________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૦૧
દાદાશ્રી : વિમુખ જ થઈ જાય છે ! ટચ જ ના હોવો જોઈએ ને ! એક બઈ એને છોડતી નહોતી. તે પછી કો'ક બીજી બઈને અમથું બોલાવીને હેંડ્યોને એની જોડે, તે પેલી સામું થઈ ગઈ ! ટેકલ કરતાં આવડવું જોઈએ. આને કળા આવડે બધી. છૂટી ગયો મારા ભઈ ! આને આવડતી નથી ને ઘાટ-ઘાટની ગાંસડીઓ જ બાંધ-બાંધ કરે છે.
પ્રશ્નકર્તા : કળા શીખવજો.
દાદાશ્રી : આ શીખવી કેટલી બધી. ખાનગી કહેવાની હોય ! તે પણ. બંધાયેલા હોય ને એમાંથી, પછી એક જણ પોતાનું તોડી નાખવા ફરતો હોય પણ તૂટે નહીં. એ તોડે નહીં ત્યાં તો એનું ફ્રેકચર કરી નાખવું પડે. ત્યાં વહેમ ઘાલી દેવાનો.
પ્રશ્નકર્તા : એક જણ ફ્રેકચર કરે, પણ સામે કરવા ના દે એને. દાદાશ્રી : સામાનું જ ફ્રેકચર કરવાનું. આપણું ફ્રેકચર નહીં કરવાનું. સામો જ ચિડાય કે આ તો ઊલ્ટો ખરાબ નીકળ્યો, બનાવટી.
પ્રશ્નકર્તા : સામેવાળાને એવું થવું જોઈએ કે આ બનાવટ કરી. દાદાશ્રી : આ અવળો જ છે. તે દા’ડે દા'ડે એના અભિપ્રાયો તૂટતા જ જાય. પછી બીજું આડુંઅવળું ચોપડે, ત્યારે તમારે છૂટવું હોય તો છૂટાય. પ્રશ્નકર્તા : તો આપણું જ ફ્રેકચર પૂરેપૂરું ના થયું હોય તો ? પોતાનું મન પૂરેપૂરું ફ્રેકચર ના થયું હોય તો ?
દાદાશ્રી : પછી કોણ ના પડે છે તો ? તો પછી આ દરિયો નથી ! ડૂબી જાય.
પ્રશ્નકર્તા : આપણું પહેલું ફ્રેકચર થઈ જવું જોઈએને ?
દાદાશ્રી : આપણું કરવાનું જરૂર નથી. પહેલું સામાનું ફ્રેકચર કરી નાખને બધું. પછી આપણે આપણું જ્યારે કરવું હોય તો આ થઈ શકે છે, જેને એ કરવું છે એને ! પહેલું પોતાનું તો થાય જ નહીં ને !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : જ્યાં સુધી સામેનું આકર્ષણ છે એટલે પોતાનું પહેલું ના થાય, એવું હશે ?
૨૦૨
દાદાશ્રી : થાય જ નહીં કોઈ દહાડો. જો સામો ગાળો ભાંડતો થઈ
ગયો તો આપણે જ્યારે છોડવું હોય ત્યારે છૂટી જાય.
પ્રશ્નકર્તા : તો સામાનું ફ્રેકચર કેવી રીતે કરાય પણ ?
દાદાશ્રી : હજાર રસ્તા છે બધાં ! નહીં તો એક દા'ડો તો એની મોઢે કહેવું કે ‘શું કરું, મારું મન ગૂંચાય છે ! બે-ત્રણ જણ તારી જેવી હશે. બધાંને વચન આપ્યાં છે’ કહીએ. આ તો અહીંથી કાગળ લખે કે, ‘મને ગમતું નથી તારા વગર.’ ત્યારે છૂટે શી રીતે ? પછી વધારે વળગે પેલી. હવે તને આવડી જશે ને ?
વળગાડી કહી ડીયર, તોડો આપી ફીયર
આપણું વિજ્ઞાન એટલું જ સુંદર છે કે તમને બધી રીતે એડજસ્ટ થઈ જાય. બહારનું એક્સેસ થઈ ગયું હોય તો આત્મા ખોઈ નાખે. બહુ જોરદાર થયું હોય તો આત્માનું વૈદક જતું રહ્યું. જ્ઞાતા-દ્રષ્ટાપણું ઊડી જાય અને ભ્રાંતિ ખવડાવી દે એને મોહનીય કર્મ.
પ્રશ્નકર્તા : બહારનું એક્સેસ થઈ જાય એમ આપે કહ્યું ને, એ કઈ કઈ રીતે એમ ?
દાદાશ્રી : આ કોઈને સ્ત્રીની જોડે એકતા થઈ ગઈ. હવે પોતે છોડવા ફરે પણ સામી છોડે તો ને ? આપણે મળીએ નહીં ને તો ય પેલી વિચાર આપણા ને આપણા કર્યા કરે. આપણા વિચાર કરે એટલે બંધાયેલા કહેવાય. વિચારોથી જ આપણે બંધાયેલા. એ વિચાર બંધ થાય નહીં ને આપણો છૂટકો ના થાય. માટે પહેલાં સમજવું જોઈએ. એટલે એનાં વિચારો તોડવા માટે શું કરવું પડે ? એની જોડે ઝઘડા કરવાં પડે, આમ કરવું જોઈએ, એની જોડે ઊંધું ઊંધું દેખાડવું જોઈએ. બીજી છોકરીને અમથા કહીએ, તું તો મારી બેન છો, કરીને હેંડને મારી જોડે ફરવા જરા, એવું પેલીને દેખાડવાનું એટલે એનું મન ફ્રેકચર કરી નાંખવાનું. ધીમે રહીને.