________________
ઉપોદ્ધાત
[ખંડ-૧].
છ અવિનાશી તવ ! [૧] છ અવિનાશી તત્વોથી ચાયું વિશ્વ ! જગત અનાદિ અનંત છે. સંયોગ સ્વભાવથી વિયોગી છે. સંયોગોથી બધું ઊભું થાય છે, વિયોગથી વિખરાઈ જાય છે. આનો કોઈ કર્તા નથી.
ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. કોઈએ ક્રિયેટ કર્યું નથી. ભગવાન પણ રચયિતા નથી. કુદરત પણ રચયિતા નથી. કુદરતી રીતે થઈ ગયું છે.
આ જગત કોઈએ બનાવ્યું નથી ને બનાવ્યા સિવાય બન્યું નથી. એનો અર્થ નિમિત્તભાવથી બધું કર્તા છે, વાસ્તવિકતામાં નથી.
જગતમાં છ શાશ્વત તત્ત્વો છે, તેના સંમેલનથી જગત ખડું થયું છે. આ બુદ્ધિથી સમજાય તેવું નથી. કારણ પોતે ઈટર્નલ થાય તો ઈટર્નલની વાત કરી શકે. આખી થિયરી ઑફ રિલેટિવીટી સાયન્ટિસ્ટો ઓળંગે ત્યારે રિયાલિટીની શરૂઆત થાય છે અને ત્રીજી છે થિયરી ઑફ એબ્સોલ્યુટિઝમ,
છ દ્રવ્યો એ પરમેનન્ટ છે. કેવળજ્ઞાનથી જ દેખાય. સંતો, ભક્તો પણ એને ના જોઈ શકે.
આ તત્ત્વો ઉપર કોઈનો કંટ્રોલ નથી. છએ છ સ્વતંત્ર છે. વિશ્વનો કોઈ માલિક નથી છતાં તેની નિયતિ પણ છે. સૂત્રધાર વ્યવસ્થિત શક્તિ છે. તેય પાછી જડે શક્તિ છે.
છમાં પહેલું તત્ત્વ કર્યું એ જે ખોળવા ગયા તે અનંત અવતાર રખડી મર્યા ! આ તો બધું વિજ્ઞાન છે.
છ તત્ત્વોમાં આત્મા અક્રિય છે. દરેક તત્ત્વોનો પોતાનો વિશેષ ગુણ છે. છએ તત્ત્વો અવિનાભાવી રૂપે રહેલાં છે.
દાદા એવા જ્ઞાની કહેવાય કે જે વની ઑલ્ઝર્વેટરી છે. ચાર વેદના ઉપરી કહેવાય.
એક આત્મા તત્ત્વને જાણે તે તત્ત્વજ્ઞાની અને સર્વ તત્ત્વને જાણે તે સર્વજ્ઞ !
આત્મા જાણ્યાનું ફળ છે, અનંત પીડામાંય અનંત મોક્ષ !
આ બ્રહ્માંડમાં બધાં તત્ત્વો સ્થિર સ્વભાવનાં છે. એક પરમાણુ પણ સ્થિર સ્વભાવનું છે પણ બધાં તત્ત્વો ભેગાં થવાથી અને વિભાવ થવાથી ચંચળ થઈ ગયું છે, જડ પરમાણુઓ પોતે જ ચંચળ છે, ક્યારે આત્મા સ્વભાવથી સ્થિર છે.
છએ તત્ત્વો સ્વભાવથી પરિવર્તનશીલ છે. આકાશ ક્ષેત્રમાં પરમાણુઓ ફર્યા રાખે છે.
દરેક તત્ત્વ દ્રવ્ય, ગુણ અને પર્યાય સહિત હોય. ગુણ અને પર્યાય જેમાંથી ઉત્પન્ન થાય તે દ્રવ્ય, એને જ વસ્તુ કહી..
આત્મા અને જડના મિશ્રણથી વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે. તે નવા જ ગુણો ઉત્પન્ન થાય છે. જેને વ્યતિરેક ગુણો કહ્યા.
વિનાશી અને પરિવર્તનશીલ એ બેઉમાં શો ફેર ? વિનાશી એટલે નાશવંત, શ્યારે મૂળ તત્ત્વ અવિનાશી છે. આત્માના ગુણ અવિનાશી છે અને પરિવર્તનશીલ છે. પર્યાય વિનાશી છે અને પરિવર્તનશીલ છે.
એક પરમાણુ બીજા પરમાણને ઓળંગે, એના પરથી કાળનું નિમિત્ત મળ્યું, એટલા કાળને ‘સમય’ કહ્યો.
આત્મામાં શું પરિવર્તનશીલ છે ? મૂળ ચેતન તે દ્રવ્ય એમાં કશો ફેરફાર નથી. એનો ગુણ છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ... કોઈ પણ શેય જણાય તે આ જ્ઞાનથી ના જણાય પણ એના પર્યાયથી જણાય છે. ગુણ નિરંતર સાથે જ રહે, પર્યાય બદલાય. જેમ શેય બદલાય
13