________________
સંપાદકીય
સવારથી સાંજ સુધી ઘરમાં, વ્યવહારમાં કે બહાર લોકોનાં મોંઢે સાંભળવા મળ્યા જ કરતું હોય છે કે આમ નથી કરવું છતાં થઈ જાય છે ! આમ કરવું છે છતાં થતું નથી ! ભાવના ખૂબ છે, કરવાનો ખૂબ પાકો નિશ્ચય છે, પ્રયત્નોય છે, છતાં થતું નથી !
તમામ ધમ ઉપદેશકોની કાયમી ફરિયાદ સાધકો માટે હોય છે કે અમે જે કહીએ તે તમે પચાવતાં નથી. શ્રોતાઓ પણ હતાશાથી મૂંઝાતા હોય છે કે કેમ વર્તનમાં આવતું નથી, આટલું આટલું ધર્મનું કર્યા છતાંય ! એનું રહસ્ય શું ? ક્યાં અટકે છે ? કઈ રીતે એ ભૂલને ભાંગી શકાય ?
પરમ પૂજ્ય દાદાશ્રીએ આ કાળનાં મનુષ્યોની કેપેસિટી જોઈને તેમને લાયક આનો ઉકેલ નવા જ અભિગમથી તદ્ન વૈજ્ઞાનિક ઢબે આપ્યો છે. પૂજ્ય દાદાશ્રીએ વૈજ્ઞાનિક ફોડ પાડ્યો કે વર્તન એ પરિણામ છે, ઇફેક્ટ છે અને ભાવ એ કારણ છે, કોઝ છે. પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં. એ પણ એની વૈજ્ઞાનિક ઢબથી જ થાય. કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈને આવે ! કારણ બદલવા હવે આ ભવમાં નવેસરથી ભાવ બદલો. એ ભાવ બદલવા પૂજ્યશ્રીએ નવ કલમો ભાવવાની શીખવાડી છે. તમામ શાસ્ત્રો જે ઉપદેશ આપે છે છતાંય જે પરિણમતું નથી, તેનો સાર પૂજ્યશ્રીએ નવ કલમો દ્વારા ધરમૂળથી ફેરફાર કરવાની ચાવીરૂપે આપી દીધો છે. જેને અનુસરીને લાખો લોકોએ આ જીવનનું તો ખરું જ પણ ભવોભવનું સુધારી લીધું છે ! ખરી રીતે આ ભવમાં બાહ્ય ફેરફાર ના થાય પણ આ
નવ કલમોની ભાવના ભાવવાથી મહીંના નવા કારણો સદંતર બદલાઈ
૭
જાય છે અને અંતરશાંતિ જબરજસ્ત વર્તાય છે ! બીજાનાં દોષો જોવાના બંધ થાય છે, જે પરમ શાંતિને પમાડવાનું પરમ કારણ બની જાય છે ! અને એમાંય ઘણાંખરાંને તો પૂર્વેની નવ કલમોની નજીકની ભાવના ભાવેલી, તે આજની આ લીંકમાં જ પરિણમીને તુર્ત જ અત્યારે જ વર્તનમાં લાવી નાખે છે !
કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો માત્ર તે માટે પોતાની અંદર રહેલા ભગવાન પાસેથી શક્તિઓ માંગ માંગ કર્યે રાખવાની, જે ચોક્કસ ફળ આપે જ.
પરમ પૂજ્ય દાદાશ્રી પોતા વિશે કહે છે કે ‘આ નવ કલમો એ આખી જિંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો. મેં છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાંય વર્ષોથી, ચાલીસ-ચાલીસ વર્ષથી આ નવ કલમો દરરોજેય મહીં ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું.'
ઘણા સાધકોને મહીં માન્યતા દ્રઢ થઈ જાય છે કે હું આ નવ કલમો જેવું બધું જાણું છું ને એવું જ મને રહે છે. પણ તેને પૂછીએ કે તમારાથી કોઈને દુઃખ થાય છે ? ઘરનાં કે નજીકનાને પૂછીએ તો હા પાડે. એનો અર્થ એ જ કે આ સાચું જાણેલું ના કહેવાય. એ જાણેલું કામ લાગશે નહીં. ત્યાં તો જ્ઞાની પુરુષે પોતાના જીવનમાં જે સિદ્ધ કરેલું હોય, તે અનુભવગમ્ય વાણી દ્વારા આપેલું હોય તો ક્રિયાકારી થાય. એટલે એ ભાવના જ્ઞાની પુરુષની આપેલી ડિઝાઈનપૂર્વકની હોવી જોઈએ, તો જ કામ લાગે ને મોક્ષના માર્ગે સ્પીડી પ્રોગ્રેસ કરાવે ! અને અંતે ત્યાં સુધી પરિણામ આવે કે પોતાનાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન થાય ! એટલું જ નહીં પણ નવ કલમોની ભાવના દ૨૨ોજ ભાવવાથી કેટલાંય દોષો ધોવાઈ જાય છે ! અને મોક્ષમાર્ગે આગળ વધાય છે !
- ડૉ. તીરુબહેત અમીત
દ