________________
૨૩
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જ. આ બહારનું સુખ લે છે એટલે અંદરનું સુખ બહાર પ્રગટ થતું નથી.
પ્રશ્નકર્તા : આ ખાવામાંથી સુખ જાય, તે પછી બીજા બધામાં ફિક્યું જ લાગે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૨૯ પુણ્ય તો ભારે ને !
ઉપવાસ-ઊણોદરી માત્ર “જાગૃતિ' હેતુએ ! મેં આખી જિંદગી એકુંય ઉપવાસ નથી કર્યો ! હા, ચોવીયાર કરેલા, બાકી કશું કરેલું નહીં. મારે પિત્તની પ્રકૃતિ, તે એક ઉપવાસ થાય નહીં. આપણે હવે આની જરૂર શી છે તે ? આપણે આત્મા થઈ ગયા !! હવે આ બધું પરાયું, પારકા દેશનું અને ફોરેન ડીપાર્ટમેન્ટમાં આપણે શી ભાંજગડ આટલી બધી ? આ તો જેને બ્રહ્મચર્ય વ્રત લેવાનું છે, તેમને આ ભાંજગડો કરવાની. નહીં તો આપણા ‘પાંચ વાક્યો’માં તો બધું આવી જાય છે. આ પાંચ વાક્યો એવાં છે કે એનાથી નિરંતર સંયમ પરિણામ રહે. લોકો જે સંયમ રાખે છે, એ સંયમ જ ના ગણાય. એને વ્યવહાર સંયમ કહેવાય, કે જેને વ્યવહારમાં લોકો દેખી શકે એવો હોય છે ! જ્યારે આપણો તો સાચો સંયમ છે. પણ લોક તમને સંયમ છે એવું ના કહે. કારણ કે તમારે નિશ્ચય સંયમ છે. નિશ્ચય સંયમ એ મોક્ષનું કારણ છે અને વ્યવહાર સંયમ એ સંસારનું કારણ છે, સંસારમાં ઊંચી પુણ્ય બંધાવે.
આપણને ઉપવાસની જરૂર નથી, પણ “આપણું જ્ઞાન’ એવું છે કે ઉપવાસમાં બહુ જાગૃતિ રહે. સારો કાળ હોય ને ઉપવાસ હોય તો કેવળજ્ઞાન થઈ જાય !! પણ આ કાળ જ એવો નથી ને !!!
ઉપવાસમાં શું થાય ? આ દેહમાં જે જામી ગયેલો કચરો હોય, તે બળી જાય. ઉપવાસને દહાડે વાણીની બહુ છૂટ ના હોય તો વાણીનો કચરો બળી જાય અને મન તો આખો દહાડો સુંદર પ્રતિક્રમણ કર્યા કરતું હોય, જાતજાતનું કર્યા કરતું હોય એટલે બીજો બધો કચરો પણ બળ્યા જ કરે. એટલે ઉપવાસ બહુ જ કામ લાગે. અઠવાડિયામાં એક દિવસ, રવિવારે ઉપવાસ કરવો. પછી બે દહાડા સાથે ના કરવા, નહીં તો કંઈક રોગ પેસી જાય. ઉપવાસ કરો, તે દહાડે તો બહુ સારો આનંદ થાય ને ?!
પ્રશ્નકર્તા : ઉપવાસ કર્યો હોય, એ રાત્રે જુદી જ જાતનો આનંદ લાગે છે, એનું શું કારણ ?
દાદાશ્રી : બહારનું સુખ ના લે એટલે અંદરનું સુખ ઉત્પન્ન થાય
દાદાશ્રી : બીજામાં પડી રહ્યું જ શું છે ? બધી જીભની જ ભાંજગડ છે ને ?! જીભની ને આ સ્ત્રી પરિગ્રહ, બે જ ભાંજગડ છે ને ? બીજી કોઈ ભાંજગડ જ નહીં ને ?! કાન તો સાંભળ્યું તો ય શું ને ના સાંભળ્યું તો ય શું ? આંખે જોવાનું લોકોને બહુ ગમે, પણ તે તમને બહુ રહ્યું નથી. આંખના વિષય રહ્યા નહીં ને ? સિનેમા જોવા નથી જતા ને ?
જ્ઞાતીઓ એ તવાયાં ઊણોદરી તપ ! અમે ઊણોદરી તપ ઠેઠ સુધી રાખેલું ! બેઉ ટાઈમ જરૂરિયાત કરતાં ઓછું જ ખાવાનું, કાયમને માટે ! ઊણું જ ખાવાનું એટલે મહીં જાગૃતિ નિરંતર રહે. ઊણોદરી તપ એટલે શું કે રોજ ચાર રોટલી ખાતા હોય તો પછી બે કરી નાખે, એનું નામ ઊણોદરી તપ કહેવાય. એવું છે ને, આત્મા આહારી નથી, પણ આ દેહ છે, પુદ્ગલ છે, એ આહારી છે અને દેહ જો ભેંસ જેવો થઈ જાય, પુદ્ગલશક્તિ જો વધી જાય તો આત્માને નિર્બળ કરી નાખે છે.
પ્રશ્નકર્તા : ઊણોદરી કરવાનું જ્યારે મન બહુ થાય છે ત્યારે જ વધારે ખવાઈ જાય છે !
દાદાશ્રી : ઊણોદરી તો કાયમનું રાખવું જોઈએ. ઊણોદરી વગર તો જ્ઞાન-જાગૃતિ રહે નહીં. આ જે ખોરાક છે, તે પોતે જ દારૂ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, તેનો મહીં દારૂ થાય છે. પછી આખો દહાડો દારૂનો કેફ રહ્યા કરે અને કેફ રહે એટલે જાગૃતિ બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : ઊણોદરી અને બ્રહ્મચર્યને કેટલું કનેક્શન ?
દાદાશ્રી : ઊણોદરીથી તો આપણને જાગૃતિ વધારે રહે. એથી બ્રહ્મચર્ય રહે જ ને !! ઉપવાસ કરવા કરતાં ઊણોદરી સારું, પણ આપણે ‘ઊણોદરી રાખવું જોઈએ' એવો ભાવ રાખવો અને ખોરાક બહુ ચાવીને