________________
(૩) ક્રિયાવતી શક્તિ !
મૂકી દેજો તો કામ થાય, નહીં તો આપણું કામ જ ના થાય ને ! આ તો સહેજ મગજમાં પેસી ગયું ને, તો કંઈનું કંઈ આડે પાટે ઘાલી દેશે ! કારણ કે વાત સાચી નથી. તેથી મેં ધર્મના પુસ્તક વાંચવાની ના કહેલીને ! કારણ કે એ કરેક્ટ નથી. આ તો તમે મને પૂછો તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ નહીં આવે ને તમે ગૂંચાઈ જશો. આ તો આત્માને ક્રિયાવાન કહ્યો ત્યાંથી જ આ ભ્રાંતિ ઊભી થઈ ગઈ.
૧૯૫
સ્વભાવિક આત્મા કેવો છે ? ત્યારે કહે, અક્રિય છે. અને અત્યારે મહીં શરીરમાં સ્વભાવિક જ છે. અત્યારે જરાય વિભાવિક થયો નથી. શ્યારે ખોળો ત્યારે તેવો ને તેવો જ છે. એમાં વિભાવિક થવાની શક્તિ જ નથી. એ રૂપ ફેરફાર થાય એવું છે જ નહીં ! જે મેં જોયો છે, તેમાં કોઈ દહાડોય ફેરફાર થયેલો મેં જોયો નથી. છતાં એની ક્રિયા કહેવી હોય તો લોકો એમ કહી શકે કે આત્મા જ્ઞાનક્રિયાનો કર્તા છે અને દર્શનક્રિયાનો કર્તા છે. એ એની સ્વભાવિક ક્રિયા છે. આ ધર્માસ્તિકાય પણ સ્વભાવિક ક્રિયામાં હોય, અધર્માસ્તિકાય પણ સ્વભાવિક ક્રિયામાં હોય, આકાશેય સ્વભાવિક ક્રિયામાં હોય. છતાં એ કંઈ ગણતરીમાં
ના કહેવાય. આ છયે તત્ત્વોમાં આ પુદ્ગલ એક જ તત્ત્વ એવું છે જે
સક્રિય કહેવાય છે અને એ સક્રિયતાને લીધે કાળ ઓળખાયો. નહીં તો
કાળજ ના ઓળખાત. કાળ તત્ત્વની ઓળખાણ થવાનું કારણ આ પુદ્ગલ તત્ત્વ સક્રિય છે તે માટે. આ પેલી શીશીમાંથી આમ રેતી પડ્યા કરે છે ને, તે બધી પડી રહે ત્યારે આપણે જાણીએ કે ‘ઓહોહો ! અડતાલીસ મિનિટ થઈ ગઈ.' એ અડતાલીસ મિનિટના આધારે એ શીશી ભરેલી. એટલે આ બધું કાળના આધારે જૂનું થઈ રહ્યું છે. સર્જન થાય છે ને પાછું વિસર્જન થાય છે. સર્જન થાય છે ને એ વિસર્જન થયા કરે છે. હું શું કહેવા માગું છું એ તમને સમજાય છે ? ફોડ પડે છે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કચાશ હોય તો ફરી ફરી પૂછવું, વાતચીત કરવી. આવું બીજું બધું ફરી વાંચવું નહીં. આ તો કંઈનો કંઈ રોગ ઘાલી જાય તો મહીં રાગે પડેલુંય બગડી જાય.
૧૯૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ફેર, પરમાણુ તે પુદ્ગલનો !
પ્રશ્નકર્તા : તો પછી ત્યાં પુદ્ગલનું જ કર્તાપણું હોય, એ એક સાઈડમાં સમજાય છે.
દાદાશ્રી : હા, કર્તા જ પુદ્ગલ છે. આ ક્રિયા પણ બધી પુદ્ગલની છે. જડની જ ક્રિયા છે આ બધી. સ્વભાવથી જ સક્રિય છે. કોઈ ચેતન કોઈ ક્રિયા કરી જ ના શકે.
પ્રશ્નકર્તા : સક્રિય એટલે શું ? દાદા, આપ જરા સમજાવશો. દાદાશ્રી : નિરંતર કંઇ ક્રિયામાં જ હોય.
આ બધો વિભાવ પુદ્ગલની કરામત છે. પુદ્ગલ, ચેતન ન હોવા છતાં તેની કરામતથી જ બધું પેદા થાય છે. પુદ્ગલ એટલે અનાત્મા. કરામત ભુલભુલામણીવાળી છે. માણસ જાજરે (સંડાસ) જાય અને કરાવે છે કોણ ? પુદ્ગલ. આ જગતમાં જે જે કંઈ કરામત છે તે પુદ્ગલની સ્વતંત્ર કરામત છે.
અને જે સ્કંધ થાય છે એ તો સ્વભાવિક પુદ્ગલ છે, એનો સ્વભાવ છે સ્કંધ થવાનો. સ્વભાવિક રીતે ભેગા થઈ જાય. અમુક બે અણુ ભેગા થયેલા તો બે અણુ, ત્રણ અણુ હોય તો ત્રણ અણુ ભેગા થઈ જાય તો સામાસામી જોઈન્ટ થઈ જાય બધા.
પ્રશ્નકર્તા : એટલે આનો અર્થ એમ કે જે શુદ્ધ પરમાણુઓ છે વિશ્રસા સ્વરૂપે, એને પૂરણ-ગલન છે ?
દાદાશ્રી : એ ક્રિયાકારી છે, સક્રિય છે પણ પૂરણ-ગલન જ કહેવાય છે. મિશ્રચેતન એને જ પુદ્ગલ કહેવાય, બીજા બધાને પુદ્ગલ ના કહેવાય.
પ્રશ્નકર્તા પરમાણુ અને પુદ્ગલ એ બેમાં ફેર કહ્યો છે ને
આપે ?
દાદાશ્રી : પરમાણુ ને પુદ્ગલમાં એક તો શુદ્ધ પુદ્ગલ હોય છે