પડે છે.
હું આ બધા છોકરાઓને સમજણ પાડું છું કે પૈણ્યા પછી ફસામણ થાય. પાછાં અત્યારના છોકરાઓ એવાં છે કે વહુ આગળ એમનો જરા ય ‘ઑ’ નથી પડતો. ‘ઑ’ પડે, તેને તો પોતે કશું ના બોલે તો ય વહુને ગભરામણ થઈ જાય. આ તો એને બદલે વહુનો ‘ઑ’ પડે છે. પણ જેના મનમાં એવા ભાવ હોય કે મારે લગ્ન સિવાય ચાલે એવું જ છે, એવું જેનું સ્ટ્રોંગ માઈન્ડ હોય ત્યારે એનાથી બ્રહ્મચર્ય પાળી શકાય. આમાં ઉપરછલ્લું ના ચાલે. ‘આ સંસારમાં તો દુઃખ છે, તેથી મારે નથી પૈણવું.’ એવું ભયના માર્યા બોલે તો, એવું ના ચાલે.
ચારિત્રબળથી ફફડે સ્ત્રીઓ !
અત્યારે તો આ શાથી પૈણવાનું ના કહે છે ? ભાગેડું વૃત્તિ, ભાગી છૂટો, નહીં તો ફસાયા !
પ્રશ્નકર્તા : એવું જ હોવું જોઈએ ને ! આ વિષયસંબંધી અને આ સંસારસંબંધથી, સ્ત્રીસંબંધથી તો ભાગેડું વૃત્તિ જ હોવી જરૂરી છે ને ? દાદાશ્રી : એટલે કાલે સ્ત્રી હાથમાં હાથ ઝાલે તો કંઈ રડી પડવાનું ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : પણ ગમે તેમ છટકબારી શોધીને જતું રહેવાનું, છટકબારી શોધીને નાસી તો જવાનું ને ?
૩૧૨
દાદાશ્રી : ના, પણ હાથ ઝાલે તો શું થઈ ગયું ? ઉલટી એ ગભરાય આપણાથી. એટલે હાથ ઝાલતાં એને ગભરામણ થાય, એને ફટાકા મારે. આ તો આને ફટાકા મારે. ‘હવે શું થશે, હવે શું થશે ?' અલ્યા, શું થવાનું ?
પ્રશ્નકર્તા : ‘મને કશું નહીં થાય.’ એવું નીડર તો ના થઈ જવાય ને, સ્ત્રી હાથ પકડે તો ?
દાદાશ્રી : એ તો ચારિત્રબળ જોઈએ. આમ આવું ના ચાલે. કોઈ હાથ ઝાલે તો આમ ફટાકા મારે ! એ તો ચારિત્રબળ જોઈએ. જોતાં જ બિચારીને ગભરામણ થઈ જાય. બેન જાણે કે માથાનો કો'ક મળ્યો.
પ્રશ્નકર્તા : એટલે એમને ચારિત્રબળ નહીં હોય ? આ ભાગેડું વૃત્તિવાળાને.
દાદાશ્રી : શાનું ચારિત્રબળ હોય ? ચારિત્રબળવાળાં હોતા હશે ? આવાં હોય આ તો ?
પ્રશ્નકર્તા : તો આપ એક બાજુ કહો છો કે હાથ પકડે, ત્યાં રડવાનું નહીં ને !
દાદાશ્રી : શી રીતે રહે તે ? આમને તો મહીં ફટાકા મારે, આમ ગભરામણ થઈ જાય.
પ્રશ્નકર્તા : એક બાજુ ચારિત્રબળ નથી આવ્યું અને બીજી બાજુ એમની આ ભાગેડું વૃત્તિ છે તો બરાબર છે ?
દાદાશ્રી : કોણ ના પાડે છે ? પણ જો ભાગેડું વૃત્તિ વગર હોય ને, ત્યારે ખરું કહેવાય.
પ્રશ્નકર્તા : તો આ ભાગેડું વૃત્તિવાળાને પોતાને ખબર કેમની પડે કે આ ચારિત્રબળ આવ્યું ?