________________
ભાવના સુધારે ભવોભવ
30
ભાવના સુધારે ભવોભવ
તે ઉધરસ થાય અને હું નથી સોપારી ખાતો. મારે નથી કોઈ ચીજની ટેવ. પણ માલ ભરેલો ત્યારે ખવાયને ?
બંધ થઈ ગયું. નવી ઇચ્છાઓ છે નહીં એટલે ખાતું બંધ થઈ ગયું. ખાતું સીલ કરવું જોઈએ.
•. ત્યાં પ્રકૃતિની શૂન્યતા ! પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું જ્ઞાન તો આપ્યું. હવે આ પ્રકૃતિ શૂન્યતાને પામવા માટે આ નવ કલમો બોલીએ, તે હેલ્પ કરે છે ?
દાદાશ્રી : એ તો થાય. જેટલાએ ગુણેલું એટલાએ ભાગવું. મને ડૉક્ટર કહે છે, “આ ખાજો.” કહ્યું, ‘ડૉક્ટર, આ વાત બીજા દર્દીન કહેજો. આ અમારો ગુણાકાર જુદી જાતનો છે. તે મને ભાગાકાર કરવા આપે, તે શી રીતે મેળ પડે ?
પ્રશ્નકર્તા : આપ તો એ મરચું વધારે ઉપરથી લઈને ભાગાકાર કરો છો ?
દાદાશ્રી : મરચું લેતી વખતે હું બધાને કહું છું કે આ ઉધરસની દવા કરું છું અને ઉધરસ થાય તે દેખાડું કે જો થઈને ઉધરસ ?
પ્રશ્નકર્તા : એમાં ભાગાકાર ક્યાં આવ્યો ?
દાદાશ્રી : એ જ ભાગાકાર. મરચું ના લીધું હોતને તો ભાગાકાર પૂરી ના થાત.
પ્રશ્નકર્તા : એટલે પહેલાં પ્રકૃતિમાં જે ભર્યું છે, એ હવે પૂરું કરવું છે.
દાદાશ્રી : હા, પૂરું કરી લેવાનું.
આ નીરુબેનને હું કહું છું, ‘તમે કહેતાં હો તો સોપારી ખઉં.’ પણ સોપારી ખાતી વખતે કહું કે આ ઉધરસ થવાની દવા છે. તે એ ઘણી ફેર તો ‘ના’ કહે તો રહેવા દઉં અને પછી કહે કે, “લો. ત્યારે હું લઉં.
આપણું આ “અક્રમ વિજ્ઞાન’ છે ! તે પાછલી આદતો પડેલી છે, તેથી થાય છે. તે આ શક્તિ માગો. પછી લુબ્ધ ખોરાક લેવાય, તેનો વાંધો નથી પણ આ બોલવાથી કરાર છૂટા થાય છે.
પ્રશ્નકર્તા : જે આપણી પ્રકૃતિ છે, જો ગુણાકાર કરશો તો એ વધી જશે. એને ભાગવી જોઈએ. પ્રકૃતિને પ્રકૃતિથી ભાગવી જોઈએ તો એ સમજાવો.
દાદાશ્રી : એટલે આ કલમ બોલ બોલ કરે, એમાં ભાગાકાર થાય ને ઓછું થઈ જાય. આવી કલમ બોલીએ નહીં એટલે છોડવો એની મેળે જ ઊગ્યા કરવાનો. એટલે આ બોલ બોલ કરીએ એટલે ઓછું થઈ જાય. એ જેમ જેમ બોલશોને, તે મહીં જે પ્રકૃતિના જે ગુણાકાર થયા છે, તે તૂટી જશે ને આત્માના ગુણાકાર થશે ને પ્રકૃતિના ભાગાકાર થશે. એટલે આત્મા પુષ્ટ થતો જાય. નવ કલમો રાતદિવસ બોલ બોલ કરો, ટાઈમ મળે તો ! નવરાશ મળે કે બોલવી. અમે તો બધી દવા આપી છૂટીએ, સમજણ પાડી છૂટીએ, પછી જે કરવું હોય તે..
પ્રત્યક્ષ-પરોક્ષ, જીવંત-મૃત્યુ પામેલાતો. પ્રશ્નકર્તા: ૮. “હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.'
દાદાશ્રી : અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખેલું, એને અવર્ણવાદ કહેવાય. એનું ઊંધું બોલવું.