________________
૧૭૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
૧૭૧ એટલું રૂપવાન હોય, ગુલાબનાં ફૂલ વધારેમાં વધારે, ગમે એવાં રૂપાળા હોય તો આપણે શું લેવાદેવા ? પુદ્ગલના ગુણો છે બધા. અને આ પુદ્ગલ રૂપી અને “પોતે’ અરૂપી, બે ભેગા થવાથી આ સર્જન થઈ ગયું, વિશેષભાવ ઉત્પન્ન થયો !
પુદ્ગલ એટલે પૂરણ થયેલું હોય ને પાછું ગલન થાય. ગલન થયેલું પૂરણ થાય, પૂરણ થયેલું ગલન થાય. આ બધું દેખાય છે જગતમાં તે બધું જ પુદ્ગલ છે ને કેવું આમ રૂપાળું મહીં દેખાય છે ! આમ તો લાગે છે ને રૂપાળું, નથી લાગતું ?
પ્રશ્નકર્તા : હા, લાગે છે. દાદાશ્રી : તેથી તો જગત ફસાયું છે એમાં. પ્રશ્નકર્તા : બન્ને લાગે છે, કદરૂપું લાગે છે ને રૂપાળું પણ લાગે
તોય પણ વિનાશી. આત્મા લાવણ્યવાળોય નથી, આત્મા તો ઓર જાતનો છે.
જડ રૂપી, આત્મા અરૂપી ! આત્માને અરૂપી શા આધારે કહ્યો ? ત્યારે કહે, જડ રૂપી છે એટલે આત્મા અરૂપી, નહીં તો એને કંઈ લેવાદેવા નથી. ત્યાં જે સિદ્ધગતિનો આત્મા છેને, એ અરૂપીય નથી, રૂપીય નથી, કશુંય નથી. આમાંનો કશો ગુણ જ નથી. આ તો આના આધારે, પુદ્ગલ છે માટે આ દેખાય છે. માટે અરૂપી કહેવો પડે છે. એને કશું લેવાદેવા જ નથી. આ તો વિચારણા માટે કહ્યું અને અરૂપી એકલું નથી.
પ્રશ્નકર્તા : આત્માના ગુણો અને એના ધર્મ તો જુદા જ ને?
દાદાશ્રી : આ અમૂર્ત, અરૂપી એ ગુણો નથી. આત્માના ગુણો તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ, અવ્યાબાધ છે. આ બીજું તો વિચારણા કહેવાય. આના આધારે શાસ્ત્રકારો શું કહે છે કે અરૂપી તરીકે ભજશે તો તેનેય પહોંચી જશે. જો અમૂર્ત તરીકે ભજશો તો પેણે પહોંચી જશે. આ પુદ્ગલ એકલું જ મૂર્ત છે, બીજા બધાય અમૂર્ત છે. અસંગ તો બધાય અસંગ જ છે. નિર્લેપ તો એ વસ્તુ આત્માને લાગુ થાય છે કે આટલું બધું જોડે છે એ છતાંય એને લેપ ચઢતો નથી કોઈ રીતનો. તે બીજા પાંચનેય નથી ચઢતો અને બધા નિર્લેપ છે. એટલે જ આપણે એને ટંકોત્કીર્ણ કહીએ છીએ. કશું અડે નહીં, ચોંટે નહીં, ભેગાં થાય તોય નહીં. પછી અવિચળ તો, એક ફક્ત પુદ્ગલ એકલું ચંચળ છે, બીજા બધાં અવિચળ છે. અવિનાશી તો, બધાં તત્ત્વો અવિનાશી છે. આત્મા એકલાની વાત નથી. એટલે આમ ભજવાથી મૂળ વસ્તુને પહોંચતું નથી. બે વસ્તુના આધારે આપણે જાણી લેવાનું કે ભઈ, આ પુદ્ગલ બધું મૂર્ત અને ‘હું અમૂર્ત. પણ ખરી રીતે સિદ્ધગતિના આત્મા મૂર્તય નથી અને અમૂર્તય નથી. ત્યાં તો આત્મા એ આત્મા છે. આ તો થીયરી ઑફ રિલેટિવિટી છે, માટે આવું બોલવું પડ્યું છે. આ પુદ્ગલ છે તે મૂર્તિ તો આને અમૂર્ત કહીએ તો
દાદાશ્રી : ના, એટલે એ પોતે સાપેક્ષ છે. માટે રૂપાળું છે તો કદરૂપું છે, કદરૂપું છે તો રૂપાળું છે. કદરૂપી ના હોત તો રૂપાળી ના કહેવાત. એટલે આ સાપેક્ષ વાત છે. આ પુદ્ગલના તો બહુ ગુણો છે, પણ એનામાં જાણપણાનો ગુણ નથી. પોતે જાણી શકે નહીં કે લાગણીવાળું નથી કે એને અનુભવ થતો નથી. આ બધાં જ પુદ્ગલના ગુણ દેખાય છે, જેટલું જગત દેખાય છે તે બધા જ. આ આંખની કીકીયે પુદ્ગલ છે. કેવી કેવી રૂપાળી કીકીઓ હોય છે, કેટલાકને બિલાડી જેવી હોય છે, કેટલાકને કાળી હોય છે, કેટલીય જાતજાતની કીકીઓ !
રૂપ બધા પ્રકારનાં છે. રૂપ માત્ર જેટલું છે ને, તે પણ પુદ્ગલના ગુણ છે. આંખ ગમે એવી રૂપાળી દેખાતી હોય, એ પણ પૌગલિક ગુણ.
આંખ મુખ્ય તેજસ પરમાણુની બનેલી છે. બધું ગમે એવું દેહધારી હોય, ગમે એવું લાવણ્ય દેખાતું હોય