________________
(૧૧) પુદ્ગલ ભાવ !
૩૮૩
૩૮૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
છે
.
દાદાશ્રી : આપણે દોષિત કહીએ તો, આપણી ઈચ્છામાં દોષિત છે એવું લાગે ત્યારે પેલા ફરી વળે. નહીં તો આપણે કહીએ, ‘ના, એ તો બહુ સારા માણસ છે', પછી એ બંધ થઈ જાય. અમારેય એડજસ્ટમેન્ટ લેવું પડેને આવું કો'ક ફેરો ! અમારે હોય નહીં બનતા સુધી, પણ આવું કો'ક ફેરો તો અમને હલ થાય. પણ અમે તો પરિચિત એટલે ઓળખીએ કે, “ઓહોહો ! આ તમે જડ ભાવ કંઈથી આવ્યા પાછા ? બધાના જડ ભાવ કાઢું ને તમે મારે ઘેર અહીં આવ્યા છો ?”
આ વિજ્ઞાનમાં સફળ થઈ ગયો એટલે કામ થઈ ગયું. પછી પ્રારબ્ધ યારી આપ્યા જ કરે. એ કોક ફેરો વાંકુંચૂંકુ ચાલે થોડો વખત, પણ પછી યારી આપ્યા જ કરે.
પ્રશ્નકર્તા : ત્યાં જ પરાક્રમ કરવાનું ને ! દાદાશ્રી : સ્વપુરુષાર્થ, સ્વપરાક્રમ સહિત હોય.
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી ચાર-પાંચ વરસ પુરુષાર્થ કરવાનો હોય, હવે પરાક્રમ કરવાનું.
દાદાશ્રી : તે ઘડીએ પાછો આમ બગાડે નહીં જ્ઞાનને. મહાપરાણે જ્ઞાન સાચવેલું, સિદ્ધ કરેલું ત્યારે પાછું બગાડે નહીં, એટલા માટે પરાક્રમ કરવાનું. સ્ટીમર તો સારી ચાલ્યા કરે જ, પણ ડોલમડોલ થાય ત્યારે જ એની (જ્ઞાનની) કિંમત.
પ્રશ્નકર્તા : પણ એ પરાક્રમમાં આવે તો પછી શ્રેણી બહુ ચડી જાય.
દાદાશ્રી : બહુ ઊંચી ચડે. શ્રેણી બહુ ઊંચી જતી રહે.
પ્રશ્નકર્તા : આજથી બાર મહિના પહેલાં શું થતું'તું કે દોષ દેખવાની સાથે જ પ્રતિક્રમણ થઈ જતું'તું કે આપણે દોષ કેમ જોયા?
દાદાશ્રી : તરત જ શૂટ ઓન સાઈટ થતું'તું ?
પ્રશ્નકર્તા : શૂટ ઓન સાઈટ. દાદાના વિજ્ઞાનનું બેઝમેન્ટ છે કે આખું જગત નિર્દોષ છે અને આપણે ભોગવે એની ભૂલ છે, પછી શું કામ દોષ દેખાય છે ? એવું બનતું'તું. હમણાં તો પછી શું થયું કે કન્ટિન્યુઅસ દોષિત જ છે, એવું લાગે. દાદાશ્રી : આ તો પેલા જડ ભાવો મૂંઝવી ગયા, બધા ભેગા થઈને
ચેતતતો ભાવ, જ્ઞાતા-દ્રષ્ટા જ ! એક જડ ભાવ ને એક ચેતન ભાવ. ચેતન ભાવ ભળે તો દોષ બંધાય. અને જડ ભાવને લીધે જો આપણે મહીં સહી કરી આપી હોય તો દોષ બંધાય. મહીં સહી ના કરી હોય તો જડ ભાવોને લીધે આપણને કશું બંધાય નહીં. આટલું જ જો સમજે તો આખું જગત સમજી ગયો કહેવાય. જડ ભાવ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી હોય અને તે વધ-ઘટ થયા કરે. તે ગુરુ-લધુ સ્વભાવના હોય. એને ઓળખવા પડે કે આ જડ ભાવ ને આ ચેતન ભાવ. કશું પૂછવા જેવું રાખ્યું જ નથી. તોય બુદ્ધિ ગૂંચવ્યા કરે. એ એનો સ્વભાવ એવો છે. જો સંપૂર્ણ સમજી જાય તો કામ થઈ જાય. અને લોકોને જડ ભાવ ને ચેતન ભાવની તો પરીક્ષા ના હોય કે આ જડભાવ છે કે આ ચેતન ભાવ ! જગત આખું જેને ચેતનભાવ માને છે, તે જડ ભાવ છે. અને તેથી જગત ઊભું રહ્યું છે ને નિરાંતે. પોતે પોતાને જ ઓળખવાનો છે. અનંત કાળથી ઢંકાઇ રહેલો, પોતે પોતાને જ ના જાણે. અનંત કાળથી પોતે પોતાની ખબર નથી પડતી, પોતે કોણ છું તે ? તે અજાયબી છે ને !
પ્રશનકર્તા : ચેતનમાં તો જ્ઞાતા-દ્રા બે જ ભાવને કે બીજા કોઈ ભાવ?
દાદાશ્રી : બીજા બધા બહુ ભાવ છે પણ તે બધા અગુરુલઘુ ભાવ છે. પોતે ઘટ-વધ જ ના થાય. અને ઘટ-વધ થાય એ આપણે જોવાનું કે આ જડ ભાવ છે.