________________
ભોગવે એની ભૂલ
- દાદા ભગવાન પ્રરૂપિત
ભોગવે એની ભૂલ! “આ ગજવું કપાયું, એમાં ભૂલ કોની ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું? તમારા બેમાંથી અત્યારે ભોગવે છે કોણ?' “ભોગવે એની ભૂલ!'
| ‘ભોગવે એની ભૂલ’ એ કાયદો મોક્ષે લઈ જશે. કોઈ પૂછે કે મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી ? તો અમે એને શીખવાડીએ કે, ‘તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે, એ તારી ભૂલ. તારી શી ભૂલ થઈ હશે, તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે.’ આ તો આખો દહાડો ભોગવટો આવે છે તે ખોળી કાઢવું જોઈએ કેશી શી ભૂલ થઈ છે!
આ તો આપણી ભૂલે બંધાયા છીએ. કંઈ લોકોએ આવીને બાંધ્યા નથી. તે ભૂલ ભાંગે પછી મુક્ત!
- દાદાશ્રી
-
ART
૨
ING 25259"