________________
[૧૫] વિષય’ સામે વિજ્ઞાનની જાગૃતિ !
આકર્ષણ સામે ખપે પોતાનો વિરોધ ! પ્રશ્નકર્તા : “સ્ત્રી પુરુષના વિષય સંગતે,
કરાર મુજબ દેહ ભટકશે,
માટે ચેતો મન-બુદ્ધિ.” આ સમજાવો. કારણ કે આપે કહેલું, કે દરેક પોતપોતાની ભાષામાં લઈ જાય, તો આમાં “જેમ છે તેમ' શું હોવું ઘટે ?
દાદાશ્રી : જ્યાં આકર્ષણ થયું, તે આકર્ષણમાં તન્મયાકાર થયો, તે ચોંટ્યો. આકર્ષણ થયું, પણ આકર્ષણમાં તન્મયાકાર ના થાય તો ચોંટે નહીં. પછી આકર્ષણ થાય તેનો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : એ વસ્તુ પોતાને સમજાય કેવી રીતે કે આમાં પોતે તન્મયાકાર થયો છે ?
દાદાશ્રી : ‘આપણો’ એમાં વિરોધ હોય, ‘આપણો’ વિરોધ એ જ તન્મયાકાર ન થવાની વૃત્તિ. “આપણે” વિષયના સંગમાં ચોંટવું નથી,
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭૫ એટલે ‘આપણો’ વિરોધ તો હોય જ ને ? વિરોધ હોય એ જ છૂટું અને ભૂલેચૂકે ચોંટી જાય, ગોથું ખવડાવીને ચોંટી જાય, તો પાછું તેનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : પોતાનો વિરોધ નિશ્ચય કરીને તો છે જ, છતાં પણ એવું બને છે કે ઉદય એવાં આવે કે એમાં તન્મયાકાર થઈ જવાય, એ શું છે ?
દાદાશ્રી : વિરોધ હોય તો તન્મયાકાર થવાય નહીં અને તન્મયાકાર થયા તો ‘ગોથું ખાઈ ગયા છે” એમ કહેવાય. તો એવું ગોથું ખાય, તેના માટે પ્રતિક્રમણ છે જ. પણ ગોથું ખાવાની ટેવ ના પાડવી, ગોથું ખાવાના ‘હેબીચ્યએટેડ’ ના થવું. માણસ જાણી-જોઈને લપસી પડે ખરો ? અહીં ચીકણી માટી હોય, કાદવ હોય ત્યાં લોકોને જાણી-જોઈને લપસવાની ટેવ હોય કે ના હોય ? લોક શોથી લપસી જતાં હશે ?
પ્રશ્નકર્તા : એ માટીનો સ્વભાવ ને માટી ઉપર પોતે ચાલ્યો, તેથી.
દાદાશ્રી : માટીનો સ્વભાવ તો એ પોતે જાણે છે. એટલે પછી પગના આંગળા દબાવી દે, બીજા બધા પ્રયત્નો કરે. બધી જાતના પ્રયત્નો કરવા છતાં ય પડી જાય, લપસી પડે, તો એનાં માટે ભગવાન એને રજા આપે છે. તે પછી એવી ટેવ પાડી દે, તો શું થાય ?!
પ્રશ્નકર્તા : ટેવ નહીં પડવી જોઈએ.
દાદાશ્રી : લપસી પડાયું એ તો આપણા હાથમાં, કાબૂમાં ના રહ્યું. તેથી સૌથી સારામાં સારું તો ‘આપણો’ વિરોધ, જબરજસ્ત વિરોધ ! પછી જે થાય એના જોખમદાર “આપણે” નથી. તું ચોરી કરવાનો તદન વિરોધી હોઉં, પછી તારાથી ચોરી થઈ જાય તો તું ગુનેગાર નથી. કારણ કે તું વિરોધી છે.
પ્રશ્નકર્તા : આપણે વિરોધી છીએ જ, છતાં પણ એ જે ચૂકાય છે, એ વસ્તુ શું છે ?
દાદાશ્રી : પછી ચૂકાય છે, તેનો સવાલ નથી. એ ચૂક્યાનો વાંધો ભગવાનને ત્યાં નથી. ભગવાન તો ચૂક્યાની નોંધ નથી કરતા. કારણ કે