________________
(૧૨) પુદ્ગલ અને આત્મા !
૩૮૯
૩૯૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
થઈ શકે છે, આવું શક્ય ખરું ?
દાદાશ્રી : એ વ્યવહાર આત્માનું વજન થઈ શકે છે. એટલે એનું કહેવું ખોટું નથી. વ્યવહાર આત્મા છે એટલે શું કે મૂળ આત્માની સાથે બીજા પરમાણુ ગયા, એ પરમાણુનું વજન થાય છે અને આત્માનું વજન માને છે.
એટલે આત્મા વજનદાર છે એ કહે છે એ ખોટું નથી. એનું વજન નીકળી શકે છે. કારણ કે અહીંથી બીજી યોનિમાં જતી વખતે મહીં મૂળ આત્મા અને જોડે જોડે વ્યવહાર આત્મા જાય છે, એમાં પુદ્ગલો જાય છે તે પુદ્ગલનું વજન થાય. મૂળ આત્માનું વજન ના હોય.
મૂળ દૃષ્ટિ બદલાયા સિવાય જે કંઇ પણ કરવામાં આવે છે તે બંધન છે. અમદાવાદને બદલે સુરત ભણી ગાડી જાય, પછી જેટલી સ્પીડ વધારે તેટલી વધારે ઊંધી જાય.
પુદ્ગલ જ વળગ્યું આત્માને ! પરમાણુ જે છે એને આદિયે નથી ને એનો અંતેય નથી. ભગવાનને એકલાને જો ઈનામ આપો તો પરમાણુને દુઃખ થાય.
પ્રશ્નકર્તા : પરમાણુને શું દુ:ખ થવાનું છે ?
દાદાશ્રી : ના, પણ એય અધિકારી છે ને ! એ આદિ-અંત વગરનું છે.
પ્રશ્નકર્તા : પોતાના પ્રભાવથી અધિકારી લાગે છે ને !
દાદાશ્રી : ના, લેવાદેવા જ નહીં. પરમાણુનો પ્રભાવ ભગવાન ઉપર નહીં, ભગવાનનો પ્રભાવ પરમાણુ ઉપર નહીં, બેઉ સ્વતંત્ર તત્ત્વ છે. તો તો ભગવાન આખા દુનિયાનો કર્તા થઈ પડત. ના ચાલે, આટલીય શક્તિ નહીં.
આ ભગવાન બંધાયા છે કે આ પરમાણુ બંધાયા છે ? ઊલટા પરમાણુએ તો ભગવાનને બાંધ્યા છે તે છૂટવા નથી દેતા. (વિભાવ
ઊભું થવાથી બંધન થયું છે. પરમાણુ સ્વતંત્ર રીતે બાંધતા નથી.) લોક છૂટવાનો પ્રયત્ન કરે છે.
આખા જગતમાં એવા પુરુષાર્થી લોક છે કે લોખંડની મોટી સાંકળોના બંધ તોડી નાખે પણ આ સૂક્ષ્મ બંધન પુદ્ગલ અને આત્માનું ના તોડી શકે ને જો તે તોડવા જાય તો ઊલટાના બીજા બંધન વધારે વીંટળાય. ‘પુદ્ગલ’ તો આત્માની જેલ છે.
પ્રશ્નકર્તા: આ પુદ્ગલને એવો તો શું મોહ હશે કે આત્માને છોડતો નથી ?
દાદાશ્રી : ના, એવું નથી. પુદ્ગલ તો એમ કહે છે કે તારું બનાવ્યું હું બન્યું, તારી એક ફૂટી છે કે બે (આંખ ફૂટી છે, તે સાચું દેખાતું નથી) ? એ તો આપણું ઊભું કરેલું છે તત્ત્વ !
દાદાની ભાષામાં પુદ્ગલ આત્માને વળગ્યું છે, આત્મા પુદ્ગલને નહીં. આખું જગત એમ કહે છે કે આત્મા જ પુદ્ગલને વળગ્યો છે. આ અમારી શોધખોળ છે, અમે જાતે જોઈને બોલીએ છીએ કે પુદ્ગલ જ આત્માને વળગ્યું છે. આ છ તત્ત્વોથી ઊભું થયેલું પુદ્ગલ, આત્મા માટે ગૂંગળામણ છે આ એક જાતની. આ પુદ્ગલ તો વિશેષ ગુણ છે.
પ્રશ્નકર્તા : આ જોઈને કહો છો, એ શેમાં જોવાનું હોય ?
દાદાશ્રી : એ ઈન્દ્રિય જ્ઞાન નથી, એ અતિન્દ્રિય જ્ઞાનથી હું જોઈને કહું છું. આ અમને સૉલ્યુશન થઈ ગયું. આ ઈન્દ્રિયજ્ઞાન બુદ્ધિના હિસાબમાં ને લિમિટેડ હોય અને પેલા જ્ઞાનને લિમિટ ના હોય.
બ્રહ્મતી સામે, બ્રહ્મ લટકાં રે ! પ્રશ્નકર્તા : ભક્તિ કોણ કરે છે ? પુદ્ગલ ? પુદ્ગલ કરે છે તો પુદ્ગલથી ક્યારેય ચેતન પ્રાપ્ત ના થાય, તો શું પુદ્ગલ ચેતનની ભક્તિ કરી શકે ? ને તેમ હોય તો ચેતન પ્રાપ્ત થાય ? પુદ્ગલની કઇ ક્રિયા, કેટલી ક્રિયા ને કેવી ક્રિયાથી ચેતન પ્રાપ્ત થાય ?