________________
ભાવના સુધારે ભવોભવ
૧૩
ભાવના સુધારે ભવોભવ
દુભાય તેમ રાખવું. અહંકાર કોઈનો દુભાવવો ના જોઈએ. અહંકાર દુભાય તો જુદો પડી જાય માણસ, પછી ફરી ભેગાં ના થાય. આપણે એવું કોઈને ના કહેવું જોઈએ. ‘તું યુઝલેસ છે, તું આમ છે, તેમ છે.” એવું ઉતારી ના પાડવું જોઈએ. હા, વઢીએ ખરાં. વઢવામાં વાંધો નથી, પણ જે તે રસ્તે અહંકાર ના દુભાવવો જોઈએ. માથા પર વાગે તેનો વાંધો નથી, પણ એના અહંકાર ઉપર ના વાગવું જોઈએ. કોઈનો અહંકાર ભગ્ન ના કરવો જોઈએ.
અને મજૂર હોય એનોય તિરસ્કાર નહિ કરવો. તિરસ્કારથી એનો અહંકાર દુભાય. આપણને એનું કામ ના હોય તો આપણે તેને કહીએ, ‘ભાઈ, મને તારું કામ નથી” અને એનો જો અહંકાર દુભાતો ના હોય તો પાંચ રૂપિયા આપીનેય પણ એને છૂટો કરવો. પૈસા તો મળી આવશે પણ એનો અહમ્ ના દુભાવવો જોઈએ. નહિ તો એ વેર બાંધે, જબરજસ્ત વેર બાંધે ! આપણું શ્રેય થવા ના દે, વચ્ચે આવે.
બહુ ઊંડી વાત છે આ તો. હવે તેમ છતાંય કોઈનો અહંકાર તમારાથી દુભાઈ ગયો હોય તો અહીં અમારી પાસે (આ કલમ પ્રમાણે) શક્તિની માગણી કરવી. એટલે જે થયું, એનાથી પોતે અભિપ્રાય જુદો રાખે છે, માટે એની જવાબદારી બહુ નથી. કારણ કે હવે એનો
ઓપીનિયન’ ફરી ગયેલો છે. અહંકાર દુભાવવાનો જે ‘ઓપીનિયન’ હતો, તે આ માગણી કરવાથી એનો “ઓપીનિયન’ જુદો થઈ ગયો.
પ્રશ્નકર્તા : ‘ઓપીનિયન’થી જુદો થઈ ગયો એટલે શું?
દાદાશ્રી : ‘દાદા ભગવાન' તો સમજી ગયાને, કે આને હવે બિચારાને કોઈનો અહમ્ દુભાવવાની ઇચ્છા નથી. પોતાની ખુદની એવી ઇચ્છા નથી છતાં આ થઈ જાય છે. જ્યારે જગતના લોકોને ઇચ્છા સહિત થઈ જાય છે. એટલે આ કલમ બોલવાથી શું થાય કે આપણો અભિપ્રાય જુદો પડી ગયો. એટલે આપણે એ બાજુથી મુક્ત થઈ ગયા.
એટલે આ શક્તિ જ માગવાની. તમારે કશું કરવાનું નહિ, ફક્ત શક્તિ જ માગવાની. અમલમાં લાવવાનું નથી આ.
પ્રશ્નકર્તા : શક્તિ માગવાની. વાત બરાબર છે, પણ આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને બીજાનો અહમ્ ના દુભાય ?
દાદાશ્રી : ના, એવું કશું કરવાનું નથી. આ કલમ પ્રમાણે તમારે બોલવાનું જ, બસ. બીજું કશું કરવાનું નથી. અત્યારે જે અહમ્ દુભાય જાય છે એ ફળ (ડિસ્ચાર્જમાં) અવશ્ય આવેલું છે. અત્યારે થયું એ તો ‘ડીસાઈડડ થઈ ગયું છે, એ અટકાવી શકાય પણ નહિ. ફેરવવા જવું એ માથાકૂટ છે ખાલી. પણ આ બોલ્યા એટલે પછી જવાબદારી જ નથી રહેતી.
પ્રશ્નકર્તા : ને આ બોલવું એ સાચા હૃદયથી હોવું જોઈએ.
દાદાશ્રી : એ તો સાચા હૃદયથી જ બધું કરવું જોઈએ. અને જે માણસ કરેને, એ ખોટા હૃદયથી ના કરે, સાચા હૃદયથી જ કરે. પણ આમાં પોતાનો અભિપ્રાય જુદો પડી ગયો, આ મોટામાં મોટું વિજ્ઞાન છે એક જાતનું.
આ પ્રમાણે કરવાનું નહિ, તમારે તો આ નવ કલમો બોલવાની જ. શક્તિ જ માગવાની કે ‘દાદા ભગવાન', મને શક્તિ આપો. મારે આ શક્તિ જોઈએ છે. તે શક્તિ તમને પ્રાપ્ત થાય ને જવાબદારી મટી જાય.
જ્યારે જગત કયું જ્ઞાન શીખવાડે છે ? ‘આમ ના કરો'. અરે ભાઈ, મારે નથી કરવું છતાં થઈ જાય છે. એટલે તમારું જ્ઞાન અમને ‘ફીટ’ થતું નથી. આ તમે કહો છો, તેનાથી આગળનું બંધ થાય નહિ અને આજનું રોકાય નહિ, તે બેઉ બગડે છે. એટલે ‘ફીટ’ થાય એવું હોવું જોઈએ.
ભાવ પ્રતિક્રમણ, તëણે જ ! પ્રશ્નકર્તા : જ્યારે સામાનો અહંકાર દુભાવ્યો, ત્યારે એમ થઈ જાય છે કે આ મારો અહંકાર બોલ્યો ને ?