________________
૧૪૮
હોઈએ તો સારું.'
પ્રશ્નકર્તા : એવું ખરું કે મન જેટલું વૈરાગ્ય બતાડે છે, એટલું પાછું એક વખત આવું પણ બતાડશે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : મનનો સ્વભાવ શું ? એ વિરોધાભાસી, તે બન્ને તત્વ દેખાડે. માટે આ ચેતવાનું કહું છું.
પ્રશ્નકર્તા ઃ મન એક વખત બ્રહ્મચર્યનું, વૈરાગ્યનું બતાડશે એવું રાગ પણ બતાડે એવું ખરું ?
નથી.
દાદાશ્રી : હા. ચોક્કસ ને ! પછી એ રાગનું દેખાડે.
પ્રશ્નકર્તા : એવો ફોર્સ હોય ?
દાદાશ્રી : એથી વધારે હોય અને ઓછો ય હોય. એનો કાંઈ નિયમ
સિદ્ધાંત શું કહે છે ? ગરમ નાસ્તો ખાવ. ટાઢો ના લેશો. ને છતાં ય રોજ બે મઠિયાં ખવડાવવાના. એ મન કહે કે, ‘પાંચેક મઠિયાં ખાઈએ.’ ત્યારે અમે કહીએ, ‘ફરી, હમણે નહીં મળે. આ દિવાળી પછી.’ એ હઉ કહું એટલું.
પ્રશ્નકર્તા : એટલે પાર્શીયલ (અંશતઃ) સિદ્ધાંતનું રાખ્યું ને પાર્શીયલ મનનું રાખ્યું. ત્યારે એનું સમાધાન થયું ને ?
દાદાશ્રી : ના. એવું નહીં. એ સિદ્ધાંતને નુકસાન ના કરતું હોય તે બાબતમાં, એને જરા નોબીલિટી (વિશાળતા) જોઈએ છે, ત્યાં નોબલ રહેવું જોઈએ આપણે.
તમને શું લાગે છે આમાં ? તમારો નિશ્ચય મનથી કરેલો કે સમજણપૂર્વકનો ?
પ્રશ્નકર્તા : મનથી જ કરેલો.
દાદાશ્રી : જ્ઞાન છે એટલે પહોંચી વળાય. નહીં તો હું તમને કહું
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૯
જ નહીં ને ! કશું ય ના બોલું. જ્ઞાન ના હોય તો હું તમને આ સિદ્ધાંતની વાત કરું જ નહીં. ના પહોંચી શકે માણસ.
તિશ્વયો, જ્ઞાત અને મતતા !
પ્રશ્નકર્તા : મનના આધારે થયેલો નિશ્ચય અને જ્ઞાને કરીને થયેલો
નિશ્ચય, એનું ડિમાર્કેશન (ભેદાંકન) કેવી રીતે હોય છે ?
દાદાશ્રી : જ્ઞાને કરીને કરેલા નિશ્ચયમાં તો બહુ સુંદર હોય. એ તો બહુ જુદી વસ્તુ છે. મન જોડે કેમ વર્તવું, એ તો બધી સમજણ હોય જ. એને પૂછવા ના જવું પડે કે મારે શું કરવું ?! જ્ઞાને કરીને નિશ્ચય, તે તો વાત જુદી જ ને ! આ તો તમારા મનથી કરેલું છે ને ?! એટલે તમારે જાણવું જોઈએ કે કો’ક દહાડો ચઢી બેસશે. પાછું મન જ ચઢી બેસે ! જે ‘મને’ આ ટ્રેનમાં બેસાડયા તે જ ‘મન’ ટ્રેનમાંથી પાડી નાખે. એટલે
જ્ઞાને કરીને બેઠા હોય તો ના પાડી નાખે.
પ્રશ્નકર્તા : મનથી અત્યાર સુધી થયેલો નિશ્ચય, એ જ્ઞાને કરીને થઈ જવા માટે શું કરવું ?
દાદાશ્રી : હવે જ્ઞાને કરીને તમારે એને ફીટ કરી દેવાનું એટલે બ્રહ્મચર્યની દોરી આપણા હાથમાં આવી જવી જોઈએ. પછી મન ગમે તેટલું બૂમ પાડે તો ય તેનું કશું ચાલે નહીં. બે-પાંચ વર્ષ સુધી તું સામું બોલે અને પેલો કહે, ‘પણ, પણ.’ અને બધા સંજોગો વિપરીત થાય તો ય આપણે ખસીએ નહીં. કારણ કે આત્મા જુદો છે બધાથી. બધા સંયોગી, વિયોગી સ્વભાવનાં છે.
પ્રશ્નકર્તા : જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનું મન સામું થાય જ નહીં ને આવું ?
દાદાશ્રી : ના. ના થાય. જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનાં ફાઉન્ડેશન (પાયા) જ જુદી જાતનાં ને ! એનાં બધા આર.સી.સી.ના ફાઉન્ડેશન હોય. અને આ તો રોડાંનો, મહીં ક્રોંક્રીટ કરેલું. પછી ફાટ જ પડી જાય ને ?