________________
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
બંધાતાંય આવડે છે. બંધાઈએ તે અજ્ઞાનથી બંધાઈએ છીએ. અને એમાં બંધાઈએ છીએ પછી ફાયદો ના નીકળે એટલે પાછો છોડી દઈએ.
૩૯૬
આ એની જોડે નિકાલ તો કરવો. એ બાવાને ખુશ કરવો પડે. કંઈ સારું ખાવાનું ના મળતું હોયને તો આખી રાત જાગે. બાવાને ઓળખીએ તો બાવો પછી ના થઈએ.
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : બાવાને સારું ખાવાની ટેવ ના રાખીએ તો પછી મુશ્કેલી ના પડે, પહેલાં તો બાવો થઈને મૂઆ સારું ખાવાની ટેવ પડે. એ તો ટેવ વધતી જાય ઉલ્ટી. હવે બાવાની બહાર નીકળીને આપણે આ ‘હું’માં આવ્યા !
પહોંચ્યા પરમાત્માતા પોર્ચમાં !
પેલી માન્યતા બરોબર ફીટ થઈ કે પછી ? બાવાથી જુદા તમે પ્યૉર છો અને હંડ્રેડ પરસેન્ટ પ્યૉર સ્વરૂપ, ભગવાન ! હવે પરસેન્ટ એ વધવાના છે ધીમે ધીમે આજ્ઞામાં રહ્યા એટલે. અને ગર્વરસ ચાખતા બંધ થયા એટલે વધવાના. ગર્વરસ ચાખે એટલે વધે નહીં માર્ક. પેણે એ ત્યાં જ રહે, ઉલ્ટો માર ખાઈ જાય. કારણ કે ના ખાવાની ચીજ ખાધી. ઉલ્ટી કરવાની ચીજ હતી એ ખઈ ગયા !
પ્રશ્નકર્તા : દાદા તમે પેલું કહ્યુંને કે આ બાવો, તમે એનાથી જુદા, હંડ્રેડ પરસેન્ટ પ્યૉર એ ભગવાન. અને આ મંગળદાસ તો ખરા પાછાં. દાદાશ્રી : મંગળદાસ તો હતા.
પ્રશ્નકર્તા : હા એટલે ચાર થયા ?
દાદાશ્રી : ના, ચાર નહીં‚ ત્રણ જ થયા. ત્રીજું સ્ટેશન તો લાંબું સ્ટેશન છે. એટલે ઝાંપો જરા લાંબો છે. એ કંઈ ચોથું સ્ટેશન, નવું સ્ટેશન ના કહેવાય. એક સ્ટેશન હોય તે અહીંથી શરૂ થયું અને સો વાર છેટું કે એવું
હું, બાવો, મંગળદાસ
તેવું મોટું હોય કે સો માઈલ છેટું હોય. પણ શરૂ થયું ત્યાંથી એ સ્ટેશન કહેવાયને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ ઝાંપો જ્યારે આવે ત્યારે બહાર નીકળાય. ભગવાન ઝાંપા આગળ છે.
પ્રશ્નકર્તા ઃ હંઅ.
દાદાશ્રી : જ્યાં ‘એ’ ઝાંપે અડ્યો, એ ભગવાન થઈ ગયો. એટલે એક કહેવાય કે બે કહેવાય ? એક જ. અને પેલું તો સમજવાનું મનમાં કે પ્યૉર સૉલનું સ્ટેશન આવી ગયું. પ્યૉર સૉલ થઈ ગયા. હવે છે તે લાંબું, વધારે છે તે ચા પીતા પીતા જઈશું.
પર તે સ્વતું ક્ષેત્ર !
તું ગમે તેવાં ગાંડા કાઢું કે ડાહ્યો થાય, પણ બાવો છે તે. મેરચક્કર, શું આટલો બધો કૂદાકૂદ કરે ! હું બાવો ને તું બાવીને... આ શો માંડ્યો ખેલ ? હવે ફરી પૈણશો નહીં કોઈ દહાડો, આખી જીંદગી કોઈ અવતારમાં.
પ્રશ્નકર્તા : નથી પરણવું.
દાદાશ્રી : મોહ જતો રહ્યો બધો ? અને હશે તે ય ઓગળી જશે.
પ્રશ્નકર્તા : દાદા થોડો ઘણો છે તે કાઢી આપો.
દાદાશ્રી : ના. પણ બાવામાં છે, તે આપણે જાણવાનું કે બાવામાં આટલો મોહ છે. એવું મને કહી દેવું.
બાવાનું ખેતર જોયું ? પ્રશ્નકર્તા : જોયું.
૩૯૭
દાદાશ્રી : એ ખેતરોમાં બધું છે, એ બધું ય બાવાનું. આ ખેતરની મહીં છે તે અમુક મંગળદાસનું. આ બીજું બધું બાવાનું. આપણું તો આપણે