________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૪૩ પ્રશ્નકર્તા : આત્મવીર્ય પ્રગટ થાવું કેવી રીતે બને ?
દાદાશ્રી : નિશ્ચય કર્યો હોય ને અમારી આજ્ઞા પાળવાની, ત્યારથી ઉર્ધ્વગતિએ જાય. બે આંખો એ આંખો મળી, ત્યાં આકર્ષણ થયું, તેનું પ્રતિક્રમણ કર કર કરવાનું. એવું પચીસ કે પચાસ હોય, વધારે ના હોય. એનું પ્રતિક્રમણ કરીને છોડી નાખવું બધું. એ અતિક્રમણથી ઊભું થયું છે અને પ્રતિક્રમણથી બંધ થઈ જાય.
- વીર્યને એવી ટેવ નથી, અધોગતિમાં જવું. એ તો પોતાનો નિશ્ચય નહીં એટલે અધોગતિમાં જાય છે. નિશ્ચય કર્યો એટલે બીજી બાજુ વળે, અને પછી મોઢા પર બીજા બધાને તેજ દેખાતું થાય અને બ્રહ્મચર્ય પાળતાં મોઢા પર કંઈ અસર ના થઈ, તો ‘બ્રહ્મચર્ય પૂરું પાળ્યું નથી’ એમ કહેવાય.
પ્રશ્નકર્તા: વીર્યનું ઉર્ધ્વગમન શરુ થવાનું હોય તો એનાં લક્ષણો શું?
દાદાશ્રી : તેજી આવતી થાય, મનોબળ વધતું જાય, વાણી ફર્સ્ટ કલાસ નીકળે. વાણી મીઠાશવાળી હોય. વર્તન મીઠાશવાળું હોય. એ બધું એનું લક્ષણ હોય. એ તો વાર લાગે ઘણી, એમ ને એમ અત્યારે એ ના થાય. અત્યારે એકદમ ના થઈ જાય.
૨૪૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એટલે ના સમજીએ કે ઉભરાઈ ! સ્વપ્નદોષ એટલે ઉભરાવું. ટાંકી ઉભરાઈ ! તે કો'ક ના રાખવો જોઈએ ?
એટલે ખોરાક ઉપર કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. તેથી આ મહારાજ આ એક વખત આહાર કરે છે ને ત્યાં ! બીજું કશું લેવાનું જ નહીં, ચા-બા કશું નહીં લેવાનું.
પ્રશ્નકર્તા: એમાં રાત્રિનો ખોરાક મહત્વનો. રાત્રિનું ઓછું કરવું જોઈએ.
દાદાશ્રી : રાતના ખોરાક જ ના જોઈએ, આ એક જ વખત મહારાજ આહાર લે છે. પણ ચાર રોટલી ખાઈ જાય છે, આ એની ઉંમર તો ખરી ને ! બીજું ચા નહીં, બીજી કોઈ ભાંજગડ જ નહીંને ! આખો દહાડો એ ટાંકી ભરી લીધી. તે ટાંકી ભરી લીધી, તે પેટ્રોલ ચાલ્યા કરે.
એટલે ડિસ્ચાર્જ તો આ ખાવાનું જો કંટ્રોલમાં હોય તો બીજું કશું ના થાય. આ તો ઠોક ને ઠોક ખાવાનું રાખે છે. જે હોય તે અને અજુગતું વસ્તુ આહાર હોય, ત્યારે શું થાય ? જૈન તો કેવો ડાહ્યો ! આવા આહાર નહીં. એવું તેવું ના હોય કશું. છતાં ડિસ્ચાર્જ થાય એનો વાંધો નહીં. એ તો ભગવાને કહ્યું, વાંધો નહીં. એ ભરાય પછી બુચ ખુલ્લો થઈ જાય. ઊર્ધ્વગમન થયું નથી બ્રહ્મચર્ય, ત્યાં સુધી અધોગમન જ થાય. ઊર્ધ્વગમન તો બ્રહ્મચર્ય લેવાની શરત કરી, ત્યારથી જ શરુઆત થાય.
ચેતીને આપણે ચાલવું સારું. મહિનામાં ચાર વખત થાય તો ય વાંધો નહીં. આપણે જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું ના જોઈએ. એ ગુનો છે. એમ ને એમ થાય તેનો વાંધો નહીં. આ તો આ બધું આડા-અવળું ખાવાનું પરિણામ છે. જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું એ ભયંકર ગુનો. આપઘાત કહેવાય. આવી ડિસ્ચાર્જની કોણ છૂટ આપે ? પેલા ભઈ કહે છે, ડિસ્ચાર્જ ય ન થવો જોઈએ. ત્યારે શું મરી જઉં ? કૂવામાં પડું, કહીએ ?
પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ થાય એટલે એ ગુનેગાર લેખાય, એનો મનમાં ક્ષોભ થાય. કારણ કે આ બધા એવી રીતે જ કહે ને કે ડિસ્ચાર્જ ન થવો જોઈએ.
ઉપાયો આદરવા, સ્વપ્નદોષ ટાળવા ! પ્રશ્નકર્તા સ્ત્રીની બાબતમાં જે કંઈ સ્વપ્ના આવે, તે આપણને આ બ્રહ્મચર્યની ભાવનાના કારણે ગમતા ના હોયને ? તો એનો કંઈ ઉપાય ખરો?
દાદાશ્રી : સ્વપ્ના એ તો જુદી વસ્તુ છે. આપણને ગમતું હોય તો નુકસાન કરે ને ના ગમતું હોય તો કંઈ નુકસાન ન કરે. એ ગમે તે આવે, ગમતું હોય તો ફરી આપણે ત્યાં એવું ઊભું થાય અને ના ગમતું હોય તો કશી ભાંજગડ જ નથી.
પ્રશ્નકર્તા: સ્વપ્નદોષ કેમ થતાં હશે ? દાદાશ્રી : ઉપર ટાંકી હોય પાણીની, તે પાણી નીચે પડવા માંડે