________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૭૧ દાદાશ્રી : લોકોના કહેવાથી આપણને થાય. આપણા કહેવાથી માન્યતા થાય. અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્રઢ થઈ જાય અને એમાં એવું શું છે ? માંસના લોચા છે !
પ્રશ્નકર્તા ઃ એકવાર હું સ્તનનું ઓપરેશન જોવા ગયો હતો. પહેલા જોયાં તો એટલા સુંદર દેખાતા હતા પણ ઓપરેશન કરવા માટે ચીયું તો પછી કંપારી આવી ગઈ.
દાદાશ્રી : સુંદરતા કશી હોતી જ નથી. માંસના લોચા જ છે. પ્રશ્નકર્તા : આ રોંગ બિલિફ કેવી રીતે ઉડાડવી ? દાદાશ્રી : આ મેં કેવી રીતે ઉડાડી હમણાં !
પ્રશ્નકર્તા : રાઈટ બિલિફથી. પેલી વાણિયાની વાત ફીટ થઈ માંસના લોચાવાળી.
દાદાશ્રી : વાણિયાને કહે તો સ્ત્રીને નેકેડ જોવાની ગમે નહીં. એની બુદ્ધિ બહુ સરસ કહેવાય. મને તરત સમજણ પડી જાય કે આની દ્રષ્ટિ કેટલી ઊંચી છે. અને વાઈફના સંબંધમાં માંસના લોચા દેખાય ને કાયમ ચીતરી ચઢતી હતી એને !!! સાઠ વરસે એને ચીતરી ચઢતી હતી, તે સારું કહેવાય ને ?! નહીં તો ચીતરી ના ચઢે.
એ બૂમો, મતતી જ ? પ્રશ્નકર્તા ઃ અંદરથી જે બૂમ પાડે કે ‘જોઈ લો. જોઈ લો.’ એ કોણ છે ? કોઈ સ્ત્રી બાથરૂમમાં નહાતી હોય કે કોઈ વિષય ભોગવતું હોય તો ?
દાદાશ્રી : એ તો રોંગ બિલિફવાળું મન જ કહે. પછી પ્રાપ્ત થયેલું જ્ઞાન, તે વખતે આવીને રોકે કે આમ ના થવું જોઈએ. આ બધી રોંગ બિલિફો છે. જગતને ખબર જ નથી કે આ શું છે તે ! બિલિફો જ રોંગ છે. સો વખત રોંગ બિલિફને સાચી માની હોય તો સો વખત એને ભાંગવી પડે, આઠસો વખત કર્યું હોય તો આઠસો વખત ને દસ વખત કર્યું હોય તો દસ વખત. મિત્રાચારીમાં ફરીએ ને પેલા કહેશે ઓહોહો કેવાં છે, કેવાં
૧૭૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે ! તો આપણે ય મહીં કહીએ કે કેવાં છે ! એમ કરતાં કરતાં સ્ત્રી ભોગવાઈ ગઈ.
મનમાં વિચાર આવે, તે વિચાર એની મેળે જ આવ્યા કરે, તો એને આપણે પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. પછી વાણીમાં એવું બોલવું નહીં કે, વિષયો સેવવા એ બહુ સારા છે અને વર્તનમાં એવું રાખવું નહીં. સ્ત્રીઓની સામે દ્રષ્ટિ માંડવી નહીં. સ્ત્રીઓને જોવી નહીં, અડવું નહીં. સ્ત્રીઓને અડી ગયા હોઈએ તો ય મનમાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ, કે “અરેરે, આને ક્યાં અડ્યો !” કારણ કે સ્પર્શથી વિષયની બધી અસરો થાય છે.
પ્રશ્નકર્તા : એ તિરસ્કાર કર્યો ના કહેવાય ?
દાદાશ્રી : એ તિરસ્કાર ના કહેવાય. પ્રતિક્રમણમાં તો આપણે એના આત્માને કહીએ છીએ કે ‘અમારી ભૂલ થઈ ગઈ, ફરી આવી ભૂલ ના થાય એવી શક્તિ આપજો.” એનાં જ આત્માને એવું કહેવાનું કે મને શક્તિઓ આપજો. જ્યાં આપણી ભૂલ થઈ હોય ત્યાં જ શક્તિ માગવાની એટલે એ શક્તિ મળ્યા કરે.
પ્રશ્નકર્તા: કોઈ સ્ત્રી આપણી પાસે આવીને બેસે તો એમને આપણે કહી શકાય કે બેન, તમે અહીંથી ઊઠીને ત્યાં બેસો ?
દાદાશ્રી : ના, એવું આપણે શા માટે કહેવાનું? આપણી પાસે બેસે એટલે કંઈ આપણા ખોળામાં બેસે છે ?
પ્રશ્નકર્તા : ના, ના, અહીં આપણી સાથે.
દાદાશ્રી : સાથે બેસે તો આપણે શું ? આપણે આપણી દ્રષ્ટિ જુદી, કંઈ લેવાદેવા નહીં. એ તો ગાડીમાં બેસે જ છે ને ? ગાડીમાં શું કરીએ ? અહીં આપણે ખસેડીએ કે ત્યાં બેસો, પણ ગાડીમાં શું કરાય ? અરે, ભીડમાં ય બેસવું પડે. આપણને થાક લાગ્યો હોય તો શું કરીએ ?
પ્રશ્નકર્તા ઃ તો સ્પર્શની અસર થાય ને ? દાદાશ્રી : તે ઘડીએ આપણે મન સંકુચિત કરી નાખવાનું. હું આ