________________
ઉપોદ્ધાત
- ડૉ. નીરુબેન અમીત
[૧] પ્રજ્ઞા ‘હું શુદ્ધાત્મા છું અને આ દેહ જુદો છે એવો ખ્યાલ ક્યા ભાગને રહે છે ? પ્રજ્ઞાને !
પ્રજ્ઞા કેવી રીતે ઉત્પન્ન થાય ? સ્વરૂપનું જ્ઞાન મળે તેની સાથે જ પ્રજ્ઞા પ્રગટે. ત્યાં સુધી અજ્ઞા જ હતી.
બે શક્તિઓ છે. એક અજ્ઞા, જે જીવમાત્રને હોય જ અને જ્ઞાન મળ્યા પછી બીજી શક્તિ આત્મામાંથી ડિરેક્ટ નીકળે છે તે પ્રજ્ઞાશક્તિ ! પ્રજ્ઞાશક્તિ આત્મામાંથી બહાર નીકળવા ના દે ને અજ્ઞાશક્તિ સંસારમાંથી બહાર નીકળવા ના દે, અજ્ઞાથી બંધ છે, પાપ-પુણ્ય છે. અજ્ઞા છે ત્યાં અહંકાર હોય જ. એટલે આ ‘મેં કર્યું, મેં ભોગવ્યું” રહ્યા કરે. પ્રજ્ઞામાં જ્ઞાતા છે, ભોક્તા નથી ને કર્તા ય નથી. જગતમાં કોઈ જ કર્તા ના દેખાય એ અંતિમ જ્ઞાન.
સમ્યક્ બુદ્ધિ એ જ પ્રજ્ઞા ? ના. પ્રજ્ઞા સમ્યક્ બુદ્ધિથી ઊંચી. પ્રજ્ઞા તો પ્રતિનિધિ છે મૂળ આત્માની! એટલે મૂળ આત્મા જ કહેવાય છે.
અજ્ઞાશક્તિએ જ આ સંસારમાં ભટકાવી માર્યા છે. અજ્ઞા જોડે લશ્કર મોટું છે. ક્રોધ-માન-માયા-લોભ, અહંકાર બધું બહુ ભારે હોય. અને પ્રજ્ઞા પાસે કોઈ નથી, અહંકારે ય નથી. તેથી ત્યાં “આપણે” પોતે હાજર રહેવું જોઈએ. “આપણે” પ્રજ્ઞાપક્ષમાં રહ્યા તો પ્રજ્ઞા પહોંચી વળે એવી છે. મહીં સહેજ પણ ચંચળતા ઊભી થઈ કે તરત દરવાજા બંધ કરી દેવા !
અન્ના હોય તે સફીકેશન કરાવે. એટલે આપણું સુખ આવરાય. ચિંતા હવે ના થાય.
એજ્ઞાન દશામાં ઈચ્છાઓ ઊભી થતી હતી, તે પૂરી કરવા અજ્ઞાશક્તિ કામ કરતી હતી. જ્ઞાન પછી નવી ઈચ્છાઓ ઊભી ના થાય એટલે પાછલાં બીજમાંથી નવા બીજ ના પડે અને છે એનો નિકાલ કરી નાખવાનો.
અજ્ઞા સંસારના ડિસિઝન લે ને પ્રજ્ઞા મોક્ષના !
પ્રજ્ઞા એ જ્ઞાનથી ઊભી થનારી શક્તિ છે. અજ્ઞા અને પ્રજ્ઞા બન્ને આત્માની શક્તિ છે. વિશેષ પરિણામને લીધે અજ્ઞા ઉત્પન્ન થઈ. જ્યાં સુધી આત્મા વિશેષ પરિણામમાં સપડાયેલો છે ત્યાં સુધી અજ્ઞાશક્તિથી બહાર નીકળે નહીં ને ! જ્યારે “પોતે ‘પોતાના' ભાનમાં આવે ત્યારે અજ્ઞા શક્તિ ખસે. પછી પ્રજ્ઞાશક્તિ પ્રગટે ને કામ કરે. પછી એ સંસારમાં ના પેસવા દે, ચેતવ્યા કરે.
પ્રજ્ઞાશક્તિ વધારાય? પ્રજ્ઞા વધારે-ઓછી ના હોય. બુદ્ધિ ઓછીવત્તી હોય. બુદ્ધિ જેમ ઓછી તેમ પ્રજ્ઞા વધારે.
પ્રજ્ઞા એ જ મૂળ જાગૃતિ છે. ઓછી-વત્તી દેખાય છે એટલે જાગૃતિ કહીએ છીએ. પ્રજ્ઞા ફુલ તો સંપૂર્ણ જાગૃતિ.
આજ્ઞા ‘તમારે પાળવાની છે અને પળાવડાવે છે પ્રજ્ઞા. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ, તપ છે ત્યાં સુધી પ્રજ્ઞા છે.
જ્ઞાનક્રિયા મહાત્માઓની પ્રજ્ઞા થકી હોય.
જડ અને ચેતનના સંયોગથી વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયું તે અજ્ઞાશક્તિ!
તન્મયાકાર થઈ જાય તે અજ્ઞા ને ન થવા દે તે પ્રજ્ઞા, સમજવાની ને જોવાની શક્તિ પ્રજ્ઞાની. જ્ઞાની સમજાવે ને ગ્રહણ કોણ કરે છે ? પ્રજ્ઞા.
- જ્ઞાન મળ્યા પછી મહીં લાઈટ સળગે છે. તે તો નિરંતર સળગ્યા જ કરે છે પણ વચ્ચે વચ્ચે ‘તમે બીજે જાવ, તેમાં લાઈટ શું કરે ?
પ્રજ્ઞા નિર્વિકલ્પી છે, ચેતન છે. એ મૂળ ચેતન છે પણ મૂળ ચેતનમાંથી જુદી પડેલી, તે મોક્ષે લઈ જવા પૂરતી, પછી એક થઈ જાય છે પાછી !
પ્રજ્ઞા એ જ દિવ્યચક્ષુ? ના. દિવ્યચક્ષુ તો ખાલી સામાના શુદ્ધાત્મા
11