________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૪૫
૩૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : પુદ્ગલને માટે પુદ્ગલનું સેવન, જ્ઞાનીઓનેય પણ કરવું પડે છે, શ્યાં સુધી આ પુદ્ગલની હયાતી છે ત્યાં સુધી ?
દાદાશ્રી : જ્ઞાનીઓય શું કરે ? જ્ઞાનીઓનેય છૂટકો નહીં, કોઈને છૂટકો નહીં.
પ્રશનકર્તા : તો પછી આ પુદ્ગલની અંદરથી જે વસ્તુ પેદા થયેલી, એના સેવનથી જો આ પુદ્ગલ સારું થતું હોય તો, એનો ઉપયોગ કરવામાં વાંધો શું ?
દાદાશ્રી : પણ એ તો હાથમાં સત્તા નથી. એનો દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ છે. એટલે ચાલે નહીં. કાળ ભેગો થાય ત્યારે પાછું લોક કહેશે, આ તમને ઉધરસ કોણે કરી ?” ત્યારે કહે, ‘ઉધરસ પુદ્ગલે કરી.” મટાડશે કોણ ? ત્યારે કહે, ‘પુદ્ગલ મટાડશે.” દુઃખ કોને છે ? ત્યારે કહે, ‘પુદ્ગલને.” પણ હવે એ એને પોતાને સમજાય નહીંને ! બૈરી જોડે મતભેદ પડે તે, એને બેઉને દુઃખ થાય. રાતે ઊંઘ ના આવે પાછી.
પુદ્ગલને પુદ્ગલ અથડાય છે. ચેતનને ચેતન કદી જ અથડાતું નથી.
પિંડનું અંકગણિત ! જગતમાં ચાર વસ્તુ છે. સરવાળા-બાદબાકી એની મેળે જ થઈ રહે છે. કારણ કે પુદ્ગલનો સ્વભાવ છે. ગુણાકાર-ભાગાકાર પોતે કરે છે. તે શેષ વધે છે. મેર મૂઆ, નિઃશેષ ભાગાકાર કર તો ઉકેલ આવશે.
સરવાળા-બાદબાકી પુદ્ગલના છે. ગુણાકાર-ભાગાકાર (વ્યવહાર) આત્માના છે. રાગ ત્યાં ગુણાકાર, દ્વેષથી તેનો ભાગાકાર, ઊંચો થવું એ ગુણાકાર, નીચે થવું એ ભાગાકાર અને રાતે ઓઢીને યોજના કરે છે તે ગુણાકાર કરે છે. મેં પહેલાં ભાગાકાર કરવા માંડ્યો, તે નિઃશેષ ભાગાકાર કર્યો એટલે પૂરું થયું. ગુણાકાર ને ભાગાકાર તે ક્યારેય પુદ્ગલના હતા જ નહીં, તે (વ્યવહાર) આત્માના જ છે. હવે તમે કહો કે આ બરાબર નથી, આ તેમ નથી, એટલે આ વિશ્રસાના ગુણાકાર
થાય તે પ્રયોગસા. આ પ્રયોગસા થઈને પછી મિશ્રણા થાય. મિશ્રણામાંથી પાછા વિશ્રામાં જાય. કારણ પરમાણુ એ પ્રયોગસા, રૂપક પરમાણુ એ મિશ્રસા. પછી ફળ આપીને વિશ્રા નિરંતર થયા કરે પણ પ્રયોગસા થવાના બંધ થાય એટલે મિશ્રા ઉત્પન્ન ન થાય, એટલે બધું બંધ થાય.
દેહને પોતાનું શરીર માને છે. આરોપિત ભાવ છે એટલે જગત અવાસ્તવિક દેખાય. એટલે તે ગુણાકાર કરે ને પાછો ભાગાકાર કર્યા કરે. પુદ્ગલના સ્વભાવિક પરમાણુ છે, પણ આત્માનો વિભાવિક સ્વભાવ છે. એટલે ગુણાકાર-ભાગાકાર, બ્રાંત આત્માનો સ્વભાવ છે. ભાગાકારમાં જ ગુણાકારનું બીજ પડેલું છે ને ગુણાકારમાં ભાગાકારનું બીજ પડેલું છે. તેને આપણે ઘાલમેલ કહીએ છીએ. આ જગતમાં સરવાળાબાદબાકી-ગુણાકાર ને ભાગાકાર એ ચાર જ વસ્તુ છે. મોટાભાગના જીવો ભ્રાંતિમાં છે. તે નર્યા ગુણાકાર જ કર્યા કરે છે. બે રકમનો ગુણાકાર કરીએ ને મળતો ન આવે તો તેનું શું કારણ ? આ જગત આખું સાંસારિક સુખથી ભરેલું છે. જે તમને સુખ ન આવ્યું તો કંઈક ભૂલ રહી ગઈ છે, તેવી તમને સમજ ન પડે ?
- સવારના પહોરમાં સંયોગોના સરવાળા થવા માંડ્યા. અમે કોઈ વસ્તુના ભિખારી નથી, છતાં વ્યવહારમાં અમારી પાસે ભિખારીપણું કરાવ્યું (ગુણાકાર) ને બેબીને કહ્યું કે જા બેન, સ્વેટર લઈ આવો. માગ્યું એ ગુણાકાર ને પહેર્યું એ સરવાળો થયો. તે જ આ સરવાળાની બાદબાકી થવાની તે કુદરતી છે એટલે હવે ગરમી લાગે છે. તે સ્વેટર કાઢી નાખવાનું મન થયું તે ભાગાકાર. પછી સ્વેટર કાઢી નાખ્યું તે બાદબાકી થઈ. તે બાદબાકી થઈ તે સંયોગી પુરાવા ઊભા ત્યારે અમે કાઢી નાખ્યું.
ફોરેનના લોકો કહે કે અહીંનાને પણ બધાને ગુણાકાર-ભાગાકારસરવાળા અને બાદબાકી આવડે કે ના આવડે ? દરેકને આવડે જ. આ જગતમાં આ ચાર જ વસ્તુ છે, પાંચમી કોઈ વસ્તુ છે જ નહીં. જે બીજી અનંત વસ્તુઓ તમને દેખાય છે તે ચાર વસ્તુઓમાંથી જ ઉત્પન્ન થયેલી છે. મૂઆ, લોક બીવડાવ બીવડાવ કરે છે. લુચ્ચાઈ ન કરીશ,