________________
૧૪૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ત ચાલે વેવરીંગ માઈડ આમાં... આપણું આજનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાનું હોય અને ગયા વખતનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાની હા પાડે. છ મહિના પછી પાછું નવી જ જાતનું બોલે, “પૈણવું જોઈએ.’ એવું, મનની સ્થિતિ એક ના હોય કોઈ દહાડો ય, ડામાડોળ હોય, વિરોધાભાસવાળી હોય.
પ્રશ્નકર્તા છ મહિના પછી મન પૈણવાનું બતાવે, જુદું જુદું બતાવે. તો અમુક સમય આવો જ્ઞાનમાં જાય તો પછી મન એકધારું બતાવતું થઈ જાય ને ? પછી આડુંઅવળું બતાવતું બંધ ના થઈ જાય ?
દાદાશ્રી : ના, એવું ના થાય, પૈડો થાય તો ય પૈણવાનું કહે ને ! પોતે મનને કહે ય ખરો કે ‘આ ઉંમર થઈ, છાનો બેસ !' એટલે મનનું ઠેકાણું નથી. એમ સમજીને મનમાં ભળવાનું જ નહીં. આપણા અભિપ્રાયને માફક હોય એટલું મન એક્સેપ્ટેડ.
જયાં સિદ્ધાંત છે બ્રહ્મચર્યતો... પ્રશ્નકર્તા : આમાં આપણે સિદ્ધાંત કયો કહેવો ?
દાદાશ્રી : આપણે જે નક્કી કર્યું કે ભાઈ, આપણે બ્રહ્મચર્ય પાળવું છે. એટલે પછી મનનું સાંભળવું જોઈએ ?
પ્રશ્નકર્તા : પછી એ બાબતમાં નથી જ સાંભળવું.
દાદાશ્રી : નથી જ સાંભળવું. એ તો બહુ ડહાપણની વાત કરે છે. પણ છ મહિના જો એવું ને એવું નીકળે તો તું શું કરે ? છેદ જ ના મૂકે ત્યાં. હવે એ જ્યારે છેદ એવા મૂકે ત્યારે દેહે થે છેડો નહીં મૂકે. દેહે ય એની તરફ વળી જશે. એટલે બધાં એક બાજુ થઈ જશે. તે તને ફેંકી દેશે. એટલે કહી જ દેવાનું, આટલી બાબત અમારા કાયદાની બહાર તારે સ્ટેજ પણ કશું કરવું નહીં.
પ્રશ્નકર્તા: તો પછી ત્યાં સ્ટેપ કેવી રીતે માંડવું ? દાદાશ્રી : એટલે સ્ટ્રોંગ રહેજો. હું કહું છું કે આવું નીકળે તો તમે
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૫ નાનામાં નાની બાબત માટે પણ સ્ટ્રોંગ રહેજો. હેજ પણ ગળી જશો તો એ તમને ફેંકી દેશે, એટલે એને કહી દેવાનું કે આટલી બાબતમાં તારે અમારા કાયદાની બહાર સ્ટેજ પણ જુદું ચાલવું નહીં. નાનામાં નાની બાબતમાં જાગૃતિ રાખો. નહીં તો પછી એ લપટું પડી જાય.
પ્રશ્નકર્તા: પછી બીજા સિદ્ધાંત આપણા ?
દાદાશ્રી : આટલું કરું તો બહુ થઈ ગયું ! જો પાછો બીજાનું પૂછ પૂછ કરે છે ! બીજું પછી ચલાવી લેવાય. તને કારેલાનું શાક ભાવતું હોય ને મન કહેશે, ‘વધારે ખાવ’. ને ધ્યેયને નુકસાન ન કરતું હોય ને થોડું વધારે ખાધું હોય તો ચલાવી લઈએ ! એવું નથી કહ્યું તમને ?
પ્રશ્નકર્તા : હા, બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ આપણો ઈન્ડીવિજ્યુઅલ | (અંગત) થયો. પણ જ્યારે બે વ્યક્તિઓનો વ્યવહાર ઊભો થાય ત્યારે મન બધું બતાડે અને જ્ઞાન કરીને જોવા જાય તો આખું જ ઓન ધી સ્પોટ ઊડી જાય છે બધું. પણ વ્યવહાર પૂરો કરવો પડે એવું છે, જવાબદારી છે અને એનાં રીઝલ્ટર્સ (પરિણામ) બીજાને સ્પર્શ કરતાં હોય. ત્યાં મન બતાડે તો શું કરવું ?
દાદાશ્રી : આપણો મુખ્ય સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બ્રહ્મચર્ય પાળવું છે, એ સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બીજું બધું તો પોતાનો વ્યવહાર સાચવવા થોડું ઘણું કરવું પડે. તું ત્યાં ના સૂઈ જઈશ. અહીં ઘેર સૂઈ જજે, ત્યાં એવું તેવું બધું કરીએ આપણે. પણ બીજું બધું તો, બ્રહ્મચર્ય પાળવું ને અબ્રહ્મચર્યનો સોદો કરવો, એ બે પોષાય નહીં. એનાં કરતાં પૈણી નાખજો. દહીંમાં ને દુધમાં બેઉમાં રહેવાય નહીં. પછી ભગવાન આવે તો ય ‘નહીં માનું એવું કહી દેવું. બીજું બધું ચલાવી લઈશું. જો તમારે સિદ્ધાંત પાળવો હોય તો.
પ્રશ્નકર્તા : મન ફરી વળે, દેહ ફરી વળે, એવી પરિસ્થિતિ ઊભી ના થાય, તે માટે એના સ્ટાટીંગ પોઈન્ટમાં (શરૂના તબક્કામાં) ચેતીને ચાલવાનું ?
દાદાશ્રી : ચોગરદમ બધાં જ સંજોગો ફરી વળે. દેહે ય પુષ્ટિ બહુ