________________
[૧૭] અંતિમ અવતારમાં ય બ્રહ્મચર્ય તો આવશ્યક !
તીડ્યાં વિતાનાં ખેતરો ! બ્રહ્મચર્યને તો આખા જગતે ‘એક્સેપ્ટ’ કર્યું છે. બ્રહ્મચર્ય વગર તો કોઈ દહાડો આત્મા પ્રાપ્ત થાય જ નહીં. બ્રહ્મચર્યની વિરુદ્ધ જે હોય, તે માણસને આત્મા કોઈ દહાડો ય પ્રાપ્ત થાય નહીં. વિષય સામે તો નિરંતર જાગૃત રહેવું પડે, એક ક્ષણવાર પણ અજાગૃતિ ચાલે નહીં.
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યને અને મોક્ષને સાટું-સહિયારું કેટલું ?
દાદાશ્રી : બહુ લેવાદેવા છે. બ્રહ્મચર્ય વગર તો આત્માનો અનુભવ જ ખબર ના પડે ને ! ‘આત્મામાં સુખ છે કે વિષયમાં સુખ છે” એ ખબર જ ના પડે ને ?!
પ્રશ્નકર્તા : તો પછી અબ્રહ્મચારીઓ મોક્ષે ગયેલા, તે કેવી રીતે ? જે જે મોક્ષે ગયેલા એ કંઈ બ્રહ્મચારીઓ નહોતા.
દાદાશ્રી : એવો કોઈ નિયમ નથી. બ્રહ્મચર્ય પોતાને હોવું જોઈએ. અને “એ જરૂરી છે', એમ એમાં એ ‘પોઝિટિવ’ હોવો જોઈએ. બ્રહ્મચર્ય માટે કોઈ દહાડો ‘નેગેટિવ’ થાય અને આત્મા પ્રાપ્ત થાય, એ વાત જ
૩૦૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ખોટી છે. એને વિષય તો ઘણો ય ના ગમતો હોય, છતાં કરવો પડતો હોય, તો આત્મા પ્રાપ્ત થાય. બાકી જે વિષયના તરફી હોય, તેને આત્મા પ્રાપ્ત થઈ શકે જ નહીં. વિષય સામે તો નિરંતર જાગૃત રહેવું પડે અને આત્મા પ્રાપ્ત થયા સિવાય જાગૃતિ જ ના આવે. જૈનના સાધુઓને જાગૃતિ નહીં રાખવાની અને બ્રહ્મચર્ય રહે. કારણ કે એ એકલા જ ઘઉં ચોખ્ખા કરીને લાવેલા હતા. એવાં ઘઉં ખેતરમાં વાવ્યા પછી એમને ખેતરમાં નીંદવાનું કશું રહે નહીં ને ! જ્યારે આ બધા છોકરાઓ'એ તો બધું અનાજ ભેગું કરીને નાખેલું હતું. એટલે આમને હવે તો ઘઉં એકલાં રહેવા દેવાના અને બીજું બધું નીંદી નાખવાનું. તે નીંદી નીંદીને હવે દમ નીકળી જાય. આમને રોજ પાછું નીંદવું પડે, નહીં તો પછી ઘઉં ભેગું બીજું બધું ય ઊગી નીકળે. કોદરા થાય, એરંડા થાય, બધું થાય. આમણે આત્મા પ્રાપ્ત કર્યો એટલે જાગૃતિ ઊભી થઈ ગઈ. એટલે હવે નિરંતર જાગૃત રહી શકે.
પ્રશ્નકર્તા: અમારા જેવાને જલદી ના નીંદાય. કારણ કે અમે ધરો (ઘાસ) લઈને આવ્યા હોઈએ.
દાદાશ્રી : તમારે નીંદવાની જરૂર જ નથી. તમારે કંઈ બોમ્બે સેન્ટ્રલ જવું નથી. તમારે તો માઉન્ટ આબુ ફરવા જવું છે ને ? જેને બોમ્બે સેન્ટ્રલ જવું છે, તેની વાત જુદી છે. માઉન્ટ આબુ જેને ફરવા જવું હોય તેને કશું નીંદવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા: કેટલુંક નીંદામણ એવું હોય છે કે એનાં માટે સખત પરિશ્રમ કરવો પડે, તો એ નીંદામણને શું કરીએ ?
દાદાશ્રી : એનાં કરતાં નીંદવાનું જ રહેવા દેવાનું ને મહીં જે પાક્યું તે ખરું. બહુ નીંદામણ હોય ત્યારે ક્યાં માથાકૂટ કરીએ ? નીંદવાની પણ હદ હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : છતાં ય નીંદવું હોય તો શું કરવું ?
દાદાશ્રી : ખેડી નાખવું, ઉખેડી નાખવું. પછી ફરી ડાંગરના છોડવા રોપી આવવા.
આ ત્યાગીઓ બ્રહ્મચર્ય પાળે છે, તે પહેલાં ચોખ્ખું કરીને લાવેલા છે.