________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : એટલે એ ગાંઠ ઓગળી જાય તો પછી પેલો આકર્ષણનો વ્યવહાર જ નથી રહેતો ને ?
૧૬૪
દાદાશ્રી : એ વ્યવહાર જ બંધ થઈ જાય. ટાંકણી અને લોહચુંબકનો સંબંધ જ બંધ થઈ જાય. એ સંબંધ જ ના રહે. એ ગાંઠને લીધે આ વ્યવહાર ચાલુ છે ને ! હવે વિષય સ્થૂળ સ્વભાવી છે અને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે એવું ભાન રહેવું બહુ મુશ્કેલ છે, એટલે એકાગ્રતા થયા વગર રહે જ નહીં ને ! એ તો જ્ઞાની પુરુષનું કામ છે, બીજા કોઈનું કામ જ નથી ! બાકી આમાં હાથ ઘાલવો જ નહીં, નહીં તો એ ઊલટું દઝાશે. જ્ઞાની પુરુષ તો તમને ભય ટાળવા બોલે. આખું જગત જે સમજે છે, તેવો આત્મા નથી. આત્મા તો મહાવીર ભગવાને જાણ્યો છે તેવો છે, આ દાદા કહે છે તેવો આત્મા છે.
આ ગાંઠો એ તો આવરણ છે ! એ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ના આવવા દે. આ જ્ઞાન પછી હવે ગાંઠો ધીમે ધીમે ઓગળતી જવાની, કંઈ વધવાની નથી હવે. છતાં કઈ ગાંઠો હેરાન કરે છે, કઈ પજવે છે એટલી જ જોવાની હોય, બધી ગાંઠો જોવાની ના હોય. એ તો જેમ આ માર્કેટમાં શાકભાજી બધી પડી હોય, પણ એમાં ક્યા શાક ઉપ૨ આપણી દ્રષ્ટિ જા જા કરે છે તેની જ ભાંજગડ, એ ગાંઠ મહીં મોટી છે ! તારે કઈ કઈ ગાંઠ મોટી છે ?
પ્રશ્નકર્તા : વિષયની એક મોટી છે, પછી લોભની આવે, પછી માન-અપમાનની આવે છે. પછી કપટમાં તો, પોતાનો બચાવ-સ્વરક્ષણ કરવા માટે કપટ ઊભું થાય.
દાદાશ્રી : બીજા કશા માટે કપટ નહીં ને ?
પ્રશ્નકર્તા : અપમાનનો ભય હોય કે પોતાની ભૂલ હોય તો.
દાદાશ્રી : હા, પણ એ સિવાય બીજી કોઈ વસ્તુ માટે કપટ નહીં ને ? આ બધી ગાંઠો કપટવાળી જ હોય, તે કપટ કરે તો જ એનું ફળ
મળે ! બધી ગાંઠો કપટવાળી હોય.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૬૫
દાદાશ્રી : માને ય કપટ કરે તો મળે, અપમાને ય કપટ કરે તો મળે. વિષય પણ કપટ વગર ના મળે.
વિકારી વિચાર આવે છે ખરાં ?
પ્રશ્નકર્તા : એ ઊભું થાય, હજુ કોઈ વખત ! એ પરિણામો ઊભાં થાય, પણ જેથી કરીને પોતાની ચોંટ એમાં ના હોય કશી. પણ એ શું છે, હજી પરિણામ એવાં થઈ જાય છે તે ?
દાદાશ્રી : કેમ માંસાહારના વિચાર નથી આવતા ? એ શાથી એવું ?
પ્રશ્નકર્તા : એ ગાંઠ નથી.
દાદાશ્રી : એ ગાંઠ નથી, એ માલ જ ભર્યો નથી ને ! પછી એ માલ શી રીતે નીકળે ? જે માલ ભરેલો છે, એ જ માલ નીકળે !
પ્રશ્નકર્તા : આટલું સોલ્યુશન કહ્યું એ વાત તો બરોબર છે, પણ એમાં કચાશ શી છે ? એમાં કચાશ વસ્તુ શું રહી જાય છે ?
દાદાશ્રી : જે માલ ભરેલો છે એ નીકળે છે, એમાં કચાશ કયાં રહી ? કેમ મુસ્લિમ ડીશો યાદ નથી આવતી ? અને આ યાદ આવે છે, તે શું છે ? કારણ કે આ માલ ભરેલો છે.
એટલે હવે આપણને ગાંઠો ફૂટે તેનો વાંધો નથી. ગાંઠને તો કહીએ, જેટલી ફૂટવી હોય તેટલી ફૂટ, તું શેય છે ને અમે જ્ઞાતા છીએ.’ એટલે ઉકેલ આવે. જેટલું ફૂટી ગયું એટલું ફરી નહીં આવે. હવે નવું જે ફૂટે છે, પણ તે ગાંઠ વધતી બંધ થઈ ગઈ. નહીં તો એ ગાંઠો તો આવડી સૂરણ જેવડી મોટી હોય. માનની ગાંઠો કેટલાકને તો તે કલાકમાં ચાર જગ્યાએ ફૂટે. આ જ્ઞાન મળ્યા પછી ગાંઠો બધી તૂટવા માંડે, નહીં તો ગાંઠ તૂટે નહીં. આ જ્ઞાન મળ્યું ના હોય ત્યાં સુધી ગાંઠો દહાડે દહાડે વધતી જ જાય ! આત્મા પ્રાપ્ત થયો એટલે નિર્વિષયી થયો, પછી આપણે એ ગાંઠોનો નિકાલ કર્યા કરવાનો. તમને અમે કેમ વઢતા નથી ? અમે જાણીએ છીએ કે ગાંઠો છે, એનો તો નિકાલ કરશે ને ! જે ગાંઠ છે તે ફૂટયા વગર