________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૬૩
બે મિનિટમાં જ હડહડાટ બધું ફ્રેકચર કરી નાખે. આ ‘અક્રમ વિજ્ઞાન’ જ ઊંચી જાતનું છે. અમે તો આ બધું અમારું નિરીક્ષણ કરીને અનુભવનું બધું આ વિજ્ઞાન મૂક્યું છે. કેટલાંય અવતાર પહેલાંના નિરીક્ષણ હશે, તે આજે તમને મહીં લખાઈ ગયું.
અમને તો ‘એટ એ ટાઈમ’ કેટલાંય પાર વગરનાં દર્શન બધાં ફરી વળે, વાણીમાં તો કેટલાંક જ નીકળે તેવા હોય અને તમને જ્યારે સમજાવીએ ત્યારે તો અમુક જ નીકળે. તે ય સંજ્ઞામાં મહીં જે સમજાયું હોય તેવું તો ના જ હોય ને ?! છતાં પણ જ્ઞાની પુરુષની વાણી છે એટલે
સાંભળનારને ક્રિયાકારી થયા વગર રહે નહીં.
܀܀܀܀܀
[૧૪]
બ્રહ્મચર્ય પમાડે બ્રહ્માંડનો આનંદ !
એતાથી શું ના મળે ?
આ કળિયુગમાં આ દુષમકાળમાં બ્રહ્મચર્ય પાળવું બહુ મુશ્કેલ છે. આપણું જ્ઞાન છે તે એવું ઠંડકવાળું છે. અંદર કાયમ ઠંડક રહે, એટલે બ્રહ્મચર્ય પાળી શકે. બાકી અબ્રહ્મચર્ય શાથી છે ? બળતરાને લીધે છે. આખો દહાડો કામકાજ કરીને બળતરા, નિરંતર બળતરા ઊભી થઈ છે. આ જ્ઞાન છે એટલે મોક્ષને માટે વાંધો નથી, પણ જોડે જોડે બ્રહ્મચર્ય હોય તો એનો આનંદે ય આવો જ હોય ને ?! હે ય... અપાર આનંદ, એ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય એવો આનંદ ઉત્પન્ન થઈ જાય ! એટલે આવા વ્રતમાં જ જો પાંત્રીસ વર્ષનો એ પિરીયડ કાઢી નાખે ત્યાર પછી તો અપાર આનંદ ઉત્પન્ન થાય ! એટલે આવો ઉદય આવ્યો છે, એ તો ધન્ય ભાગ્ય જ કહેવાય ને ? હવે પાંસરી રીતે પાર પડવું જોઈએ. બ્રહ્મચર્ય આજ્ઞાપૂર્વકનું હોય તે સાચું અને ત્યારે જ કામ થાય. ભૂલ થાય તો દાદા
પાસે માફી માંગવાની.
હોય.
જેમ દેવું વધારે હોય એમ વિચારો ખરાબ હોય, બહુ ખરાબ વિચારો