________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૪૧
૩૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
કશો અધિકાર જ નથી. હા, એટલું કહેવાનો અધિકાર છે કે તમે સ્વરૂપની રમણતા કરો છો કે પુદ્ગલની રમણતા કરો છો ? એવું પૂછાય. ત્યારે કહે, ‘સ્વરૂપની રમણતા કરીએ છીએ.’ તો બરોબર છે. શુદ્ધાત્માની રમણતા એ જ મુખ્ય વસ્તુ છે. અત્યાર સુધી આ પુદ્ગલની રમણતા હતી. આ બધું પુદ્ગલ જ કહેવાય ને ! જે રૂપે કહો, આમ રૂપે કહો કે તેમ રૂપે કહો, પણ બધા રૂપે બધું પુદ્ગલ જ છે. બધા જેટલા સાધન માર્ગે છે, એ બધા પૌગલિક રમણતામાં છે !
પ્રશનકર્તા : એટલે પુદ્ગલ જેવું પૂરણ કરેલું...
દાદાશ્રી : એવું જ ગલન થાય છે. સત્તરે ગુણ્યા’તા અને હવે કહે છે કે મારે ત્રણથી ભાગવું છે તો કેમ ભગાતું નથી ? અલ્યા મૂઆ, જેટલે ગુણ્યા'તા એનાથી જ ભાગ તો એ શેષ વગરનું આવે.
પ્રશ્નકર્તા : પણ આ ક્રિયાઓ તો નિઃશેષ થતી નથી ને ? કહો છો ને કે ક્રિયાઓ પુદ્ગલ કરે છે, તો એ હવે એને નિઃશેષ થવા માટે પાછું એવો ભાગાકાર કરવો પડે ?
દાદાશ્રી : પુદ્ગલ છે તે એ એવી રીતે જ બધું કાર્ય કરે છે. એમાં આ ડખલ કરે છે કે ના, સત્તરે શું કરવા લાગે છે, ત્રણે ભાગ, પાંચ ભાગ.
પ્રશ્નકર્તા : નહીં તો આમ નિઃશેષ થવાનું હતું ? દાદાશ્રી : હા, એની મેળે ચોખ્ખું જ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ આ ભાગાકાર કરે છે કે ગુણાકાર કરે છે એટલે વધે છે બીજું.
દાદાશ્રી : આ લોકો ડખલ કરતા હોયને તો ઉપર વાદળાં (આવરણ લાવ્યા) વગર હોય નહીં. વાદળાં લાવ લાવ જ કર્યા કરે, બારે મહિના. ઊલટું ડખલ નથી ત્યાં એટલું સારું છે. નહીં તો આ લોકો જેમાં ને તેમાં મહીં ડખલ કર્યા કરે. અને આપણે આ (જ્ઞાન પછી) ડખલ નહીં ને, એટલે નિરાંત થઈ ગઈ.
મરતું-જીવતું નથી કોઈ ! પ્રશનકર્તા : તો પુદ્ગલનીયે જાગૃતિ નથી, આત્માનીય નથી, તો પછી કોની કહેવાય ? - દાદાશ્રી : પુદ્ગલની જ. આ પુદ્ગલ લઢે છે, પુલનું અતિક્રમણ છે, પુદ્ગલ ક્રમણ છે, પુદ્ગલ પૈણે છે, પુદ્ગલ રાંડે છે, પુદ્ગલ મરે છે, પુદ્ગલ જન્મે છે. પણ બહાર વાત આ ના બોલાય. અહીં વાત બોલાય. આ સાપેક્ષ વાત છે. બહાર તો તમે કહો છો, ત્યાં મારે એવું જ બોલવું પડે કે આત્મા જન્મે છે ને આત્મા મરે છે.
પ્રશ્નકર્તા : પુદ્ગલ અતિક્રમણ કેવી રીતે કરે ?
દાદાશ્રી : એવું છે ને, પુદ્ગલ અતિક્રમણ એકલું ના કરે, આ જગત જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. લઢાઈઓ જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. આ બધું જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. એ જ્ઞાનીઓની ભાષા બીજા લોકોને કેમ સમજમાં આવે ? જ્ઞાનીઓ જોઈને કહે છે, શ્યારે બીજાને પ્રતીતિમાં લાવવાનું છે.
પ્રશ્નકર્તા : પુદ્ગલનું જે થયા કરે છે તે વ્યવસ્થિતના ધોરણે થયા કરે છે, પણ તે અતિક્રમણ કેવી રીતે કરી શકે ?
દાદાશ્રી : ક્રમણ કરી શકે અને અતિક્રમણ બધું જ એ જ કરે છે ને ત્યારે.
પ્રશનકર્તા : એ પુદ્ગલમાં આત્માનું ચેતન ભળે તો જ થાયને ?
દાદાશ્રી : એનું નામ જ પુદ્ગલ કહેવાય. આ જે પુદ્ગલ પરમાણુ છે ને, એ તો આપણે પુદ્ગલ કહીએ છીએ, એટલું જ છે. એ તો પરમાણુ જ છે. પણ મિશ્રચેતનને ભગવાને પુદ્ગલ કહ્યું છે. પુદ્ગલ એટલે શું, કે મિશ્રચેતન ચૈતન્યભાવથી ભરેલું તે, પૂરણ થયું
એ બીજા અવતારમાં ગલન થાય છે. પાછું પૂરણથી ચાર્જ થાય છે ને ડિસ્ચાર્જથી ગલન થાય છે. અને અતિક્રમણ એ ગલન છે. પણ એ