________________
૨૮૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સામો જે સ્થાને જવાનો હોય, એ સ્થાને આપણને લઈ જાય !! આપણા જ્ઞાન સાથે હવે એ સ્થાનમાં આપણને શી રીતે પોષાય ? એક બાજુ જાગૃતિ ને એક બાજુ આ વળગણ, એ શી રીતે પોષાય ? પણ તો ય હિસાબ ચૂકવવો પડે.
પ્રશ્નકર્તા: એ રૂપકમાં તો આવે ને ?
દાદાશ્રી : હા, એ કેવું રૂપકમાં આવે, કે એ સ્ત્રી આપણી બીજા ભવમાં મધર થાય, વાઈફ થાય, જો એક જ કલાકનું વિષયસંબંધી એનાં માટે ધ્યાન કરે તો ?! એવું છે આ ! આ એકલું જ આપણે ચેતતા રહેવા જેવું છે ! બીજા કશામાં ચેતવાનું નથી કહેતા.
વિચાર ધ્યાનરૂપ તો નથી થતાં ને ? વિષયનો વિચાર મહીં ઊગે તો શું કરવું ? આ ખેડૂતોનો એવો રિવાજ છે કે જમીનમાં કપાસ ને બધું આવડું આવડું ઊગી જાય ત્યાર પછી મહીં જોડે બીજી વસ્તુ ઘાસ કે વેલા ઊગી ગયા હોય તો, તેને તે કાઢી નાખે. એને નીંદી નાખવાનું કહે છે. કપાસ સિવાય બીજો કોઈ પણ જાતનો છોડવો દેખાય કે તરત તેને ઉખેડીને ફેંકી દે, એવી રીતે આપણે વિષયના વિચારો એકલાં જ ઊગતાંની સાથે તરત ઉખેડીને ફેંકી દેવા, નહીં તો આવડો મોટો છોડવો થયા પછી એને પાછાં ફળ આવે, એ ફળમાંથી પાછાં બીજ પડે. એટલે આને તો ઊગતાં જ ઉખેડી નાખવો, ફળ આવતાં પહેલાં જ ઉખેડી નાખવો.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : આપણને મહીં વિચાર બદલાયો, તે ના ખબર પડે કે શાનો વિચાર અત્યારે શરૂ થયો ? તે વિચાર આવ્યા પછી, એને લંબાવવા ના દેવું. એ વિચાર ધ્યાનરૂપ ના થવો જોઈએ. વિચાર ભલે આવે. વિચાર તો મહીં છે એટલે આવ્યા વગર રહે જ નહીં. પણ તે ધ્યાનરૂપ ના થવું જોઈએ. ધ્યાનરૂપ થાય, તે પહેલાં જ વિચારને ઉખેડીને ફેંકી દેવો.
પ્રશ્નકર્તા : ધ્યાનરૂપ એટલે કેવી રીતે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૮૩ દાદાશ્રી : એનાં એ જ વિચારમાં રમણતા કરવી, એનું નામ ધ્યાનરૂપ થયું કહેવાય. એક જ વિચારમાં તમે રમણતા કરો, એ એનું ધ્યાન કહેવાય. એનું પછી બહાર બેધ્યાનપણું થાય, તેવા બહાર બેધ્યાનપણાવાળા નથી હોતા માણસ ? તારું ધ્યાન ક્યાં છે, એવું લોક ના પૂછે ? તે આપણે જાણીએ કે ધ્યાન અહીં આગળ છે. જ્યાં ‘દાદા’એ ના કહ્યું હતું, ત્યાં છે. એના એ જ વિચારમાં રમણતા ચાલે, એ ધ્યાન કહેવાય. એ ધ્યાન પછી એને ધ્યેય સ્વરૂપે થઈ જાય. એ વિચારોનું ધ્યાન થયું, પછી આપણું ચાલે જ નહીં. ધ્યાન ના થયું તો કશો વાંધો નથી.
પ્રશ્નકર્તા : ધ્યાનરૂપ ના થયું અને એ નીંદાઈ ગયું, એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : આપણે ઊગતાં જ એ વસ્તુ ફેંકી દેવાની અને પછી આગળ એ વિચારધારા ફેરવી નાખવી પડે, બીજી મૂકી દેવી પડે. નહીં તો પછી જાપ ચાલુ કરવા પડે. એ ટાઈમ ગયો એટલે પછી એની મુદત ગઈ. હંમેશાં દરેક વસ્તુને ટાઈમ હોય છે કે સાડાસાતથી આઠ સુધી આવાં વિચાર આવે. એ ટાઈમ કાઢી નાખીએ, પછી આપણને ભાંજગડ ના આવે.
જોવાથી ઓગળે, ગાંઠો વિષયતી ! પ્રશ્નકર્તા : પણ ગાંઠો તો જોવાથી ઓગળે ને ? તો આપણે આ બીજી બાજુ જોઈએ, તો પેલી ગાંઠો જોવાની રહી જાય ને ?
દાદાશ્રી : એ તો તમારામાં જો શક્તિ હોય તો નવો ઉપયોગ બીજી બાજુ ના મૂકીને એને જ જુઓ. ના શક્તિ હોય તો નવો ઉપયોગ બીજી બાજુ બદલીને મૂકી દો.
પ્રશ્નકર્તા : એટલે બન્ને શક્ય છે ?
દાદાશ્રી : શક્ય જ છેને વળી ! આ બાજુ નવો ઉપયોગ મૂકી દે. એટલે તું એવું કરું છું ને ? એ બરોબર છે.
પ્રશ્નકર્તા વિષયના બહુ જોરદાર વિચારો આવતાં હોય એટલે આ બીજી બાજુ જોઈ લેવાનું એટલે એ નીકળી જાય.