________________
આ સૂત્ર તરીકે પકડી લેવું. સિન્સિયારીટી તો ઠેઠ મોક્ષે લઈ જાય. સિન્સિયારીટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. સંપૂર્ણ મોરલ થઈ ગયો તે પરમાત્મા થવાનો.
‘રીજ પોઈન્ટ' એટલે છાપરાની ટોચ ! જુવાનીનું ‘રીજ પોઈન્ટ’ હોય, એ પસાર થઈ ગયું કે જીત્યો. એટલો જ પોઈન્ટ સચવાઈ જવો જોઈએ.
તમારી બ્રહ્મચર્ય માટેની દ્રઢ પ્રતિજ્ઞા હોવી જોઈએ. એટલું જ નહીં પણ પ્રતિજ્ઞા પ્યૉર, લાલચ વગરની, ઘડભાંજ વગરની હોવી જોઈએ. જેની દાનત ચોર, તેનો નિશ્ચય કહેવાય જ નહીં. ક્ષત્રિયપણુ હોય ત્યાં દાનત ચોર ના હોય.
જેમ વિષના પારખાં ના કરાય તેમ વિષયના પારખાં ના કરાય. એને તો ઉગતાં જ દાબી દેવાય.
ઉદય કોને કહેવાય ? સંડાસ લાગી હોય તો છૂટકો થાય ? તેવું ઉદયમાં હોય. સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષયમાં લપસી જ નથી પડવું, તેમ છતાં ય લપસી પડાય તેને ઉદય કહેવાય. સાવધાનીપૂર્વક રહેવું, પછી વાંધો નહીં આવે. પાણીમાં પડી ગયો તે બચવા માટે શું ના કરે ? તેવું બ્રહ્મચર્ય માટે ઘટે. દ્રઢ નિશ્ચય આગળ તમામ અંતરાયો ઝૂકી પડે છે !
બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય હોય છતાં વિષયના વિચારો પજવે ત્યારે સાધકે શું સાવધાની રાખવી ? એક તો આ વિચારોને જુદા રાખવાના અને તેમાં ભળવું નહીં, સહી ના કરવી. આ પાછલો ભરેલો માલ છે તે ફૂટે છે તે જાણી મુંઝાવું નહીં. તેમાં તન્મયાકાર ના થવું. મોટું પ્રતિક્રમણ કરી નાખવું. વિચારો ફરી વળે તો શું વાંધો ? હોળીમાં હાથ ના નાખે તેને શું દાઝવાનું ? ગમે એટલા મચ્છરાં ફરતા હોય, તેને ઊડાડતાં વાર કેટલી ? માત્ર જાગતા રહેવું પડે ! જેટલી જુદાપણાની જાગૃતિ હશે તેટલો વિષય જીતાશે ! બ્રહ્મચર્યનું પુસ્તક ખૂબ જ હેલ્પફૂલ રહેશે ને તેને રોજ વાંચવું.
૪. વિષય વિચારો પજવે ત્યારે... મન તો પોલ મારવામાં એક્સપર્ટ. ત્યાં ખૂબ જાગૃતિ રાખી જીતી
23
જવાનું છે !
બ્રહ્મચર્ય માટે સુંદર પરિણતિઓ રહેતી હોય ત્યાં મહીં બુદ્ધિ પાછી વકીલાત કર્યા વગર રહે નહીં કે વિષયમાં શું વાંધો છે ? આને તો તરત ઉખેડીને ફેંકી દેવું. નહીં તો એ પોલ નિરાંતે પૈણાવી દે !
મન જડ છે. તેની આગળ કળાથી કામ કાઢી લેવું. જેમ નાના બાબાને લૉલી પૉપ આપીને પટાવીને ધાર્યું કરાવી લઈએ છીએ, તેમ મનને સમજાવી પટાવીને વિષયમાંથી બ્રહ્મચર્ય માટે વારંવાર વાળી લેવું.
૫. ન ચલાય, મતતા કહ્યા પ્રમાણે ! બે રોટલી ખાવાનો નિયમ કર્યો હોય પછી મનના કહ્યા પ્રમાણે ચાલીએ એટલે નિયમ તૂટી જાય. એટલે મન ઘણું કહે, “ખાવ ખાવ' પણ નહીં. એનું માની લઈએ તો પછી મન લપટું પડી જાય. મનના કહ્યા પ્રમાણે ચાલે તેનું બ્રહ્મચર્ય ટકે જ નહીં. તેથી કબીર સાહેબે કહેલું, “મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.” મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો ના કરાય. એની લૉ-બુક જ જુદી હોય. સ્વછંદ હોય.
મન સામાયિક પ્રતિક્રમણ કરવા ના દે, પોલ મારે. ધ્યેય પ્રમાણે ચાલવું, મનના કહ્યા પ્રમાણે નહીં ! મનને ને ધ્યેયને શું લાગે વળગે ! સ્ટ્રોંગ નિશ્ચયવાળાને મન ગાંઠે નહીં.
બ્રહ્મચર્યનો નિશ્ચય હોય પણ લગ્નનું કર્મ પાછળ પડે તો? પૈણાવી નાખે ને ! ત્યાં જ્ઞાનથી જ રાગે પડે. જ્ઞાન તો ભલભલાં કર્મને પતાવી પાડે !
બ્રહ્મચર્ય પાળનારાનું માઈન્ડ વેવરીંગ હોય તો ય એમાં બરકત ના આવે. મનનું માનવાનું જ નહીં. આપણા અભિપ્રાય પ્રમાણે ચાલવાનું. બ્રહ્મચર્યની બાબતમાં તો નાનામાં નાના અવરોધોમાં જાગૃતિ રાખવાની. ત્યાં સ્ટ્રોંગ રહેવાનું. એક પણ પોલ ત્યાં ના ચાલે. નહીં તો ધ્યેયને ઉડાડી મૂકશે ! મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધા ય ધ્યેયની સામે પડ્યા હોય તો ય સ્ટ્રોંગ જ ના રહે તો બધાંને ટાટું પડવું પડે. પણ સિદ્ધાંતને વળગી રહેવા પ્રથમથી જ સજાગતા જરૂરી છે. આપણે ચેતન ને મન જડ, તે મનનું તે કંઈ સંભળાતું હશે ?!
24